- Rajkot હેલ્મેટની અમલવારી: ત્રણ કલાકમાં રૂ. 12.21 લાખનો દંડ વસૂલ્યો
- Rajkot શોખ પુરા કરવા બાઈક ઉઠાવી જતી બેલડી ઝબ્બે : પાંચ વાહન કબ્જે
- Rajkot નિવૃત ડે.કલેક્ટર સાથે રૂ. 64 લાખની ઠગાઈ , કમિશન એજન્ટની ધરપકડ
- Rajkot કચરો ફેંકવા મામલે દંપતી પર ચાર શખ્સોએ લોખંડના એન્ગલ વડે હુમલો
- Rajkot રાજકોટમા ફૂડ પેકેટના કોન્ટ્રાકટ અપાવી દેવાનું કહી રૂ. 14.41 લાખની ઠગાઈ
- Rajkot સગીરા અને પરિણીતાને દેહ વેપારમાં ધકેલી દેનાર મહિલા સહીત ત્રિપુટી ઝડપાઈ
- Rajkot મામૂલી રકમની ઉઘરાણી કરતા શ્રમિકના હાથ-પગ ભાંગી નખાયા
- Rajkot દુકાનો અને એપાર્ટમેન્ટમાં ચોરીને અંજામ આપનાર તસ્કર ટોળકી ઝડપાઈ
Author: Vikram Raval
Gandhinagar,તા.૧૭ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રીયુત્ત આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની મૂલાકાતે આવેલું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી હતી. શિઝૂઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉધોગોમાં ચોથા ક્રમનું અગત્યનુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહિ, સૂઝુકી, યામાહા, હોન્ડા અને ટોયટો જેવા ઓટોમોબાઇલ…
Rajkotતા.૧૭ રાજકોટના ટીપીઆર ગેમઝોનમાં ૩૦થી વધુ લોકો હોમાઈ ગયા બાદ વહીવટી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે. આ મામલે ઝડપી તપાસ ચાલી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, જવાબદાર લોકો સામે પગલાં લેવાઈ રહ્યા છે. સાથે જ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. ત્યારે હવે ટીઆરપી અગ્નિ કાંડ મામલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી પોલીસ તપાસ પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અગ્નિકાંડ મામલે હજુ પણ કેટલાક લોકોને છાવરવામાં આવી રહ્યા છે. માત્ર નાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અમે રાજકોટ કલેકટરને અરજી કરશું કે…
Rajkot,તા.૧૭ રાજકોટ શહેર, જિલ્લામાં ગેરરીતિ આચરનાર સંચાલકો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મળેલી બાતમીના આધારે અનેક મેડિકલ સ્ટોર પર તપાસ શરુ કરી હતી. જે પછી ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, ક્રિષ્ના સર્જીટેક, લેજોરા ફોર્મ્યુલેશનના લાયસન્સ રદ કર્યા છે. તો નેપ્ચ્યુન ફાર્મા, સુરભી મેડિકલ સ્ટોર, પ્રગતિ મેડિકલ સ્ટોર સામે પણ તવાઈ હાથ ધરી છે. આ સિવાય નશીલી સીરપ વેચનાર ૨ મેડિકલ સ્ટોર સંચાલકો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ મેડિકલ સ્ટોર સંચાલકો કોઇપણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા હોવાનું સામે આવ્યુ છે.
શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન બની હોવાનો વાલીઓનો આક્ષેપ Bhavnagar,તા.૧૭ ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં વીજપ્રવાહ બંધ થઈ જતા વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. જેથી સંચાલકોએ વિદ્યાર્થિનીઓના વાલીઓને બોલાવ્યા હતા. જે બાદ વાલીઓ વિદ્યાર્થિનીઓને હૉસ્પિટલ લઈ ગયા હતા. એટલું જ નહીં વિદ્યાર્થિનીના વાલીનો આક્ષેપ છે કે, મસમોટી ફી લેતી શાળાઓ વિદ્યાર્થીઓને પાયાની સુવિધા નથી આપી રહી. અને વિદ્યાર્થિનીઓની તબિયત લથડી છતાં તેમની હૉસ્પિટલ તાત્કાલિક ન લઈ ગયા. જ્યારે ઈન્સ્ટિટ્યુટના મેનેજમેન્ટે બચાવ કર્યો કે, તેમણે વિદ્યાર્થિનીઓની પ્રાથમિક તપાસ કરાવી હતી. આ મામલે શિક્ષણાધિકારીએ કહ્યું કે, તેમની ટીમ તપાસ…
Lucknow,તા.૧૭ સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપમાં ખુરશીની લડાઈ ચાલી રહી છે જેના કારણે શાસન અને પ્રશાસન બેક બર્નર પર આવી ગયું છે. ભાજપમાં જનતા માટે વિચારનાર કોઈ નથી. ભાંગફોડની રાજનીતિનું જે કામ ભાજપ પહેલા અન્ય પક્ષોમાં કરતી હતી, હવે તે જ કામ પોતાની પાર્ટીમાં કરી રહી છે, જેના કારણે ભાજપ આંતરિક વિખવાદની દલદલમાં ધકેલાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ભાજપ વર્કિંગ કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યું હતું કે સરકાર કરતા પણ મોટું સંગઠન છે. જેને લઈને પાર્ટીમાં રાજકીય ગરમાવો ફાટી નીકળ્યો હતો. કેશવ મૌર્ય એક મહિનામાં રાજ્યમાં કેબિનેટ અને અન્ય બેઠકોમાં હાજર રહ્યા…
