Author: Vikram Raval

New Delhi , તા.19 માઈક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મધ્ય અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યે અનેક કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે, તેમના લેપટોપ અને કોમ્પ્યુટર આપમેળે બંધ થઈ ગયા છે. જેના લીધે બેન્કોથી માંડી સ્ટોક એક્સચેન્જ, એરલાઈન્સના કામકાજ પર અસર થઈ છે. મુસાફરો ચેક-ઈન કે ચેક આઉટ કરવા અસમર્થ બન્યા છે. અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકામાં 147 એરલાઈન્સ રદ્દ કરવામાં આવી છે. સ્ક્રિન પર એકાએક બ્લ્યૂ સ્ક્રિન આવી ગઈ આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની…

Read More

America, તા.19 દુનિયાભરમાં વિન્ડોઝ પર કામ કરતાં તમામ આઇટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક બંધ પડી ગયા હતા. ટેક્નિકલ ખામીનાં કારણે દુનિયામાં ઘણા એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. ક્યાંક રેલ નેટવર્ક ખોરવાયું તો ક્યાંક બેન્કિંગ સર્વિસને અસર થઈ હતી. આ તમામ ઘટનાઓ પાછળ ખરેખર કારણ શું હતું એ જાણવા મળી ગયું છે. વિન્ડોઝ યુઝર્સને તેઓનાં સ્ક્રીન પર બ્લૂ સ્ક્રીન ઑફ ડેથ (BSOD) જોવા મળે છે. આ તકલીફ ક્રાઉડ સ્ક્રાઇક અપડેટ પછીથી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો અને મોટી મોટી કંપનીઓ આ તકલીફના કારણે પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે ક્લાઉડ સર્વિસને અસર થયા બાદ આ અંગે જાણકારી આપી હતી.…

Read More

America, તા.19 દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી. અમેરિકામાં 200થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.  આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો…

Read More

America, તા.19 અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો નવેમ્બરમાં હું અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈશ તો રશિયા અને યુક્રેન યુદ્ધ સહિત દુનિયાભરમાં ચાલતા સંકટના ફક્ત એક ફોન કૉલ દ્વારા ઉકેલ લાવી દઇશ. રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિસ્કોન્સિનના મિલ્વૌકીમાં 2024 રિપબ્લિકન નેશનલ કન્વેન્શનને સંબોધી રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેન સામે તાક્યું નિશાન  રિપબ્લિકન્સને સંબોધતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્તમાન સરકારને હાલમાં જે આંતરરાષ્ટ્રીય સંકટ પેદા થયા છે તે હું ખતમ કરી દઈશ. બાઈડેન સામે નિશાન તાકતાં ટ્રમ્પે કહ્યું કે હું આ શબ્દનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીશ – બાઈડેન. હું હવે આ શબ્દ નહીં વાપરું. ફક્ત એક જ વખત.…

Read More

Britain , તા.19 બ્રિટન (UK) લીડ્સ શહેરમાં ગત રાતે જોરદાર રમખાણો થયા હતા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચોવચ એકત્રિત થઈ ગયા અને ભારે તોફાન મચાવ્યું હતું. લોકોએ આ દરમિયાન બસને આગ ચાંપી દીધી હતી. પોલીસની ગાડીઓને પણ નિશાન બનાવીને તોડફોડ મચાવાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ ઘટનાના વીડિયોમાં રમખાણકારોની ભીડ વચ્ચે બાળકો પણ દેખાઈ રહ્યા છે. કેમ રમખાણો ભડક્યાં?  માહિતી અનુસાર આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી છે જે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી ચાઈલ્ડ કેર હોમમાં રાખવા માગતી હતી. તેના જ વિરોધમાં લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. વેસ્ટ યોર્કશાયર પોલીસે કહ્યું કે લીડ્સના હેરહિલ્સ વિસ્તારની લક્ઝર સ્ટ્રીટ…

Read More

Jharkhand, તા.19 ઝારખંડના પાકુડમાં એક સગીર બાળકીનો વીડિયો વાયરલ કરનાર આરોપીને માર મારવા બદલ હિંસા વકરી હતી. આ હિંસાએ વિકરાળ સ્વરૂપ લેતાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ પર પણ હુમલો થતાં 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ભાજપે આરોપ મૂક્યો છે કે, હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવતાં તેઓ પલાયન કરવા મજબૂર બન્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અને સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે, ઝારખંડના સંથાલ પરગણામાં કાશ્મીર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિંસા બાદ ગામનો વીડિયો રજૂ કરતાં સાંસદ દુબેએ જણાવ્યું હતું કે, ઝારખંડમાં કોંગ્રેસના શાસનમાં પાકુડના તારાનગર ઈલામી ગામ વેરાન થઈ ગયું છે. સગીર બાળકીનો વીડિયો…

