Author: Vikram Raval

Mumbai , તા.18 સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીનાં નખરાં તથા બેફામ ખર્ચાઓથી વાજ આવી જઈને પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ‘સનકી’ ફિલ્મનું શૂટિંગ જ અટકાવી દીધું હોવાનું કહેવાય છે. હવે સુનિલ શેટ્ટી આ ફિલ્મ ફરી શરુ થાય તે માટે દોડધામ કરી રહ્યો છે. અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ અગાઉ સદંતર ફલોપ ગઈ હતી. તેમ છતાં અહાન પોતાને સુપરસ્ટાર માનતો હોય તેમ ફિલ્મના સેટ પર હેર સ્ટાઈલિસ્ટ મેક અપ મેન, શેફ, જીમ ટ્રેઈનર, ડ્રાઈવર, સ્પોટ બોયઝ એમ  મોટો કાફલો લઈને આવતો હતો. આ બધાનું બિલ તે પ્રોડયૂસરના ખાતે ઉધારતો હતો. તેના માટે એકથી વધુ વેનિટી વાનની જરુર પડતી હતી. બોલીવૂડમાં હાલ મોટા મોટા સ્ટાર્સની…

Read More

કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન ટૂ’ રીલિઝ થયાના પાંચ દિવસ પછી તેને ૧૨ મિનીટ માટે ટૂંકાવી દેવામાં આવી છે. વાસ્તવમાં આ ફિલ્મ બહુ લાંબી બની ગઈ છે તેવા અનેક રિવ્યૂ મળ્યા હતા. તેને પગલે નિર્માતાઓએ આ નિર્ણય કર્યો છે. આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ત્રણ કલાક અને ચાર મિનીટની હતી. હવે રીલિઝ થયા બાદ તેનો રન ટાઈમ ઘટીને બે કલાક અને બાવન મિનીટનો થઈ ગયો છે. અગાઉ એવી ચર્ચા હતી કે ફિલ્મમાં લગભગ ૨૦ મિનીટની કાપકૂપ કરવામાં આવશે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ  સત્તાવાર રીતે જ જાહેર કર્યું છે કે તા. ૧૭મી જુલાઈથી અમલ થાય તે રીતે ફિલ્મમાં ૧૨ મિનીટની કાપકૂપ કરાઈ છે.…

Read More

Mumbai , તા.18 અલ્લુ અર્જુને તેની ભારે ગાઢ દાઢી ટ્રીમ કરાવીને એકદમ સોફિસ્ટિકેટેડ લૂક ધારણ કરી લેતાં ‘પુષ્પા ધી રુલ’ વધુ પાછી ઠેલાઈ હોવાની તથા શૂટિંગ પણ હાલ અટકી ગયું હોવાની અટકળો ફેલાઈ છે. જોકે, અલ્લુની ટીમનો દાવો છે કે તેનો આ બદલાયેલો લૂક ‘પુષ્પા ટૂ’ની ડોનની ભૂમિકાને અનુરુપ જ છે. ‘પુષ્પા ટૂ’ અગાઉ આ ૧૫મી ઓગસ્ટે રીલિઝ થવાની હતી. પરંતુ, ફિલ્મનું ઘણું કામ બાકી હોવાથી તે આગામી ડિસેમ્બરમાં ઠેલવામાં આવી હતી. હવે તાજેતરમાં અલ્લુ અર્જુનનો એક નવો લૂક વાયરલ થયો છે. તે ફલાઈટમાં વિદેશ જઈ રહ્યો હતો ત્યારે એક ચાહકે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.…

Read More

Mumbai , તા.18 પ્રખ્યાત ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી લોકપ્રિય શૉ છે. આજે પણ લોકો આ શૉ જોવાનું પસંદ કરે છે. ઘણા ફેમસ પાત્રોએ શૉ છોડી દીધો હોવા છતાં પણ તેઓ આજે પણ સમાચારોમાં રહે છે. આ દરમિયાન, શૉમાં એક જૂના કલાકારની વાપસીની ચર્ચાઓ ચાલી રહી છે. રોશન સોઢી ‘તારક મહેતા…’માં વાપસી કરશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરુચરણ સિંહને ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો છે. પરંતુ 2020માં અમુક અંગત કારણોના લીધે તેમણે આ શૉ છોડ્યો હતો. પરંતુ તાજેતરમાં ગુરુચરણ સિંહ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર નિર્માતા આસિત મોદીને…

Read More

Mumbai , તા.18 વિતેલા જમાનાની અભિનેત્રી મીના કુમારીની બાયોપિકનું શૂટિંગ વધુ પાછળ ઠેલાઈ ગયું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન મીના કુમારીની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ મૂળ તો ઓક્ટોબર ૨૦૨૩માં જ શરુ થઈ જવાનું હતું. પરંતુ, કેટલાયં કારણોસર તેમાં સતત વિલંબ થતો રહે છે. હવે છેક ૨૦૨૫માં જ શૂટિંગ શરુ થઈ શકે તેવી ધારણા છે. કોશ્ચ્યુમ ડિઝાઈનર મનીષ  મલ્હોત્રા આ ફિલ્મથી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવી રહ્યો છે. કથિત રીતે તે હજુ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નથી. તેણે સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો સૂચવ્યા છે. તેના કારણે હવે સમગ્ર શિડયૂલ જ વધુ એક વાર પાછળ ધકેલાઈ ગયું છે. અગાઉ આ ફિલ્મની જાહેરાત થઈ…

