- Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
- 07 સપ્ટેમ્બર નું પંચાંગ
- 07 સપ્ટેમ્બર નું રાશિફળ
- Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
- ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
- ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે
- Rocky Cage નાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી
- Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
Author: Vikram Raval
Narmada,તા.૧૯ રાજપીપળા વિભાગની ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના લાખો રૂપિયાના દૂધ કૌભાંડ અંગે ભરૂચ તથા નર્મદા જિલ્લા રજિસ્ટ્રારના સંયુક્ત તપાસ અહેવાલ બાદ રાજ્ય રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓને નોટિસ ફટકાર્યા બાદ આ તપાસમાં ભીનું સંકેલાયાની ગ્રામજનોમાં આશંકા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય આદિજાતિ આયોગને મળેલી ફરિયાદના આધારે આયોગના ઉચ્ચાધિકારીઓ અને ગુજરાતના સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ એ સંયુક્ત તપાસ કરી હતી જેનો મુખ્ય મુદ્દો કાગળ પરની બોગસ દૂધ મંડળીઓનો હતો, આ દૂધમંડળીઓ ગામની નહિવત વસ્તી અને પશુધન ના હોવા છતાં વાર્ષિક લાખો લીટર દૂધ બહારથી લાવી દુધધારા ડેરી ભરૂચ ખાતે મોકલાતું હતું, જેમાં નાંદોદ તાલુકાની ભચરવાડા દૂધ ઉત્પાદન સહકારી…
ફુલરામા ગામ જળબંબાકારની પરિસ્થિતિમાં Junagadh,તા.૧૯ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ફુલરામા ગામ જળબંબાકારની પરિસ્થિતિમાં છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઘરનાઓને પણ ઘણું સહન કરવું પડ્યું છે. અવિરત વરસાદના કારણે રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે ૨૫ જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ ૮ સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ…
Valsad,તા.૧૯ સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ૪૦ ગામોને જોડતો અંડર પાસ બંધ થયો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક વાહનચાલકો અટવાયો છે. વલસાડના એમ.જી રોડ, બંદર રોડ, ધનભૂરા રોડ, મોગરવાડી રોડ પાણીમાં ગરકાવ થયા છે. ઉંમરગામ તાલુકામાં ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. ૨ ઇંચ વરસાદમાં પણ ઉંમરગામમાં અનેક સ્થળે પાણી ભરાયાં છે. શહેરની શાળાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. ઉંમરગામ સ્ટેશન રોડ, ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં પાણી ભરાયાં છે. જો કે રસ્તા પર પાણી ભરાતા ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થયો છે. બીજી તરફ…
Himmatnagar,તા.૧૯ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે ચાંદીપુરા વાઇરસને લઈને નિરીક્ષણ કર્યુ છે. તેમણે અધિકારી અને ડોક્ટર સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેની સાથે તેણે પીઆઇસીયુમાં દાખલ થયેલા બાળ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. બાળ દર્દીઓના સગા સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સાબરકાંઠા જિલ્લાની કરી મુલાકાત કરી છે. આરોગ્ય મંત્રીશ્રીએ હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય પૃચ્છા કરી હતી. વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા અને…
ભ્રષ્ટાચાર અને પક્ષની શિસ્ત ભંગ કરવાને કારણે ઘણા સભ્યો સેન્ટ્રલ કમિટિમાંથી બહાર ફેંકાઈ ગયા હતા China, તા.૧૯ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગુરુવારે તેની સેન્ટ્રલ કમિટિમાંથી બરતરફ કરાયેલા વિદેશ મંત્રી ‘કિન ગેંગ’નું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સિવાય પાર્ટીએ પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ અને અન્ય બે ટોચના નેતાઓને હટાવવાનું પણ સમર્થન કર્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ગુરુવારે પાર્ટી દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત આ ચાર દિવસીય બેઠકમાં કોમરેડ કિન ગેંગનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ગયા વર્ષે, ‘કિન’ વિદેશ પ્રધાન હતા ત્યારે અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ તેમને આ…