Anand,તા.૧૭ ગુજરાતના ખાણખનીજ વિભાગે આણંદની સન પેટ્રોકેમિકલ્સને છ કરોડનો દંડ ફટકાર્યો છે. કંપની છેલ્લા દસ મહિનાથી મંજૂરી વગર વડગામના દરિયાઈ અખાતમાંથી માટી કાઢતી હતી. આના લીધે તે સવાલ ઉદભવે છે કે કંપની દસ મહિના સુધી આ રીતે માટી કાઢતી રહી તો ખાણ અને ખનીજ વિભાગ શું કરતો હતો. આટલા સમય પછી કેમ કાર્યવાહી કરવામાં આવી. આટલા સમય સુધી કેમ કોઈ પગલાં ન લેવાયા તેવા અનેક સવાલ ઉદભવે છે. દિલીપ સંઘવીની કંપનીને દંડ કરવામાં આવ્યો તેની સાથે તે સવાલ પણ ઉદભવ્યો છે કે જિલ્લા વહીવટીતંત્રએ દસ મહિના સુધી કેમ આ બાબતની કોઈ સુધ લીધી નહીં. રાજ્યના પર્યાવરણ વિભાગ અને ખાણખનીજ વિભાગની…
Bhuj,તા.૧૭ કચ્છમાં ભચાઉ ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત છ્જીની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી. પરંતુ, ઘર પર તાળું જોઇ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી. ત્યાર બાદથી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી. જો કે, પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ…
Chandigarh,તા.૧૭ હરિયાણામાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતની હેટ્રિક ફટકારવા માટે બેતાબ છે. ચૂંટણી પહેલા હરિયાણાની ભાજપ સરકારે અગ્નવીર યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું છે કે રાજ્ય સરકાર પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિશામકોને ૧૦ ટકા અનામત આપશે. આ ઉપરાંત તેમના માટે અન્ય ઘણી લાભદાયી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. મુખ્યપ્રધાન સૈનીએ બુધવારે અગ્નિશામકો માટે મોટી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “હરિયાણા સરકાર પોલીસ ભરતીમાં તેમજ માઈનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિશામકો માટે ૧૦ ટકા અનામતની વ્યવસ્થા કરશે.” મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસ અને ફોરેસ્ટ વગેરે જેવી સેવાઓમાં…
New Delhi, તા.૧૭ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના ઈન્ડિયા બ્લોકમાંથી અલગ થવાનો ગણગણાટ તેજ બન્યો છે. આ ક્રમમાં, મંગળવારે દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે, કારણ કે સાથે તેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે હતું.દિલ્હી કોંગ્રેસના વડા દેવેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની વોટ ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયા બાદ કાર્યકરો અને સામાન્ય લોકોમાં નવો ઉત્સાહ છે. આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વધુ સારું પ્રદર્શન કરશે, કારણ કે લોકો હવે પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે.પ્રીત વિહારમાં ક્રિષ્ના નગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધિકારીઓની બેઠકને સંબોધતા…
દિલ્હી હાઈકોર્ટે ૨૦૦ કરોડની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના પાલોઝાની અરજી ફગાવી દીધી છે New Delhi, તા.૧૭ દિલ્હી હાઈકોર્ટે ૨૦૦ કરોડની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના પાલોઝાની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે સુકેશની મોંઘી લક્ઝરી કારની હરાજી કરવા માટે ઈડીને પરવાનગી આપતા નીચલી કોર્ટના આદેશને જાળવી રાખતા કારની હરાજી કરવાની મંજૂરી આપી છે. આ તમામ ૨૬ લક્ઝુરિયસ કાર સુકેશે ગુનાની કમાણીથી ખરીદી હતી. કોર્ટે ટીપ્પણી કરી હતી કે આ વાહનો ચોક્કસ સમય પછી તૂટી જશે. તેથી, હવે તેમની હરાજી કરવી વધુ સારું રહેશે. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે કહ્યું કે જો વાહનને લાંબા સમય સુધી કન્ટેનર વેરહાઉસમાં…