- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
Author: Vikram Raval
America, તા.23 અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાંથી જો બાઇડેન ખસી જતાં હવે ડેમોક્રેટિક પાર્ટી કોને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવશે તેના પર સૌની નજર છે. બાઇડેને ઉપપ્રમુખ કમલા હેરિસનું નામ સૂચવતાં કમલા પ્રબળ દાવેદાર છે પણ તેમની સામે ગળાકાપ સ્પર્ધા છે. અંતિમ નિર્ણય શિકાગોમાં 19 ઓગસ્ટથી યોજાનારા ડેમોક્રેટિક પાર્ટીના વાર્ષિક નેશનલ કન્વેન્શનમાં થશે. ડેમોક્રેટિક પાર્ટીના 4000 ડેલીગેટ્સ કોને ઉમેદવાર બનાવવા તેનો અંતિમ નિર્ણય લેશે. કમલા હેરિસ સામે અત્યારે સૌથી મોટો પડકાર મિશેલ ઓબામાનો મનાય છે. આ સિવાય પ્રમુખપદ માટેની રેસમાં અન્ય પણ દાવેદારો મેદાનમાં છે. આ દાવેદારો કોણ કોણ છે તેના પર નજર નાંખી લઈએ. કમલા હેરિસ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ કમલાને બાઇડેન સિવાય બીજા…
New Delhi,તા.23 ભારતીય હવામાન વિભાગે આજે દેશભરમાં હવામાન કેવું રહેશે તે અંગે અપડેટ જાહેર કર્યું છે. IMDની આગાહી અનુસાર, આજે (23મી જુલાઈ) ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રમાં 24મી જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં 24મી જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 25મી અને 26મી જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 23મી અને 24મી જુલાઈએ મધ્યપ્રદેશ અને…
Rajkot ,તા.23 રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ, માણાવદરમાં 10 ઈંચ અને વિસાવદરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં…
Ahmedabad,તા.23 અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફિક પોલીસ, પોલીસ ઓથોરીટી, આરટીઓ સત્તાવાળાઓને બહુ જોરદાર રીતે આડા હાથે લીધા હતા. ટ્રાફિક પોલીસ-આરટીઓ ઓથોરીટીને હાઈકોર્ટે આડા હાથે લીધા જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે એક તબક્કે એટલી હદે માર્મિક ટકોર કરી હતી કે, થોડા આર્થિક લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ટ્રાકિકની સમસ્યાઓમાં હેરાન થઈ રહ્યા છે. હાઈકોર્ટે ટ્રાફિકની ખાડે ગયેલી સમસ્યાઓને સુધારવા અને જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના નિર્દેશો સાથે રાજયના…
Gandhinagar ,તા.23 સતત હરણફાળ ભરી રહેલી ટેક્નોલોજીથી ફૂડ ડિલિવરી-ટિકિટ બૂકિંગથી માંડીને બેન્કિંગના વ્યવહાર પણ એક ક્લિક દૂર થઈ ગયા છે. અલબત્ત ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં નાની એવી ગફલતથી પણ પરસેવાની કમાણી ગણતરીની – મિનિટમાં સફાચટ થઈ શકે છે. ગુજરાતમાં એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ-ડેબિટકાર્ડ-ઈન્ટરનેટથી છેતરપિંડીની 1349 ઘટના નોંધાઇ છે. અને જેમાં તેમણે કુલ રૂપિયા 49.92 કરોડ ગુમાવ્યા છે. છેતરપિંડીની રકમમાં પાંચ ગણો વધારો થયો ગુજરાતમાં ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે તેમ ફ્રોડના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. નાણકીય વર્ષ 2019-20માં ઓનલાઈન છેતરપિંડીની કુલ માત્ર 51 ઘટના હતી અને તેમાં ગુમાવ્યા હતા. આ પછી લોકોએ રૂપિયા 2.87 કરોડ 2020-21માં આ…
Gandhinagar ,તા.23 ગુજરાત મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવા બણાં ફુંકવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું છે. કેન્દ્ર સરકારના રુરલ હેલ્થ સ્ટેટેસ્ટીક્સ 2022ના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 334 કમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં પિડીયાટ્રીશિયન, ગાયનેક સહિત સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો જ નથી.ગુજરાતમાં માત્રને માત્ર 14 કમ્યુનિટી હેલ્થ સેન્ટર જ એવાં છે જ્યાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે. રાજ્યમાં ચાંદીપુરા વકર્યો છે ત્યારે બધુ રામભરોસે રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ વકર્યો છે ત્યારે પિડીયાટ્રિશિયન જ નથી તો બાળકોની સારવારને લઈને સવાલો ઉઠ્યા છે. આ જોતાં ગુજરાતમાં આરોગ્ય તંત્ર સદંતર ખાડે ગયુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. તેમાં ય ગામડાઓમાં તો આરોગ્ય તંત્ર રામભરોસે…
