- 06 સપ્ટેમ્બર નું પંચાંગ
- 06 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
- Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ
Author: Vikram Raval
જેપી મોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય ઋણનો સમાવેશ કર્યા પછી સંપૂર્ણ સુલભ માર્ગ (FAR) હેઠળ નિયુક્ત ભારતીય સરકારી સિક્યોરિટીઝમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ (એફપીઆઈ) બમણું થઈને રૃ. ૨ લાખ કરોડ પહોંચ્યું છે તેમ ક્લિયરિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે. ૧૬ જુલાઈ સુધીના ડેટા અનુસાર, સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ સિક્યોરિટીઝમાં કુલ રૃ. ૧.૯૩ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં કુલ રોકાણ રૃ. ૯૪,૭૦૯ કરોડ હતું. સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ સિક્યોરિટીઝમાં એફપીઆઈ રોકાણ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ રૃ. ૧ લાખ કરોડના આંકડાને પાર કરી ગયું હતું. આ ઇન્ડેક્સમાં માત્ર ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ જારી કરાયેલા…
વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં આજે તેજીનો પવન આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ઉંચામાં ભાવ ઔંશના ૨૫૦૦ ડોલર નજીક પહોંચી જતાં તેની પાછળ વૈશ્વિક ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૃ.૫૦૦ વધી જતાં બે દિવસમાં ભાવમાં રૃ.૧૨૦૦નો ઉછાળો નોંધાયો છે. અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૃ.૭૬૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૭૬૭૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૃ.૧૦૦૦ વધી રૃ.૯૩૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૩૦થી ૨૩૩૧ વાળા ઉછળી ઉંચામાંલ ભાવ ૨૩૮૨થી ૨૩૮૩ થઈ ૨૩૭૫તી…
મ્યુચ્યુઅલ ફંડો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) વચ્ચેના અંતરને દૂર કરવા માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ન્યુનતમ રૃ.૧૦ લાખના રોકાણ સાથેનો નવો એસેટ ક્લાસ અથવા પ્રોડક્ટ કેટેગરી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા એસેટ ક્લાસ હેઠળ લઘુતમ રોકાણ રોકાણકાર દીઠ રૃ.૧૦ લાખ સૂચવવામાં આવ્યું છે. નવા એસેટ ક્લાસમાં રોકાણકારોને ઉચ્ચ જોખમ લેવાની ક્ષમતા અને મોટી ટિકિટ સાઈઝ સાથેની રેગ્યુલેટેડ રોકાણ પ્રોડક્ટ પૂરી પાડે એવી શકયતા છે. જેનો ઉદ્દેશ અનરજીસ્ટર્ડ અને અનિધિકૃત રોકાણ પ્રોડક્ટસના પ્રસારને અંકુશમાં લેવાનો છે એમ મૂડી બજાર નિયમનકારે જણાવ્યું છે. પ્રસ્તાવિત નવા એસેટ ક્લાસ-વર્ગ રોકાણકારોની ઉભરતી કેટેગરીની જરૃરીયાતોને પહોંચી…
ભારતમાં હોમ લોન માર્કેટનું કદ આગામી પાંચ વર્ષમાં હાલના સ્તરેથી બમણાથી વધુ જોવા મળવાની ધારણાં છે. આગામી દાયકામાં મોરગેજમાં પંદર ટકાના દરે વધારો થવાનો અંદાજ છે. સાનુકૂળ લોકસંખ્યા, આવક સ્તરમાં વૃદ્ધિ, રહેઠાણની અછત તથા પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સરકારની યોજનાને જોતા હાઉસિંગ લોન માટેની માગમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે એમ બ્રોકરેજ પેઢી નોમુરાએ જણાવ્યું હતું. અમારા અંદાજ પ્રમાણે હાઉસિંગ લોન ઉદ્યોગ આગામી એક દાયકામાં ૧૪થી ૧૫ ટકાના દરે વિકાસ પામવાની શકયતા છે જેને કારણે બજારનું કદ પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ જોવા મળશે, નોમુરાના રિપોર્ટમાં જણાવાયું છે. છેલ્લા એક દાયકામાં વ્યક્તિગત હાઉસિંગ લોનના બાકી પડેલા આંકમાં…