Read More

Mumbai , તા.19 ભારતીય ક્રિકેટ ટીમ 27 જુલાઈથી 30 જુલાઈ માટે ત્રણ ટી-20 મેચની સીરીઝ રમવા માટે  શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ માટે 18 જુલાઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ  ભારતીય ટીમની જાહેરાત કરી છે. પરંતુ આ ટીમને જોઈને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બીસીસીઆઈની આકરી ટીકા કરી હતી. આ ખેલાડીઓને પસંદ ન કરવા પર વ્યક્ત કરી નારાજગી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ માટે પસંદ થયેલી ટીમ બાબતે બીસીસીઆઈ પર ગુસ્સે થયા હતા. તેમણે આ બાબતે ટ્વીટ કર્યું હતું કે, ‘આ મહિનાના અંતમાં યોજાનારી ભારતીય ટીમના શ્રીલંકા…

Read More

Talala , તા.19 તાલાલા શહેરના તથા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી અવિરત વરસાદ વરસી પડયો હતો, જે સાંજ સુધીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ગીરના જંગલમાં વધુ અને વ્યાપક વરસાદથી તાલાલા શહેર સહિત તાલાલા પંથકનાં મોટાભાગના નદી નાળા છલકાઈ ગયા છે. તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી તથા માધુપુર ગીર ગામમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ઘોડાપુર આવતા પુર જોવા લોકોનો પ્રવાહ નદી તરફ ઉમટયો હતો. તાલાલા તાલુકાનું ગીરના જંગલમાં આવેલ વાડલા ગીર ગામ વિખુટું પડી ગયું છે. આંકોલવાડી ગીર અને વાડલા ગીર ગામ વચ્ચે આવેલ મોટા વોંકળાના બેઠા પુલમાં પુરના પાણી ફરી વળતા અવરજવર સંપૂર્મ બંધ થઈ છે.…

Read More

Ahmedabad, તા.19 અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને રસ્તાઓ ઉપર ભૂવા પડવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે (18મી જુલાઈ) સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જોરદાર ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ યોગ્ય રીતે રીપેરીંગની કામગીરી કરવામાં આવી છે તેવા દાવાઓ કરવામાં આવે છે. તેમ છતાં શહેરના રસ્તાઓ ઉપર અવારનવાર કેમ મસમોટા ભૂવાઓ પડે છે? અમદાવાદ કોર્પોરેશનના એન્જિનિયરો શું કરી રહ્યા  છે? આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની તેમજ કોઈ કામગીરી માટે રોડ ખોલવાની અને રોડ બંધ કરવાની શું પોલીસી છે તે રજૂ કરવી જસ્ટિસ અલ્પેશ વાય કોગજે અને જસ્ટિસ…

Read More

Vadodara, તા.19 સોશિયલ મીડિયા તેમજ ફિલ્મો,ટીવી સિરિયલોની ટીનેજર્સ પર કેવી અસર થાય છે તેના વારંવાર કિસ્સા પ્રકાશમાં આવેછે. કેટલાક કિસ્સામાં તો વાલીઓની હાલત ન કહેવાય ન સહેવાય જેવી થતી હોય છે. વડોદરામાં આવો જ વધુ એક કિસ્સો બનતાં છકી ગયેલી 16 વર્ષની પુત્રીની શાન ઠેકાણે લાવવા વિધવા માતાએ અભયમની મદદ લીધી હતી. ૩૨ વર્ષના બોયફ્રેન્ડના પ્રેમમાં પડેલી 16 વર્ષીય સગીરા ભણવામાં પણ ધ્યાન આપતી નથી અને લગ્ન કરવાની જિદે ચડી છે. પિતાનું છત્ર ગુમાવનાર સગીરા પર માતા અને 16 વર્ષના ભાઇની જવાબદારી આવી પડી હતી. પરંતુ તે જવાબદારી નિભાવવાના બદલે પ્રેમમાં પાગલ જેવી થઇ ગઇ છે. માતાએ અભયમની મદદ માંગતા…

Read More