ભારતના ઘાકડ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ના એક નિવેદનને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે નારાજગી વ્યક્ત કરી છે. શમીના નિવેદનની આકરી પ્રતિક્રિયા આપતા પાક.ના પૂર્વ ક્રિકેટર કહ્યું હતું કે ‘શમીની ભાષા બહુ ખરાબ હતી અને તેને 300 દિવસ રડવાનો દિવસ રડવાનો વારો આવશે.’ બાસિત અલીએ શમીના શબ્દોને વખોડ્યો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી (Basit Ali)એ ભારતીય ફાસ્ટ બોલર શમીના શબ્દોને વખોડ્યો છે. અને શમીની ભાષાને બહુ ખરાબ ગણાવી છે. પૂર્વ પાકિસ્તાની બેટરે વધુમાં કહ્યું કે ‘ભારતીય ફાસ્ટ બોલરે તેના શબ્દો યોગ્ય રીતે પસંદ કરવા જોઈતા હતા.’ બાસિતે પોતાની યુટ્યુબ ચેનલ પર શમીના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું, ‘જો તમને લાગે કે…
માણાવદર પંથકમાં જળપ્રલય જેવી હાલત : પાણી ટ્રાન્સફોર્મર સુધી પહોંચી ગયું : ગામડાંમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં નુકસાન, 378 લોકોનું સ્થળાંતર : 8 દિવસની બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરાયા Manavadar ,તા.23 માણાવદર શહેરમાં 10 તેમજ જીંજરી, શેરડી, સરદારગઢ, ગણા સહિતના ગામડાઓમાં 14-15 ઇંચ તેમજ લીંબુડા, સરાડીયા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગામડાઓમાં નવથી દસ ઇંચ વરસાદ પડતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. માણાવદર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી પહોંચી ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી જતા 378 લોકોને સ્થળાંતર કરવું પડયું હતું. જ્યારે આઠ દિવસની એક બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરવા પડયું હતું. માણાવદર…
Surat ,તા.23 સુરત જિલ્લામાં શરૂ થયેલ મેઘરાજાની ધમાકેદાર ઇનિગ્સમાં ગત 24 કલાકમાં મૂશળધાર વરસાદ ચાલુ રહેતા પલસાણામાં 8.5 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સહિત તમામ તાલુકામાં સાંબલેધાર વરસાદી પાણી પડતા પાણીની રેલમછેલ થઇ હતી. ભારે વરસાદના કારણે કોઝવે ઓવરટોપીંગ થવાના કારણે તથા રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક ગામો સંર્પક વિહોણા બન્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની થયેલી આગાહી વચ્ચે રવિવાર મોડી સાંજે છ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના લીધે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. રવિવારે સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીના 24 કલાકમાં પલસાણા તાલુકામાં 8.5…
Surat ,તા.23 સુરત શહેરમાં આજે દિવસના મેઘરાજાનું જોર યથાવત રહેતા સરથાણા ઝોનમાં 6 ઇંચ, લિંબાયત, વરાછામાં 5.50 ઇંચ સહિત તમામ ઝોનમાં દેમાર વરસાદના કારણે 12 કલાકમાં સરેરાશ 3.35 ઇંચ અને 24 કલાકમાં સરેરાશ 8.63 ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેરમાં પૂર વગર પાણીથી શહેર તરબોળ થઇ ગયુ હતુ. ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં રવિવારે સાંજે છ વાગ્યાથી શરૂ થયેલ આક્રમક વરસાદનું જોર આજે પણ યથાવત રહ્યુ હતુ. આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના 12 કલાકમાં સરથાણા ઝોનમાં છ ઇંચ, રાંદેર, વરાછા ઝોનમાં 5.50 ઇંચ સહિત તમામ ઝોનમાં 671 મિ.મિ અને સરેરાશ 3.35 ઇંચ વરસાદી પાણી પડયું…