Author: Vikram Raval

Bharuch,તા.૧૬ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને રૂપિયા ૫૦૦ જેવી દેખાતી ૫૦૦૦ નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી ક્યાં કાવતરાના ભાગરૂપે આ નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. બનાવ સંદર્ભે અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલા આ બે શખ્શોએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. ૬૫ વર્ષીય નઝીરભાઇ હુસેનભાઇ મલેક અને ૬૧ વર્ષીય ધનસુખભાઇ ચીમનલાલ વૈધ અંકલેશ્વર નજીકથી કારમાં પસાર થતા શંકાસ્પદ હાલતમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર એમ એમ રાઠોડની ટીમને મળી આવ્યા હતા. બંને જે કારમાં જતા હતા તે…

Read More

Chandigarh,તા.૧૬ ૧૦ જુલાઈના રોજ ત્રણ લોકોએ રવિન્દ્ર સૈનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જનનાયક જનતા પાર્ટી નેતા રવિન્દ્ર સૈનીની હત્યા કેસમાં પોલીસે ચાર મુખ્ય કાવતરાખોરોની ધરપકડ કરી છે. હાંસી પોલીસ અને એસટીએફની સંયુક્ત ટીમે ગુજરાતમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, આરોપી શૂટર નથી. તેઓ માત્ર સૈનીની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતા. પોલીસ આ આરોપીઓના રિમાન્ડ લેશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે હત્યાકાંડને અંજામ આપનારા શૂટરોને શોધી કાઢ્યા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. હવે સૈની હત્યા કેસનું પ્લાનિંગ કરનાર પાંચ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર વિકાસ ઉર્ફે વિકીને પ્રોડક્શન વોરંટ…

Read More

New Delhi,તા.૧૬ નાગાલેન્ડ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં એક રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જે અનુસાર, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં સેનાના ૩૦ જવાનો સામે કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નાગાલેન્ડ પોલીસે આ સૈનિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને રોકવાના ઓપરેશન દરમિયાન ૧૩ નાગરિકોની હત્યા કરવા બદલ એફઆઇઆર નોંધી છે. અરજી દાખલ કરતી વખતે રાજ્યના એડવોકેટ જનરલ જે.બી.પારડીવાલાએ કહ્યું હતું કે પોલીસ પાસે મહત્વના પુરાવા છે, જે આ સૈનિકો સામેના આરોપોને સાબિત કરી શકે છે. કેન્દ્ર સરકાર, મનસ્વી રીતે કામ કરીને, તેમની સામે કાર્યવાહી કરવામાં અને મૃતકોને ન્યાય મેળવવામાં રોકી રહી છે. નાગાલેન્ડ સરકારે કહ્યું કે કેન્દ્ર સરકાર…

Read More

Patna,તા.૧૬ બિહારમાં, જ્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પછી રાબડી દેવી મુખ્યમંત્રી હતા, ત્યારે વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ગુનાહિત ઘટનાઓને ટાંકીને અહીં ’જંગલ રાજ’નો વિચાર જાહેર કર્યો હતો. હવે લાલુ-રાબડીનો પુત્ર તેજસ્વી યાદવ વિપક્ષમાં છે અને તેણે કહ્યું છે કે પૂર્વ મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીના પિતાની હત્યા બાદ બિહારમાં હવે વાસ્તવિક જંગલરાજ છે. મોટી વાત એ છે કે તેજસ્વી યાદવના આ નિવેદન બાદ ભાજપે ગુનેગારોની વહેલી ધરપકડની વાત કરી હતી, પરંતુ જેડીયુએ પણ તેજસ્વી યાદવને પૂછ્યું હતું કે જો તે ગુનેગાર વિશે જાણશે તો પોલીસ અને સરકારની મદદ માટે આગળ આવો તેજસ્વી યાદવ છેલ્લા બે…

Read More

New Delhi,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી શકે છે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાયર્લિય દ્વારા જારી કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ ૨૬ સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને નેપાળના વડા પ્રધાનના સંબોધન પણ નિર્ધિરિત કરવામાં આવ્યા છે. આ વાર્ષિક બેઠક માટે વિવિધ દેશોના રાષ્ટ્રના વડાઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભેગા થાય છે. પીએમ મોદી પાંચમી વખત ત્યાં હાજર રહીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત, ૨૦૨૦…

Read More

New Delhi,તા.૧૬ જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે (૧૬ જુલાઈ ૨૦૨૪) ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આર્મી ચીફ પાસેથી ડોડામાં આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી લીધી હતી. આર્મી ચીફને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી…

Read More

Patna,તા.૧૬ બિહારના દરભંગામાં પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની હત્યા થઈ ગઈ છે. તેમના પિતા જીતન સહનીનો મૃતદેહ ગામના ઘરમાં જ મળ્યો. મૃતદેહની હાલત જોઈને એવું લાગે છે કે તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. મુકેશ સહની મુંબઈથી પાછા ફરી રહ્યાં છે અને ગામમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે અને એસઆઈટીની રચના કરી દેવાઈ છે, જે તપાસ કરી રહી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. લાલુ યાદવની પાર્ટી આરજેડીએ નીતીશ કુમાર સરકાર પર જંગલરાજનો આરોપ લગાવ્યો છે. પપ્પુ યાદવે પણ કાયદા-વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યાં છે. આ દરમિયાન ભાજપ નેતા અજય આલોકે અજીબ નિવેદન આપ્યું છે, જેની પર…

Read More

ગુજરાત-મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ Lucknow,તા.૧૬ ઉત્તર પ્રદેશના ૨૦ જિલ્લામાં પૂરની સ્થિતિ છે. નેપાળ સરહદની નદીઓની સાથે ગંગા પણ વહેતી થઈ છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર દર કલાકે ૫થી ૧૦ સેન્ટિમીટર વધી રહ્યું છે. ગોરખપુરમાં રાપ્તી નદી ખતરાના નિશાનથી આગળ વહી રહી છે. રસ્તાઓ પર હોડીઓ ફરી રહી છે. ૩૦ ગામો પાણીમાં ડૂબી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ યોગી સાથે પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ બિહારમાં પણ ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. મુઝફ્ફરપુરમાં સ્થિતિ સૌથી ખરાબ છે. કટરા બ્લોકમાં બાગમતી અને લખંડેઈ નદીઓ તણાઈ રહી છે. બકુચી, પટારી, અંદામા, બસઘટ્ટા, નવાદા, ગંગેયાના ૫૦ હજારથી વધુ ગામોની વસ્તી…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૬૪ સામે ૮૦૭૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૧૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૨૧ સામે ૨૪૬૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૪૧ પોઈન્ટ…

Read More

લખનૌ,તા.૧૬ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં તડાફડી થઈ ગયાના અહેવાલ છે. યુપીમાં ભાજપ સંગઠન અને સરકાર સામસામે આવી ગયાં હોવાનું આ બેઠકે સ્પષ્ટ કરી દીધું છે. યોગીએ આડકતરી રીતે ભાજપની હાર માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપ અતિ આત્મવિશ્વાસને કારણે હાર્યો છે. આ બેઠકમાં યોગી આદિત્યનાથને સ્થાને કેશવ પ્રસાદ મૌર્યને બેસાડવાનો તખ્તો ઘડવા માટેની હાઈકમાન્ડની ઈચ્છા પર પણ યોગીએ પાણી ફેરવી દીધું છે. ભાજપ યુપીમાં સમાજવાદી પાર્ટીની મજબૂત મતબેંક મનાતા ઓબીસી મતદારોને ખુશ…

Read More