વિવેકે જણાવ્યું કે જ્યારે તે ૧૦ વર્ષનો હતો ત્યારે તેના પિતા તેને વેપારી સામાન લાવતા હતા અને તેને વેચવાનું કામ આપતા હતા Mumbai, તા.૧૯ વિવેક ઓબેરોયે ૨૦૦૨માં ફિલ્મ ‘કંપની’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કરિયરની શરૂઆતમાં ‘સડક’, ‘યુવા’ અને ‘દમ‘ જેવી ફિલ્મો કરી ચૂકેલા વિવેકને બોલિવૂડનો આગામી મોટો સ્ટાર માનવામાં આવી રહ્યો હતો. પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં વિવેકે મેઈનસ્ટ્રીમ બોલિવૂડ ફિલ્મોથી દૂર જવાનું શરૂ કર્યું. આજકાલ વિવેક એક્ટર કરતાં ઉદ્યોગસાહસિક તરીકે વધુ સક્રિય છે.હવે એક નવા ઈન્ટરવ્યુમાં વિવેકે જણાવ્યું છે કે તે ૧૦ વર્ષનો હતો ત્યારે બિઝનેસમેન બની ગયો હતો અને તેમાં તેના પિતાની મોટી ભૂમિકા હતી. તમને જણાવી દઈએ કે,…
જાન્હવી ઉપરાંત આ ફિલ્મ સાથે ‘દસરા’થી જાણીતા શ્રીકાંત ઓડેલા પણ ફરી એક વખત નાની સાથે કામ કરશે Mumbai, તા.૧૯ સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર નાનીની ૩૩મી ફિલ્મ આવી રહી છે, તેમાં તેની સાથે જાન્હવી કામ કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હાલ હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી તેથી આ ફિલ્મને હાલ ‘નાની૩૩’થી ઓળખવામાં આવે છે. જો આ અહેવાલો સાચા હોય તો જાન્હવી અને નાની પહેલી વખત સાથે જોવા મળશે. સાથે ઓડિયન્સ માટે આ ફિલ્મ પ્રોમિસિંગ હોવાની સાથે ળેશ અને એક્સાઇટિંગ પણ હશે. હજુ આ ફિલ્મના મેકર્સ તરફથી પણ કોઈ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી. પરંતુ તેલુગુ અખબારોના કહેવા…
સાઉથની ચારેય ભાષામાં હિટ ફિલ્મો આપનારી સંયુક્તાનું ‘મહારાજ્ઞી’ સાથે હિન્દીમાં ડેબ્યુ Mumbai, તા.૧૯ સાઉથની ચારેય ભાષામાં બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી સંયુક્તાની પહેલી હિન્દી ફિલ્મ મહારાજ્ઞી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં સંયુક્તાની સાથે કાજોલનો લીડ રોલ છે. કાજોલ પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું સંયુક્તા માને છે. આ સાથે તે ફિલ્મનું શૂટિંગ સરળ બનાવવા બદલ કાજોલનો આભાર પણ માને છે. સંયુક્તાની છેલ્લી તેલુગુ ફિલ્મ વિરુપાક્ષ બ્લોકબસ્ટર રહી હતી. તેની આગામી હિન્દી ફિલ્મ કાજોલ છે. આ ફિલ્મમાં રાંકમાંથી રાજા બનવા સુધીની સ્ટોરી છે. પહેલી હિન્દી ફિલ્મમાં કાજોલ સાથે સ્ક્રિન શેર કરવાના અનુભવ અંગે સંયુક્તાએ જણાવ્યુ હતું કે, કાજોલની ફિલ્મો જોતાં…
‘શબદના રંગારા’માં સૌમ્ય જોષી, આદિત્ય ગઢવી અને અચિંત ઠક્કર સાથે ફાલ્ગુની પાઠકનો સંગીત જલસો Ahmedabad, તા.૧૯ દાંડિયા ક્વિન તરીકે ઓળખાતાં ફાલ્ગુની પાઠકે પહેલી વખત ગુજરાતી રેપ સોન્ગ પર હાથ અજમાવ્યો છે. ગુજરાતી રેપ સોન્ગ ‘ ગોતી લો…ખલાસી’ને દુનિયાભરના ગુજરાતીઓની જીભે રમતું કરી દેનારી ત્રિપુટી સાથે મળીને ફાલ્ગુનીએ ‘શબદના રંગારા’માં પ્રથમ વખત રેપ સોન્ગ ગાયું છે. અસંખ્ય ગુજરાતી હિટ લોકગીતો પાછળના પ્રતિકાત્મક અવાજે રંગારા સાથે ફાલ્ગુનીએ તેમનાં સંગીત પ્રવાસમાં રોમાંચક વળાંક આપ્યો છે. ફાલ્ગુની પાઠક તેમનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે, જ્યારે આદિત્ય ગઢવી ગુજરાતી અવાજનો લોકપ્રિય ચહેરો છે. સૌમ્ય જોષીએ નવી અને જૂની પેઢીની સંવેદનાને ખૂબ સહજતાથી ઝણઝણાવી જાય…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૪૩ સામે ૮૧૫૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૦૯ સામે ૨૪૭૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૦૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…