- Jamnagar: ૨,૪૦૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથા અને રૂપિયા પોણા આઠ લાખની માલમત્તા સાથ બે શખ્સો પકડાયા
- Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ ના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ ૨૮૮ કેસ કરાયા
- Jamnagar: ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા ૩ ફરારી આરોપીઓને ઝડપી લેવાયા
- Savarkundla: સમસ્ત કોળી યુવા સંગઠન ગામડે ગામડે સક્રિય-ગાધકડા ગામે મિટિંગનું આયોજન
- Surendranagar: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત
- Morbi: સામાકાંઠે પાણીની લાઈન શિફટીંગ કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે
- Morbi: ચારિત્ર્ય અંગે શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી પતિ ફરાર
- Morbi: અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા
Author: Vikram Raval
Pakistan, તા.18 દેવામાં ડૂબેલા પાકિસ્તાનની સ્થિતિ કંગાળ થઈ ગઈ છે. લોકોને પોતાની પ્રાથમિક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. પાકિસ્તાનમાં મોંઘવારી પહેલેથી જ ચરમસીમાએ પહોચી ગઈ છે. પરંતુ હવે રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે મોંઘવારીએ ફરી પાકિસ્તાની લોકોના ખિસ્સા ખાલી કર રહી છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ચીનના દેવા નીચે દબાય ગયું છે. સરકારે આઈએમએફ(IMF) પાસે ભીખ માંગવાની જરૂર પડી છે. આઈએમએફે પાકિસ્તાનને પૈસા આપવા માટે ત્યાની સરકાર સામે કઠોર શરતો મૂકી છે. જે સરકાર માટે આફતરૂપ બની છે. દેશમાં લોટની કિંમત 800 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો અને તેલ 900 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. સ્થિતિ એટલી ખરાબ…
Madhya-Pradesh, તા.18 તમે વિશેષ અવસર પર મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાના સમાચાર જોયા, વાંચ્યા અને સાંભળ્યા હશે. મધ્યપ્રદેશમાં રેલવેએ એક ડબ્બાની વિશેષ ટ્રેન દોડાવી જેના માટે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે, કેમ કે આ વાઘના બે બચ્ચાના બચાવ માટે હતી. સોશિયલ મીડિયા પર લોકો ભારતીય રેલવેના આ પગલાના વખાણ કરી રહ્યાં છે. બંને બચ્ચા 14-15 જુલાઈની રાત્રે બુધનીની નજીક જંગલ વિસ્તારમાં ટ્રેનથી ટક્કર બાદ ઘાયલ થઈ ગયા હતાં. બંનેને આ ટ્રેનથી ભોપાલ લાવવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે ટ્રેનની ચપેટમાં આવવાથી એક બચ્ચાનું મોત નીપજ્યું, જ્યારે બે ઘાયલ થઈ ગયા હતાં. બંને રેલવે…
Bihar, તા.18 બિહારમાં ધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે એક મકાન ધરાશાયી થઈ ગયુ છે. પૂર્વ ચંપારણના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારના લહાન ઢાકામાં આજે એક ભીષણ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. એક નિર્માણાધીન મકાનનું શટર ખોલતી વખતે અચાનક ધસી પડેલા કાટમાળ નીચે આ તમામ લોકો દટાઈ ગયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય મળી ન હતી અને ત્યાં તેમને મૃત જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ થઈ હતી. આ ઘટના અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવારના અભાવે લોકોમાં હોબાળો મચી ગયો છે. રોષે ભરાયેલા લોકોએ ઢાકા-મોતિહારી રોડ જામ કર્યો આ ઘટનાથી રોષે ભરાયેલા…
New Delhi, તા.18 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકારનું પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને તેમાં હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે. 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ દરમિયાન ગઠબંધન સરકારમાં તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDP કિંગમેકરની ભૂમિકામાં છે. આ સ્થિતિમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીને આ વખતના બજેટમાં આંધ્રપ્રદેશ માટે ઘણી અપેક્ષાઓ છે. તેથી જ આંધ્ર પ્રદેશા મુખ્યમંત્રી નાયડુએ બજેટ પહેલા જ નાણામંત્રી સમક્ષ ત્રણ માગ મૂકી હોવાના અહેવાલ છે. અમિત શાહ સાથે કરી મુલાકાત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બજેટ માટે પોતાની ત્રણ સૂત્રીય ‘વિશ લિસ્ટ’ તૈયાર કર્યું છે.…
માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ ના શ્લોકોથી આપણા ભારતવાસીઓની સવાર ઉગતી હતી. ગુરૂ અને ભગવાનના નિત્ય દર્શન કરીને જ પછી આપણા વડીલો પોતાના વ્યવસાયનો પ્રારંભ કરતા હતા. આ સંસ્કારોનો આપણને વારસો સાંપડયો છે એટલે જ આ આધુનિક યુગમાં પણ આપણા સંસ્કારોના દર્શન આપણી યુવાપેઢી અને બાળકોમાં પણ થાય છે. અને ખરેખર એ જ આપણો વારસો અને સાચી સંપત્તિ છે અને તેને આપણે જાળવી પણ રાખવી આવશ્યક છે. હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશીના સમયગાળાને આપણે ચાતુર્માસ કહેવામાં આવે છે. અને આ ચાર મહિના સુધી શ્રદ્ધા અને મહાત્મ્યના કારણે મંદિરોમાં ભક્તિના નાદ સવિશેષ ગુંજતા રહે છે. – પ્રાર્થના એક…
Amreli, તા.18 કહેવાય છે કે ડૂબતો માણસ બચવા માટે તણખલું પણ પકડે એમ અમરેલી જિલ્લ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામનો યુવાન વિચિત્ર ઘટનામાં છેતરપિંડીનો ભોગ બન્યો છે. પત્નીના મોત બાદ બેચેન રહેતા યુવકને ભાવનગરના એક શખ્સ દ્વારા વિધિ કરવાના બહાને એક મટકામાં પત્નીના ઘરેણાં રાખી અને 6 મહિના પછી ખોલશો એટલે શાંતિ થઇ જશે તેવું નાટક કરી અને ઘરેણાઓ લઇ જઈને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે બાબરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાબરાના તાઇવદર ગામનો 31 વર્ષીય પ્રાઇવેટ નોકરી કરતો યુવક જગદીશભાઈ ઘોહાભાઇ ગોલાણી અંધશ્રદ્ધાના નામે છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ યુવકની પત્નીનું…
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. શ્રાવણનો મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે અને ભક્તો આ મહિને દેવોના દેવા મહાદેવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-આરાધના કરે છે. આ માસમાં ભગવાન શિવની વિધિવત પૂજા કરવા સાથે વ્રત રાખવાનું પણ વિધાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ વર્ષે શ્રાવણ માસમાં ઘણા શુભ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ વર્ષે શ્રાવણ મહિનો 22 જુલાઇથી શરુ થઇ રહ્યો છે. તેમજ 29 જુલાઇએ ચંદ્રમાં મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ કરશે. આ રાજયોગ બનવાથી અમુક રાશિઓને અપાર સફળતા સાથે ખૂબ ધનલાભ થવાની સંભાવના…
New Delhi, તા.18 અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટનાની તપાસ ચાલુ છે. આ ઘટનામાં સામેલ હુમલાખોર થોમસ મેથ્યૂ ક્રુક્સને સુરક્ષા અધિકારીઓએ ઘટના સ્થળે જ ઠાર માર્યો હતો. હવે સવાલ છે કે શું પાકિસ્તાની પત્રકાર આ ઘટના માટે ભારત તરફ ઈશારો કરી રહ્યો છે. તાજેતરમાં જ પેન્ટાગોનમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાની પત્રકારે આ ઘટનાના તાર કેનેડા અને ન્યૂયોર્કની ઘટના સાથે જોડી દીધા. એક રિપોર્ટ અનુસાર પેન્ટાગોન તરફથી આયોજિત પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાની પત્રકાર જહાંજેબ અલીએ એક સવાલ પૂછ્યો. તેણે પ્રેસ સેક્રેટરી પેટ રાયડરને પૂછ્યું કે શું રવિવારે પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પની રેલી પર થયેલી ફાયરિંગમાં વિદેશી તાકાતો પણ સામેલ હતી.…
New Delhi, તા.18 UGC-NEET પરીક્ષા સાથે સબંધિત 40થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી દીધી છે. આજે આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવા પર એક શરત પણ રાખી છે. કોર્ટનું કહેવું છે કે, ‘ઠોસ આધાર’ પર એ સાબિત થવું જરૂરી છે કે, મોટા સ્તર પર પરીક્ષા પ્રભાવિત થઈ છે. CJI ચંદ્રચૂડે કહ્યું કે, માત્ર એટલા માટે કે, 23 લાખમાંથી માત્ર 1 લાખને જ પ્રવેશ મળશે એ આધાર પર અમે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવાનો આદેશ ન આપી શકીએ. ફરીવાર પરીક્ષા એ ઠોસ આધાર પર થવી જોઈએ કે, આખી પરીક્ષા જ પ્રભાવિત થઈ છે. અરજદાર તરફથી હાજર…
New Delhi, તા.18 જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને તેમની સાથે વિશ્વાસઘાત થયું હોવાનું પણ જણાવ્યું હતું. તેમના નિવેદન બાદ શંકરાચાર્યને ચોતરફથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ આ મુદ્દે સામે આવીને વિરોધ કરી રહી છે. કંગનાએ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કર્યું છે. શંકરાચાર્યની નિંદા કરતા રણૌતે કહ્યું કે, “સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શિંદેને દેશદ્રોહી અને વિશ્વાસઘાતી કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાજકારણ માટે ગઠબંધન, જોડાણ અને પાર્ટીનું વિભાજન થવું ખૂબ જ સામાન્ય અને બંધારણીય છે. કોંગ્રેસ પાર્ટી…