- 06 સપ્ટેમ્બર નું પંચાંગ
- 06 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
- Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ
Author: Vikram Raval
ગુજરાત-મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ Lucknow,તા.૧૬ ઉત્તર પ્રદેશના ૨૦ જિલ્લામાં પૂરની સ્થિતિ છે. નેપાળ સરહદની નદીઓની સાથે ગંગા પણ વહેતી થઈ છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર દર કલાકે ૫થી ૧૦ સેન્ટિમીટર વધી રહ્યું છે. ગોરખપુરમાં રાપ્તી નદી ખતરાના નિશાનથી આગળ વહી રહી છે. રસ્તાઓ પર હોડીઓ ફરી રહી છે. ૩૦ ગામો પાણીમાં ડૂબી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ યોગી સાથે પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ બિહારમાં પણ ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. મુઝફ્ફરપુરમાં સ્થિતિ સૌથી ખરાબ છે. કટરા બ્લોકમાં બાગમતી અને લખંડેઈ નદીઓ તણાઈ રહી છે. બકુચી, પટારી, અંદામા, બસઘટ્ટા, નવાદા, ગંગેયાના ૫૦ હજારથી વધુ ગામોની વસ્તી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૬૪ સામે ૮૦૭૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૧૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૨૧ સામે ૨૪૬૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૪૧ પોઈન્ટ…
લખનૌ,તા.૧૬ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં તડાફડી થઈ ગયાના અહેવાલ છે. યુપીમાં ભાજપ સંગઠન અને સરકાર સામસામે આવી ગયાં હોવાનું આ બેઠકે સ્પષ્ટ કરી દીધું છે. યોગીએ આડકતરી રીતે ભાજપની હાર માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપ અતિ આત્મવિશ્વાસને કારણે હાર્યો છે. આ બેઠકમાં યોગી આદિત્યનાથને સ્થાને કેશવ પ્રસાદ મૌર્યને બેસાડવાનો તખ્તો ઘડવા માટેની હાઈકમાન્ડની ઈચ્છા પર પણ યોગીએ પાણી ફેરવી દીધું છે. ભાજપ યુપીમાં સમાજવાદી પાર્ટીની મજબૂત મતબેંક મનાતા ઓબીસી મતદારોને ખુશ…
Mumbai, તા.૧૬ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરાયેલ યુટ્યુબરને જામીન મળી ગયા છે. મુંબઈની એસ્પ્લેનેડ મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે યુટ્યુબરને જામીન આપ્યા હતા. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના તેના સંબંધો વિશે બડાઈ મારવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.યુટ્યુબર સામે ગુનાહિત ધાકધમકી અને ઇન્ફોર્મેશન ટેન્કોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ૧૨ જૂનના રોજ, પોલીસે રાજસ્થાનના રહેવાસી બનવારીલાલ લતુરલાલ ગુજ્જર સામે એફઆઈઆર નોંધી હતી, જેમાં તેણે બિશ્નોઈ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો.પોલીસે કહ્યું હતું કે ગુર્જરે તેની યુટ્યુબ ચેનલ…
Pratapgarh, તા.૧૬ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં બાહુબલી ધારાસભ્ય રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહને ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહને પોલીસે નજરકેદ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે મોહરમના અવસર પર પિતાના વિરોધને કારણે રાજા ભૈયાને નજરકેદ કરવામાં આવ્યા છે. મોહરમનો તહેવાર સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે સ્થાનિક વહીવટીતંત્રે તેમને ત્રણ દિવસ માટે ભદ્રી મહેલમાં નજરકેદ કરી દીધા છે.ઉદય પ્રતાપ સિંહ કુંડામાં પ્રયાગરાજ-લખનૌ હાઈવેના શેષપુર ગામમાં મોહરમના દસમા દિવસે રસ્તો રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે પ્રશાસને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને મોહર્રમના જુલુસનું આયોજન કરવું પડે…
હોલીવુડ અભિનેતા અને કુસ્તીબાજ જ્હોન સીનાએ અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહની એક તસવીર શેર કરી છે Mumbai, તા.૧૬ હોલીવુડ એક્ટર અને રેસલર જ્હોન સીના પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. તેમણે અનંત-રાધિકાના શુભ લગ્ન અને આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે પોતાના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં તેણે શાહરૂખ ખાન સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે અને તેના વખાણ કર્યા છે. આ સાથે જ્હોન સીનાએ અંબાણી પરિવારની આતિથ્યની પ્રશંસા કરી છે. પોતાની પોસ્ટમાં જ્હોન સીનાએ લખ્યું, ‘તે ૨૪ કલાક શાનદાર રહ્યા. હું અંબાણી પરિવારની અજોડ…
તાપસી પન્નૂ વર્ષ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ લાવી હતી,જેનું નામ હસીન દિલરૂબા હતું Mumbai, તા.૧૬ તાપસી પન્નૂ વર્ષ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક ફિલ્મ લાવી હતી, જેનું નામ હસીન દિલરૂબા હતું. આ એક રૉમેન્ટિક થ્રિલર ફિલ્મ હતી, જેની સ્ટૉરીએ દરેકનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં તાપસી પન્નૂ ઉપરાંત વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ટૉરી એક એવી પત્નીની છે જેના પતિની હત્યાની શંકા વધુ ઘેરી બને છે. હવે મેકર્સ આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ કરવા જઈ રહ્યા છે, જેની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. હવે તાપસી પન્નૂ…
લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા Mumbai, તા.૧૬ લગભગ ૨ અઠવાડિયા પહેલા હિના ખાને તેના ફેન્સને એક એવા સમાચાર આપ્યા હતા જેણે બધાને ચોંકાવી દીધા હતા. હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. અભિનેત્રી ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, જેની સારવાર શરૂ થઈ ગઈ છે. ચાહકોને આ સમાચાર આપ્યા બાદ તેણે પોતાના વાળ પણ જાતે જ કાપી લીધા હતા. હિનાની કીમોથેરાપી પણ શરૂ થઈ ગઈ છે અને સારવાર શરૂ થતાં જ અભિનેત્રીએ આ પગલું ભરવાનું નક્કી કર્યું. કેન્સર ત્રીજા સ્ટેજમાં હોવાના…
બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી Mumbai, તા.૧૬ દીપિકા પાદુકોણે કોપી કરેલ ઓરી સિગ્નેચર પોઝઃ બોલિવૂડ સેલેબ્સનો ફેવરિટ ‘ઓરી’ જ્યાં જાય ત્યાં પોતાના સિગ્નેચર પોઝ આપવાનું ભૂલતા નથી. પછી તે અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ. ઓરીના આ પોઝની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ ઓરી અનંત-રાધિકાના લગ્નમાં વ્યસ્ત હતી. કપલના લગ્નમાં ઓરીએ ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા અને વીડિયો બનાવ્યો, પરંતુ ઓરીનો આવો જ એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. વાસ્તવમાં અનંત-રાધિકાના લગ્નમાં ઘણી મોટી…
Gandhinagar, તા.16 રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30 લાખ રૂપિયા ફીમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 9 લાખની ફી સામે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યારે રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનામાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી…