Author: Vikram Raval

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે Mumbai, તા.૨૨ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે, જેમાં રામ ચરણને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે વિક્ટોરિયન સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઉજવણી કરે છે.  આઈએફએફએમ દ્વારા સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી ફૅન્સ ઘણા ઉત્સુક છે. તેમની જાહેરાતમાં તેમણે ઉત્સાહપૂર્વક રામ ચરણને આવકારીને તેને ‘ગ્લોબલ સ્ટાર’…

Read More

ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે Mumbai,તા.૨૨ ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે. ઘણા લોકોને એવી આશા કે એવો વિશ્વાસ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખશે અને ‘પુષ્પા’થી પણ વધુ સારી બનશે. તેથી ફિલ્મ તેની જાહેર થયેલી તારીખે રિલીઝ થશે કે પછી તેની રિલીઝ પાછી ઠેલાશે તે બાબતે અલ્લુ અર્જુનના ફૅન્સ થોડા ચિંતામાં હતા. એવી પણ ચર્ચાઓ ચાલી રહી  છે કે અલ્લુ અર્જુન અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર વચ્ચે મતભેદ થવાથી ફિલ્મનું…

Read More

ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ ફિલ્મમાં દેવ અને કલકી નામના એવા ભાઈ-બહેનની વાત છે Mumbai, તા.૨૨ દિવ્યેન્દુને દર્શકો ‘મિર્ઝાપુર’ના મુન્ના ભૈયા અને ‘રેલવે મેન’નાં ચોર જેવી ગંભીર ભૂમિકાથી માંડીને ‘મડગાંવ એક્સ્પ્રેસ’માં કોમેડી રોલ સહિત દરેક પાત્રમાં પસંદ કર્યો છે. હવે તેની વધુ એક કોમેડી ફિલ્મ આવી રહી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા ‘લાઇફ હિલ ગઈ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં તેની બહેનમાં રોલમાં કુશા કપિલા જોવા મળશે. ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ ફિલ્મમાં દેવ અને કલકી નામના એવા ભાઈ-બહેનની વાત છે, જેઓ શહેરના એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, પરંતુ પોતાની સંપત્તિ અને પરિવારની મિલકત…

Read More

ઇન્સ્ટાગ્રામ પર તેણે ફિલ્મનાં સ્ક્રિનિંગ વખતની તેમજ સેટ પર તેણે કરેલાં કામ વખતની તસવીરો શેર કરી હતી Mumbai, તા.૨૨ વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ‘બૅડ ન્યૂઝ’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાથે સુષ્મિતા સેનની દિકરી રિની સેન પણ જોડાયેલી છે, તેમાં તેણે ઇન્ટર્ન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે આ ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ તેમજ આભાર પ્રકટ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે ફિલ્મનાં સ્ક્રિનિંગ વખતની તેમજ સેટ પર તેણે કરેલાં કામ વખતની તસવીરો શેર કરી હતી. તેણે ફિલ્મના ડિરેક્ટર આનંદ તિવારી સાથે પણ એક તસવીર શેર કરી હતી, જેમાં…

Read More

Dwarka, તા,22 રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ, રાજ્યમાં બપોરના 12  વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ કયા વિસ્તારોમાં કેવો છે વરસાદી માહોલ. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો…

Read More

Surat, તા,22 સુરત પાલિકાના વરાછા ઝોનમાં સરથાણા વિસ્તારમાં ખાડી કિનારાનો કોર્નરનો રોડ અચાનક બેસી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. એક તરફ ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણીનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે ખાડી કિનારાનો રોડ અચાનક બેસી પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. પાલિકાએ બેરિકેડિંગ કરીને કામગીરી તો શરુ કરી છે પરંતુ આ રોડમાં મોટો ખાડો પડી ગયો છે તેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સુરતમાં 21 જુલાઈની રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સાથે રોડનું ધોવણ પણ ભારે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. હાલમાં મ્યુનિસિપલ  કમિશ્નરે સૂચના…

Read More

Surat, તા,22 સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત સુરતમાંથી પસાર થતી રેલવે લાઈન નીચે વાહન વ્યવહાર માટે જે ગરનાળા બનાવવામા આવ્યા છે તે ગરનાળામાં પણ પાણીનો ભરાવો થતાં તમામ ગરનાળા વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પાણી હોવા છતાં કેટલાક વાહન ચાલકોએ વાહન પસાર કરવા માટે ગયા હતા પરંતુ તેમના વાહનો બંધ થતાં ભેરવાયા હતા. સુરત શહેર અને વરાછા વિસ્તારને જોડતું સુર્યપુર ગરનાળું આજે ભારે વરસાદના કારણે ભરાઈ ગયું હતું. સુરતીઓ અને વરાછાવાસીઓ માટે શહેરમાં પ્રવેશ માટે કે વરાછા જવા માટે આ ગરનાળું મુખ્ય રસ્તો છે પરંતુ આજે…

Read More

Surat, તા,22  સુરતમાં રવિવારે મોડી સાંજથી વરસાદની ધુંઆધાર બેટિંગ બાદ રાત્રિના સમયે થોડો પોરો ખાધો હતો પરંતુ વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ પાલિકાના લિંબાયત ઝોનમા ડુંભાલમાં આવેલા ઓમનગરમાં વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. સુરતમાં ગઈકાલે સાંજથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે ગઈકાલે લિંબાયત ઝોનના જવાહર નગર તથા સૂર્યનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ખાડી કિનારે આવેલા આ વસાહતમાં પાણીનો ભરાવો થતાં 12 લોકોને પાલિકાની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા…

Read More

Surat, તા,22 સુરતમાં સતત બીજા દિવસે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે વરસાદ સુરતીઓને ધમરોળી રહ્યો છે તેમાં પણ સુરત પાલિકાના વીઆઈપી અને મોડેલ ઝોન ગણાતા અઠવા ઝોનની હાલત પણ ભારે વરસાદના કારણે કફોડી બની ગઈ છે. અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ અનેક રોડ જાણે નહેર કે નદી હોય તેવી રીતે પાણીમાં ડુબી ગયાં છે. સુરત પાલિકાનો અઠવા ઝોન પાલિકાના તમામ નવ ઝોનમાં મોડેલ ઝોન કહેવાય છે. આ ઝોનમાં પણ આ વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી સામે ભારે અસંતોષ દાખવવામાં આવ્યો હતો. પહેલા થોડા વરસાદમાં કેટલાક સ્થળોએ પાણીનો ભરાવો થયો હતો. પરંતુ ગઈકાલે રાત્રે અને આજે સવારથી…

Read More

Mumbai, તા,22 પ્રભાસની આગામી ફિલ્મમાં પાકિસ્તાનની સજલ અલી હિરોઈન બનશે તેવી ચર્ચા છે. સજલ અલી અગાઉ શ્રીદેવીની ‘મોમ’ ફિલ્મમા તેની દીકરીની ભૂમિકામાં જોવા મળી હતી. સાઉથના ડાયરેક્ટર હનુ રાઘવપુડી એક પિરિયડ રોમાન્ટિક ડ્રામા પ્લાન કરી રહ્યા છે. તેના મુખ્ય હિરો તરીકે પ્રભાસ નક્કી છે. તેની હિરોઈન તરીકે સજલ અલીને ફાઈનલ કરી  લેવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, આ વિશે કોઈ અધિકૃત ઘોષણા થઈ નથી. ઉરી એટેક બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર  પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ, થોડા મહિનાઓ પહેલાં બોમ્બે હાઈકોર્ટે આવા કોઈ પણ પ્રકારના પ્રતિબંધને ફગાવી દીધો હતો. તે પછી પાકિસ્તાની કલાકારોનો ભારતીય પ્રોજેક્ટસમાં કામ કરવાનો માર્ગ મોકળો થયો છે.…

Read More