- બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી
- છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું
- R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો
- Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો
- Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો
- Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી
- ૨૧ વર્ષીય બેટ્સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
- 30 ઓગસ્ટ નું રાશિફળ
Author: Vikram Raval
Mumbai , તા.18 અક્ષય કુમાર અને અર્શદ વરસીની ફિલ્મ ‘જોલી એલએલબી થ્રી’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની ટીમ દ્વારા જ શૂટિંગ પૂર્ણ થયા બાબતની તસવીર રીલિઝ કરાઈ હતી. હવે પોસ્ટ પ્રોડક્શન વર્ક શરુ થશે. ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં કરાયું છે. ત્યાં આશરે ૪૦ દિવસનું શિડયૂલ ગોઠવાયું હતું. ‘જોલી એલએલબી’ના પહેલા ભાગમાં અર્શદ વરસી મુખ્ય હિરો હતો. બીજા ભાગમાં તેની ભૂમિકા અક્ષય કુમારે છિનવી લીધી હતી. જોકે, હવે ત્રીજા ભાગમાં બંને કલાકારોને સામેલ કરાયા છે. ફિલ્મમાં હુમા કુરેશી અને સૌરભ શુક્લા પણ પોતાના પાત્રોમાં ફરી જોવા મળશે. આ ફિલ્મ દ્વારા…
Mumbai , તા.18 આ સપ્તાહે રીલિઝ થનાર Bad Newz પર અંતિમ ક્ષણોમાં સેન્સેર બોર્ડની કાતર ફરી વળી છે. 19 જુલાઈએ ‘બેડ ન્યૂઝ’ રીલિઝ થવાની તૈયારીમાં છે. CBFCએ કહ્યું છે કે આ ફિલ્મના અમુક સીનમાં કટ હશે. ફિલ્મમાં કોઈ ઓડિયો કટ કરવામાં આવ્યો નથી પરંતુ 27 સેકન્ડના ત્રણ અલગ-અલગ સીન બદલવા માટે કહેવામાં આવ્યું છે. ફિલ્મનું ગીત ‘તૌબા તૌબા’ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને ખાસ કરીને તેમાં વિક્કી કૌશલના સ્ટેપ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. આ સિવાયના અન્ય બે સોંગ ‘જાનમ’ અને ‘મેરે મહેબૂબ મેરે સનમ’ ગીતો પણ ટ્રેન્ડિંગમાં છે. સીબીએફસી કમિટી દ્વારા સેન્સર કરેલા ત્રણેય સીન…
બ્રાઝિલિયન મોડલ અને વેલનેસ ઈન્ફ્લુએન્સર કેટ ટોરેસ તેની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રિયો જેવા સેલિબ્રિટિઝ સાથે સંબંધોને કારણે જાણીતી છે. તેને માનવ તસ્કરીના આરોપસર આઠ વર્ષની સજા ફટકારવામાં આવી છે. 2022માં બે બ્રાઝિલિયન યુવતીઓ ગુમ થયા બાદ એફ.બી.આઈ.એ તેની સામે તપાસ શરૂ કરી હતી. જેમાં, ટોરેસે તેના ફોલોવર્સને ગુલામ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પીડિતોને આકર્ષિત કરતી કેટ ટોરેસે સોશિયલ મીડિયા સાઈટ પર દમદાર પ્રોફાઈલથી પીડિતોને આકર્ષિત કરતી હતી. જે બાદ તેમનું જાતીય, નાણાકીય અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. પીડિત એનાએ જણાવ્યું કે, ‘ટોરેસની ગરીબમાંથી અમીર થવાની કહાણી કે જેમાં, બ્રાઝિલના રસ્તાઓ પર…
Mumbai , તા.18 ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ આપેલા જીવન સંદેશનો ચારેકોર વ્યાપ આજના આ આધુનિક જમાનામાં થવો જરૂરી બન્યો છે. આજની તારીખમાં પણ કોઈને કહો કે રામાયણ એટલેકે દરેકને રામાનંદ સાગરની રામાયણ જ યાદ આવે. 3 દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતા આજદિન સુધી આ સીરિયલનો ચાર્મ યથાવત છે. કોરોના કપરા સમયગાળા દરમિયાન પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે આ સીરિયલની આજના આ ભાગતા-દોડતા જમાનામાં પણ સફળતા જોઈને, સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસે એક મોટો નિર્ણય લીધો છે. સાગર પિક્ચર્સ ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સીરિઝ બનાવવાનું વિચારી રહી છે. મહત્વની વાત કે આ પહેલીવાર નથી…
Chhattisgarh તા.18 છત્તીસગઢના બીજાપુર જિલ્લાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યાં નક્સલીઓ દ્વારા એક મોટો આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ આઈઈડી બ્લાસ્ટમાં સુરક્ષા દળના બે જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે ચાર જવાન ઘાયલ છે. ઘાયલ જવાનોને એરલિફ્ટ દ્વારા રાયપુર લવાઈ રહ્યાં છે. નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલોમાં કર્યું છે. જણાવાઈ રહ્યું છે કે ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળને નિશાન બનાવતાં આઈઈડી બ્લાસ્ટ કર્યો. અથડામણમાં 12 નક્સલી માર્યા ગયા છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળનું અભિયાન સતત ચાલું છે. આ અભિયાન હેઠળ એક દિવસ પહેલા બુધવારે સુરક્ષા દળે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સીમાવર્તી વિસ્તારમાં અથડામણમાં…
NCLTએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને રૂ. 158.9 કરોડની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેનાર ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ બાયજૂસ વિરૂદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવા નિર્ણય લીધો છે. સ્ટાર્ટઅપના પૂર્વ મેનેજમેન્ટે આ નિર્ણયને NCLATમાં પડકાર્યો છે. NCLAT બાયજૂસની આ અપીલ પર 22 જુલાઈએ સુનાવણી થવાનો આશાવાદ છે. કોરોના મહામારી સમયે બાયજૂસ ભારતનું સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતું સ્ટાર્ટઅપ હતું. તેની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ છે. બાયજૂસે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરી હતી. જે અંતર્ગત બીસીસીઆઈને રૂ. 158 કરોડની સ્પોન્સરશીપ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. બાયજૂસનું પ્રતિનિધિત્વ કરી રહેલાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, “કંપની હજારો કર્મચારીઓ સાથે નાણાકીય રૂપે…
શેરબજાર સતત નવી ઓલટાઈમ હાઈ સપાટીએ સ્પર્શી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી વોલેટિલિટી સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 202.3 પોઈન્ટ ઘટાડે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 326.18 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, બાદમાં 193.9 પોઈન્ટના ઉછાળા સાથે નવી 80910.45ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ ઘટાડે ખૂલ્યા બાદ 24678.90ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. રોકાણકારોની મૂડી 2.59 લાખ કરોડ ઘટી માર્કેટમાં વોલેટિલિટીના પગલે રોકાણકારોની મૂડી રૂ. 3.29 લાખ કરોડ ઘટી છે. 11.04 વાગ્યે માર્કેટ કેપ 451.95 લાખ કરોડ થયુ હતું. બીએસઈ ખાતે ટ્રેડેડ 3808 સ્ક્રિપ્સ પૈકી 1243 શેર્સ સુધારા તરફી અને 2415 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.…
જેપી મોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય ઋણનો સમાવેશ કર્યા પછી સંપૂર્ણ સુલભ માર્ગ (FAR) હેઠળ નિયુક્ત ભારતીય સરકારી સિક્યોરિટીઝમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ (એફપીઆઈ) બમણું થઈને રૃ. ૨ લાખ કરોડ પહોંચ્યું છે તેમ ક્લિયરિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે. ૧૬ જુલાઈ સુધીના ડેટા અનુસાર, સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ સિક્યોરિટીઝમાં કુલ રૃ. ૧.૯૩ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં કુલ રોકાણ રૃ. ૯૪,૭૦૯ કરોડ હતું. સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ સિક્યોરિટીઝમાં એફપીઆઈ રોકાણ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ રૃ. ૧ લાખ કરોડના આંકડાને પાર કરી ગયું હતું. આ ઇન્ડેક્સમાં માત્ર ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ જારી કરાયેલા…
વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં આજે તેજીનો પવન આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ઉંચામાં ભાવ ઔંશના ૨૫૦૦ ડોલર નજીક પહોંચી જતાં તેની પાછળ વૈશ્વિક ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૃ.૫૦૦ વધી જતાં બે દિવસમાં ભાવમાં રૃ.૧૨૦૦નો ઉછાળો નોંધાયો છે. અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૃ.૭૬૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૭૬૭૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૃ.૧૦૦૦ વધી રૃ.૯૩૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૩૦થી ૨૩૩૧ વાળા ઉછળી ઉંચામાંલ ભાવ ૨૩૮૨થી ૨૩૮૩ થઈ ૨૩૭૫તી…
મ્યુચ્યુઅલ ફંડો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) વચ્ચેના અંતરને દૂર કરવા માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ન્યુનતમ રૃ.૧૦ લાખના રોકાણ સાથેનો નવો એસેટ ક્લાસ અથવા પ્રોડક્ટ કેટેગરી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા એસેટ ક્લાસ હેઠળ લઘુતમ રોકાણ રોકાણકાર દીઠ રૃ.૧૦ લાખ સૂચવવામાં આવ્યું છે. નવા એસેટ ક્લાસમાં રોકાણકારોને ઉચ્ચ જોખમ લેવાની ક્ષમતા અને મોટી ટિકિટ સાઈઝ સાથેની રેગ્યુલેટેડ રોકાણ પ્રોડક્ટ પૂરી પાડે એવી શકયતા છે. જેનો ઉદ્દેશ અનરજીસ્ટર્ડ અને અનિધિકૃત રોકાણ પ્રોડક્ટસના પ્રસારને અંકુશમાં લેવાનો છે એમ મૂડી બજાર નિયમનકારે જણાવ્યું છે. પ્રસ્તાવિત નવા એસેટ ક્લાસ-વર્ગ રોકાણકારોની ઉભરતી કેટેગરીની જરૃરીયાતોને પહોંચી…