- Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
- 07 સપ્ટેમ્બર નું પંચાંગ
- 07 સપ્ટેમ્બર નું રાશિફળ
- Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
- ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
- ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે
- Rocky Cage નાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી
- Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
Author: Vikram Raval
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.795 અને ચાંદીમાં રૂ.1,882નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.76નો ઘટાડો કોટન-ખાંડી વાયદો રૂ.250 નરમઃ મેન્થા તેલ, નેચરલ ગેસ, બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14,909 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,196 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10.14 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.54,115.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,908.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39196.31 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીના છોડ વાવે છે અને રોજ પૂજા કરે છે. તુલસીનો છોડ ઘર અને તેમાં રહેતા લોકોને દરેક આફતથી પણ બચાવે છે. ભારતમાં તુલસીના છોડની પૂજાનું અનેરૂ મહત્વ છે પરંતુ, શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ અશુભ મનાય છે. તો આવો જાણીએ કઇ વસ્તુઓ…
New Delhi, , તા.19 માઈક્રોસોફ્ટ સર્વર ઠપ થતા તમામ આઈટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક બંધ પડી ગયા હતા. આ ઉપરાંત દુનિયામાં ઘણાં એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની ક્લાઉડ સેવાઓમાં મોટી ખામીને કારણે ભારતમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘IT મંત્રાલય આ મામલે માઈક્રોસોફ્ટ અને તેના ભાગીદારો સાથે સંપર્કમાં છે. આ ખરાબીનું કારણ નક્કી કરવામાં આવ્યું છે અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ્સ રિલીઝ કરવામાં આવ્યા છે.’ અમેરિકામાં 200થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે,…
America, તા.19 આજે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ માઈક્રોસોફ્ટના સર્વરની સમસ્યા અંગે સિક્યોરિટી કંપનીના CEOએ આપી અપડેટ આપી છે. CrowdStrike કંપનીની પ્રતિક્રિયા CrowdStrike કંપનીના CEOએ જણાવ્યું કે અમે માઈક્રોસોફ્ટની વિન્ડોઝ હોસ્ટમાં જે અપડેટ આપી હતી અને તેના બાદ જે ખામી સર્જાઈ હતી તેના પર અમે કામ કરી રહ્યાં છીએ. આ કોઈ સાયબર એટેક કે સિક્યોરિટીમાં ખામી નથી. શું સમસ્યા થઈ હતી…
Rajkot, તા.19 રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાતા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજકોટના ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં ધોધમારી વરસાદ વરસ્યો છે. તેવામાં ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ વરસાદ વરસતા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. બીજી તરફ, છેલ્લા 24 કલાકની અંદરમાં ભાડેર ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કર્યો હતો. આ સાથે રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકમાં નવ ઈંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર…
Porbandar, તા.19 હવામાન વિભાગ (IMD) દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગરુવારે (18 જુલાઈ) ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને 14 વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સહિત કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. કેટલાક ગામો…
Rajkot , તા.19 રાજકોટ મહાપાલિકાની આચારસંહિતાના કારણે સવા ચાર મહિના પછી મળેલી સામાન્ય સભામાં 20 પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તેની ચર્ચા ટાળી દેવા ફરી એકવાર ભાજપના શાસકોએ જોહુકમી અને મનમાની કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ પ્રશ્નોત્તરી દરમિયાન અગ્નિકાંડનો ઉલ્લેખ કરતા જ તેને બળપ્રયોગથી બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા તો અગ્નિકાંડના અસરગ્રસ્તો બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં ન આવી જાય તે માટે પ્રથમવાર ગેલરી ખિચોખીચ ભરી દેવાઈ મૂતજ કોંગ્રેસના નેતાઓની અગાઉથી અટકાયત કરીને અગ્નિકાંડનો અવાજ દબાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિગતો એવી છે કે પૂર્વાનુમાન મૂજબ જ આજે સામાન્ય સભા મેયર નયનાબેન પેઢલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ તેમાં ભાજપે…
Gandhinagar , તા.19 ગુજરાતના રાજ્યપાલ (Governor of Gujarat) આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે. ગુજરાતના રાજ્યપાલની અવધિ પૂર્ણ થઈ રહી છે આચાર્ય દેવવ્રત તારીખ 19મી જુલાઈ, 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ પદે આરૂઢ થયા હતાં. ઉલ્લેખનીય છેકે, ગત સપ્તાહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિલ્હીની મુલાકાત લીધી હતી જયાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને મળ્યા હતાં. કેટલાંક રાજ્યોના રાજ્યપાલના પાંચ વર્ષનો…
Bhavnagar, તા.19 શહેરના જશોનાથ સર્કલ પાસે એક પરપ્રાંતિય યુવાનને બે શખ્સે ઢીકાપાટું અને છરી વડે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ મારામારીના બનાવમાં લોહિયાળ ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર શહેરના હાદાનગર, સત્યનારાયણ સોસાયટી-૧, શાકમાર્કેટ પાસે મધુબેનના મકાનમાં ભાડેથી રહેતા સમીમભાઈ મહમદભાઈ શેખ (ઉ.વ.૨૪, રહે, મુળ કોપા ગામ, પોસ્ટ લતીફપુર, તા.શાહગંજ, ઉત્તરપ્રદેશ) અને તેમના મિત્ર રામસીંગ ઓમપ્રકાશ ચૌહાણ ગત તા.૧૭-૭ના રોજ રાત્રિના સમયે માધવદર્શન કોમ્પલેક્ષમાં આવેલ સોનુભાઈની દુકાન નં.૧૦૩માં કામ પર હતા. ત્યારે સમીર ઉર્ફે કાળુ રાજાણી નામનો શખ્સ દુકાન નજીક શૌચક્રિયા કરતો હોય, જેને ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગાળો…
Anand,તા.19 લગભગ અઠવાડિયા પૂર્વે આણંદ શહેરના ર્ડા.મહેન્દ્ર શાહની હોસ્પિટલ નજીક થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શહેર પોલીસે ગતરોજ ચાર શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્સિગના વિદ્યાર્થીઓ વચ્ચે મજાક મામલે ઝઘડો થયો હતો. જે મારામારી સુધી પહોંચી ગયો હતો. તાલુકા મથક ઉમરેઠના લીંગડા ગામે રહેતો ઓમ ઉર્ફે હરી મહેશભાઈ સોલંકી આણંદ શહેરની ર્ડા.મહેન્દ્ર શાહની હોસ્પિટલ નજીક આવેલ એક ઈન્સ્ટીટયુટમાં નર્સિંગના કોર્ષનો અભ્યાસ કરે છે. તેની સાથે ભાલેજ ગામનો જસ્ટીન મેકવાન પણ અભ્યાસ કરતો હોવાથી બંને મિત્રો સાથે અપડાઉન કરે છે. ગત તા.૯મીના રોજ ઈન્સ્ટીટયુટ ખાતે ક્લાસમાં શિક્ષકે બ્લેકબોર્ડ ઉપર સ્પેલિંગ લખવા માટે ઓમ ઉર્ફે…