સામાન્ય બજેટ 2024ની અંતિમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી મંગળવારે (16 જુલાઈ) પરંપરાગત હલવા સમારોહની ઉજવણી કરી, જે બજેટની તૈયારીના છેલ્લા તબક્કાની શરૂઆતને ચિહ્નિત કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સામાન્ય બજેટ (Union Budget) રજૂ કરશે. આવી સ્થિતિમાં બજેટ વિષે બંધારણ શું કહે છે અને સરકાર તેને રજૂ કરવા માટે શું તૈયારીઓ કરે છે તે જાણીએ. બજેટ શબ્દની ઉત્પત્તિ? સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે…
Mumbai , તા.18 ૪જૂનના લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ના સ્ટોકસમાં નીકળેલી નવેસરથી લેવાલીને પરિણામે એક મહિનાથી થોડાક વધુ સમયમાં સરકારી ઉપક્રમોના સ્ટોકસે માર્કેટ કેપમાં રૂપિયા ૧૨ લાખ કરોડનો ઉમેરો કરાવ્યો છે. ૨૦૨૪ની અત્યારસુધીની વાત કરીએ તો આ સ્ટોકસની માર્કેટ વેલ્યુમાં રૂપિયા ૨૨.૫૦ લાખ કરોડનો વધારો થયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે. પોતાના માળખાકીય પ્રોજેકટસ માટે કેન્દ્ર સરકાર વધુ પડતી કામગીરી સરકારી ઉપક્રમો મારફત પાર પાડવાનો વ્યૂહ ધરાવે છે, જેને પરિણામે રેલવેસ, પોર્ટસ, માર્ગ બાંધકામ, સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપનીના સ્ટોકસમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર આકર્ષણ જોવા મળી રહ્યું છે. જો કે ઊંચા ભાવને જોતા સરકાર જાહેર…
વાયદા બજારમાં વધતા રિટેલ ભાગીદારીને કાબૂમાં લેવા માટે સેબીની એક સમિતિએ લોટ સાઈઝ ૫ લાખ રૂપિયાથી વધારીને ૨૦-૩૦ લાખ રૂપિયા કરવાની ભલામણ કર્યા બાદ હવે એસએમઈ સેગમેન્ટમાં પણ રિટેલ રોકાણકારોના ધસારાને કાબૂમાં લેવા માટે સેબી આકરા પાણીએ આવી શકે છે. મોટી માછલીઓની રમતમાં નાના રોકાણકારો છેતરાઈ ન જાય તેની તકેદારીના ભાગરૂપે રિટેલ રોકાણકારોને બજારમાંથી દૂર કરવા સેબી હવે એસએમઈ આઈપીઓ માટેની લોટ સાઈઝને વધારીને રૂ. ૫ લાખ સુધી કરી શકે છે. ગત સપ્તાહે જ એસએમઈ આઈપીઓ માટે ફ્રેન્ઝી બનેલા, નેશનલ સ્ટોક એક્સચેન્જે એસએમઈના પ્રારંભિક જાહેર ભરણામાં ભાવ વધારાને મર્યાદિત કરવા માટે આકરા પગલાં લીધા હતા. એનએસઈએ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ…
Maharastra, તા.18 મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે બુધવારે (17 જુલાઈ) 25 નેતાઓએ એકસાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે (NCP) સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ નેતાઓ પિંપરી-ચિંચવડના છે, જેમાં અજીત ગવાને (Ajit Gavane)નું નામ પણ સામેલ છે. એવી અટકળો હતી કે તેઓ પક્ષ બદલીને…
Uttar Pradesh, તા.18 22 જુલાઈથી શરૂ થતી કાંવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે. પોલીસે કાંવડયાત્રાના રુટ પર આવતી તમામ દુકાનો તથા લારી-ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂર લખે જેના લીધે કાવડિયાઓને કોઈ કન્ફ્યુઝન ન થાય. વેપારી-ધંધાર્થી મજબૂર થયા! મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાનો આશરે 240 કિલોમીટરનો રુટ છે. એટલા માટે આ જિલ્લો મહત્ત્વપૂર્ણ મનાય છે. અહીં પોલીસના નિર્દેશ બાદ દુકાન માલિકોએ પોત-પોતાના નામ સાથે કઇ વસ્તુની દુકાન છે તે લખીને પોસ્ટર લગાવી દીધા છે. કોઈએ…
New Delhi તા.18 NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે (18મી જુલાઈ) થનારી સુનાવણી પહેલા સીબીઆઈએ મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. આ ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે સીબીઆઈ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો…