Author: Vikram Raval

Mumbai, તા,22 બોલીવૂડ એકટ્રેસ અનન્યા પાંડે અને ક્રિકેટર હાર્દિક પંડયા વચ્ચે નિકટતા વધી હોવાના સંકેત છે. બંને એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગ્યાં છે. તાજેતરમાં એક ફંકશનમાં પણ આદિત્ય અને હાર્દિક બહુ આત્મિયતા પૂર્વક એકબીજા સાથે હળી મળી  રહ્યાં હોવાનું  કેટલાક વાયરલ વીડિયો પરથી જણાયું હતું. તે પછી હાર્દિક અને અનન્યા એકમેકને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગતાં એ પણ નક્કી થઈ ગયું છે કે બંને વચ્ચેની એ નિકટતા એકાદ પ્રસંગ પૂરતી મર્યાદિત ન હતી. અનન્યા પાંડેનું અફેર લાંબા સમય સુધી આદિત્ય રોય કપૂર સાથે ચાલતું હતું. જોકે, થોડા સમય પહેલાં જ બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. બીજી તરફ…

Read More

Mumbai, Date, 22 જાહ્વવી કપૂરને ફૂડ પોઈઝનિંગના કારણે એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હવે ખુદ બોની કપૂરે કન્ફર્મ કર્યા પ્રમાણે તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. જાહ્વવીને ગઈ તા. ૧૮મીએ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. તેની હાલત કથળતાં તાબડતોબ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બોની કપૂરે કન્ફર્મ કર્યા અનુસાર જાહ્વવીને શનિવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. જોકે, જાહ્વવીને હજુ પણ ભારે નબળાઈ લાગી ર હી છે. આથી તે થોડા દિવસો ઘરે બેડરેસ્ટ જ કરે તેવી સંભાવના છે. હોસ્પિટલમાં અને હાલ ઘરે આરામ દરમિયાન પણ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સતત જાહ્વવીની પડખે ને પડખે જ રહ્યો છે અને તેની સારસંભાળ લઈ…

Read More

Mumbai, તા,22 અભિનેત્રી રિયા ચક્રવર્તીએ કબૂલ્યું છે કે તેની પાસે હાલ કોઈ ફિલ્મો નથી. આવકનો એક સ્ત્રોત બંધ થતાં તે હાલ મોટિવેશનલ વીડિયો બનાવીને કમાણી કરી રહી છે. રિયાએ પોતાનું એક પોડકાસ્ટ શરુ કર્યું છે. તેમાં તેણે સુસ્મિતા સેન સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાના વિશે પણ કેટલીક માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે પોતે હાલ એક્ટિંગ કરતી નથી. પોતાની પાસે કોઈ ફિલ્મ હાથ પર જ નથી. આ સંજોગોમાં લોકોને સ્વાભાવિક રીતે જ એવો સવાલ થાય તે હું કમાણી માટે શું કરું છું. તેનો જવાબ આ પોડકાસ્ટ છે. હું મોટિવેશનલ વીડિયો બનાવું છું અને તે દ્વારા આવક…

Read More

Mumbai, તા,22 અભિનેતા સૂર્યાની આગામી ફિલ્મ કંગુવા ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. તેવામાં  આ ફિલ્મમાં તેના ત્રણ અલગ-અલગ અવતાર જોવા મળવાના હોવાની વાત છે. નિર્માણ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મ કંગુવામાં સૂર્યા ૩ અવતારમાં જોવા મળવાનો છે. અત્યાર સુધી ન જોવા મળેલા તેના આ લુક માટે તેણે ઘણું ટાન્સફોર્મેશન કર્યું છે. તેનું દરેક પાત્રનો અલગ લુક હશે જે અત્યાર સુધીમાં જોવા મળ્યો નથી. તેના લુક ફિલ્મની વાર્તા સાથે સંકળાયેલા હશે. સૂર્યાની કંગુવા ફિલ્મ આ વરસની સૌથી વધુ બજેટ ધરાવતી ફિલ્મ હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મ બનાવામાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુ નાણાં રોકવામાં આવ્યા છે.…

Read More

Mumbai, તા,22 વિક્કી કૌશલ અને તૃપિતી ડીમરીની ફિલ્મ બેડ ન્યુઝ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેકશન કરી રહી છે. આ ફિલ્મમાં દર્શાવામાં આવેલ પ્રણય ત્રિકોણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. ફિલ્મમાં વિક્કી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક લીડ રોલમાં કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના પોર્ટલના એક રિપોર્ટના અનુસાર, વિક્કી કૌશલની બેડ ન્યુઝ ફિલ્મે પહેલા દિવસે જ ૮.૫૦ કરોડ રૂપિયાથી વધુ કલેકશન કર્યું હોવાનો અંદાજ છે. વિક્કી કૌશલની  સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે.  જ્યારે અક્ષય કુમારની સરફિરાએ  પ્રથમ દિવસે ફક્ત ૨. ૫ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. વિક્કી કૌશલની ફિલ્મના બોક્સઓફિસ કલેકશનના આંકડા હજી વધવાની શક્યતા છે.…

Read More

Mumbai, તા,22 શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ ‘દેવા’ની રીલિઝ પાછળ ઠેલાઈ ગઈ છે. મૂળ આ દશેરાએ રીલિઝ થનારી ફિલ્મ હવે આવતાં વર્ષે વેલેન્ટાઈન ડેના રોજ રજૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દશેરાએ આલિયા ભટ્ટની ખુદની પ્રોડક્શન કંપનીની ફિલ્મ ‘જિગરા’ તથા રાજ કુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પણ રીલિઝ થવાની છે. હવે ‘દેવા’ આ સ્પર્ધામાંથી ખસી જતાં આ બે ફિલ્મોને તેટલો ફાયદો થશે તેમ મનાય છે. આવતાં  વર્ષે વેલેન્ટાઈન ડે એ જ નિર્માતા આનંદ એલ રાયની ‘નખરેવાલી’ પણ રીલિઝ થવાની છે. જોકે, ‘નખરેવાલી’ સંપૂર્ણપણે રોમાન્ટિક ફિલ્મ છે જ્યારે ‘દેવા’ એક એક્શન ફિલ્મ  છે.…

Read More

Mumbai, તા,22 વેબ સીરિઝ ‘ડયૂનઃ પ્રોફેસી’માં તબૂનો લૂક પ્રગટ કરાયો છે. આ સીરિઝનું બીજું ટીઝર રીલિઝ કરાયું હતું. તેમાં છેલ્લે તબુ જોવા મળે છે. ભારતીય ચાહકો તબુના એકદમ રાજસી અને સત્તાવાહી લૂક પર આફરીન પોકારી ગયા છે.  આ સીરિઝ આગામી નવેમ્બરમાં રજૂ થવાની છે. તેમાં તબુ સિસ્ટર  ફ્રેન્સેસ્કાનું પાત્ર ભજવી રહી છે.  તબુ અગાઉ ‘લાઈફ ઓફ પાઈ’, ‘નેમસેક’ અને ‘ધી સ્યુટેબલ બોયઝ’ સહિતના હોલીવૂડ પ્રોજેક્ટસમાં કામ કરી ચૂકી છે. ‘ડયૂનઃપ્રોફેસી ‘ સીરિઝમાં તેનું પાત્ર એક મહત્વાકાંક્ષી અને શક્તિશાળી મહિલાનું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એક સમયે રાજાની નિકટવર્તી સિસ્ટર ફ્રેન્સેસ્કા રાજવી પરિસરમાં પરત ફરે છે અને કેવી રીતે સત્તાનું સંતુલન સાધે…

Read More

Mumbai, તા,22 ટી સીરિઝના માલિક ભૂષણ કુમારની કઝિન તથા એક્ટર-પ્રોડયૂસર ક્રિશન કુમારની દીકરી ટિશાનું ૨૧ વર્ષની વયે નિધન થતાં બોલીવૂડ વર્તુળોમાં શોકની લાગણી છવાઈ છે. ટી સીરિઝના વર્તુળોના જણાવ્યા અનુસાર ટિશાને કેન્સરનું નિદાન થયું હતું. પરિવારજનો તેને સારવાર માટે જર્મની લઈ ગયા હતા. જોકે, ત્યાં  તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બોલીવૂડના ટોચના ફિલ્મ નિર્માણ અને મ્યુઝિક પ્રોડક્શન હાઉસના  પરિવારમાંથી હોવા છતાં પણ ટિશા હમેશા લો પ્રોફાઈલ રહી હતી. તે ટી સીરિઝ ના પ્રોડક્શન હેઠળની ફિલ્મોના સ્ક્રિનિંગ વખતે દેખાતી હતી. ટિશાના પિતા ક્રિશ્ન કુમારે દાયકાઓ પહેલાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ  કર્યું છે.

Read More

Mumbai, તા,22 વર્ષ 1975માં બનાવાયેલી દેશની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જય સંતોષી માં’ના નિર્માતા સતરામ રોહરાનું નિધન થયું છે. 85 વર્ષીય રોહરાએ વિશ્વને અલવિદા કહી દીધું છે, જોકે તેમની આ ફિલ્મ હંમેશા તેમની યાદ અપાવશે. આ ફિલ્મે એવા રેકોર્ડો તોડ્યા છે, જેને આજસુધી કોઈપણ ફિલ્મ તોડી શકી નથી. ‘જય સંતોષી માં’ ફિલ્મે ‘શોલે’ને આપી હતી જોરદાર ટક્કર સતરામ રોહરાની સૌથી મોટી ફિલ્મ ‘જય સંતોષી માં’ હતી, જેણે બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. એટલું જ નહીં. તેમની ફિલ્મ રિલિઝ થઈ ત્યારે ભારતીય સિનેમા જગતની સૌથી મોટી ફિલ્મ ‘શોલે’ પણ ક્લેશ થઈ હતી, જોકે મુશ્કેલ સ્પર્ધા વચ્ચે પણ ‘જય સંતોષી…

Read More

Mumbai, તા,22 આયુષ્માન ખુરાના અને દિગ્દર્શક રાજ શાંડિલ્યએ ૨૦૧૯માં ડ્રીમ ગર્લમાં સાથે કામ કર્યું હતું હતું. જે તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ પછી ૨૦૨૩માં આ ફિલ્મની સિકવલ પણ હિટ રહી હતી. ડ્રીમ ગર્લ અને ડ્રીમ ગર્લ ટુ પછી હવે ફરી આયુષ્માન ખુરાના અને રાજ શાંડિલ્ય સાથે કામ કરવાના છે. એક રિપોર્ટના અનુસાર રાજ શાંડિલ્યએ એક કોટુંબિક કોમેડી ફિલ્મ લખી છે. જેમાં આયુષ્માનને રસ પડયો છે. જોકે અભિનેતા અને દિગ્દર્શકે સત્તાવાર સમર્થન આપ્યું નથી. જો બધુ સમૂસુથરું પાર પડશે તો આ ફિલ્મનું જલદી જ શૂટિંગ શરૂ થાય તેવી પૂરી શક્યતા છે. આ ફિલ્મ એક સ્ટેન્ડ અલોન …

Read More