Read More

Mumbai , તા.18 બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘સોલ્જર’ની સિક્વલ બનાવવાની જાહેરાત તેના નિર્માતાએ કરી છે. જોકે, સીકવલમાં બોબી અને પ્રીતિની કોઈ ભૂમિકા હશે કે કેમ તે નક્કી નથી. ‘સોલ્જર’ ૧૯૯૮માં રીલિઝ થઈ હતી. બોબી અને પ્રીતિ બંને માટે આ ફિલ્મ નોંધપાત્ર નિવડી હતી. આ ફિલ્મના નિર્માતા રમેશ તૌરાણીએ જાહેર કર્યું છે કે પોતે ‘સોલ્જર’ની સીકવલ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથી શરુ થવાનું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ હવે લખાશે. આથી આ તબક્કે કાસ્ટ વિશે કશું જ  નક્કી કરાયું નથી. મૂળ ફિલ્મના કલાકારો બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાને રીપિટ કરાશે કે કેમ તે પણ હજુ નક્કી નથી.…

Read More

Mumbai , તા.18 અક્ષય કુમાર અને અર્શદ વરસીની ફિલ્મ ‘જોલી એલએલબી થ્રી’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની ટીમ દ્વારા જ શૂટિંગ પૂર્ણ થયા બાબતની તસવીર રીલિઝ કરાઈ હતી. હવે પોસ્ટ પ્રોડક્શન વર્ક શરુ થશે.  ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં કરાયું છે. ત્યાં આશરે ૪૦ દિવસનું શિડયૂલ ગોઠવાયું હતું. ‘જોલી એલએલબી’ના પહેલા ભાગમાં અર્શદ વરસી મુખ્ય હિરો હતો. બીજા ભાગમાં તેની ભૂમિકા અક્ષય કુમારે છિનવી લીધી હતી. જોકે, હવે ત્રીજા ભાગમાં બંને કલાકારોને સામેલ કરાયા છે. ફિલ્મમાં હુમા કુરેશી અને સૌરભ શુક્લા  પણ પોતાના પાત્રોમાં ફરી જોવા મળશે. આ ફિલ્મ દ્વારા…

Read More

Mumbai , તા.18 આ સપ્તાહે રીલિઝ થનાર Bad Newz પર અંતિમ ક્ષણોમાં સેન્સેર બોર્ડની કાતર ફરી વળી છે. 19 જુલાઈએ ‘બેડ ન્યૂઝ’ રીલિઝ થવાની તૈયારીમાં છે. CBFCએ કહ્યું છે કે આ ફિલ્મના અમુક સીનમાં કટ હશે. ફિલ્મમાં કોઈ ઓડિયો કટ કરવામાં આવ્યો નથી પરંતુ 27 સેકન્ડના ત્રણ અલગ-અલગ સીન બદલવા માટે કહેવામાં આવ્યું છે. ફિલ્મનું ગીત ‘તૌબા તૌબા’ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને ખાસ કરીને તેમાં વિક્કી કૌશલના સ્ટેપ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. આ સિવાયના અન્ય બે સોંગ ‘જાનમ’ અને ‘મેરે મહેબૂબ મેરે સનમ’ ગીતો પણ ટ્રેન્ડિંગમાં છે. સીબીએફસી કમિટી દ્વારા સેન્સર કરેલા ત્રણેય સીન…

Read More

બ્રાઝિલિયન મોડલ અને વેલનેસ ઈન્ફ્લુએન્સર કેટ ટોરેસ તેની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રિયો જેવા સેલિબ્રિટિઝ સાથે સંબંધોને કારણે જાણીતી છે. તેને માનવ તસ્કરીના આરોપસર આઠ વર્ષની સજા ફટકારવામાં આવી છે. 2022માં બે બ્રાઝિલિયન યુવતીઓ ગુમ થયા બાદ એફ.બી.આઈ.એ તેની સામે તપાસ શરૂ કરી હતી. જેમાં, ટોરેસે તેના ફોલોવર્સને ગુલામ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પીડિતોને આકર્ષિત કરતી  કેટ ટોરેસે સોશિયલ મીડિયા સાઈટ પર દમદાર પ્રોફાઈલથી પીડિતોને આકર્ષિત કરતી હતી. જે બાદ તેમનું જાતીય, નાણાકીય અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. પીડિત એનાએ જણાવ્યું કે, ‘ટોરેસની ગરીબમાંથી અમીર થવાની કહાણી કે જેમાં, બ્રાઝિલના રસ્તાઓ પર…

Read More

Mumbai , તા.18 ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ આપેલા જીવન સંદેશનો ચારેકોર વ્યાપ આજના આ આધુનિક જમાનામાં થવો જરૂરી બન્યો છે. આજની તારીખમાં પણ કોઈને કહો કે રામાયણ એટલેકે દરેકને રામાનંદ સાગરની રામાયણ જ યાદ આવે. 3 દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતા આજદિન સુધી આ સીરિયલનો ચાર્મ યથાવત છે. કોરોના કપરા સમયગાળા દરમિયાન પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે આ સીરિયલની આજના આ ભાગતા-દોડતા જમાનામાં પણ સફળતા જોઈને, સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસે એક મોટો નિર્ણય લીધો છે. સાગર પિક્ચર્સ ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સીરિઝ બનાવવાનું વિચારી રહી છે. મહત્વની વાત કે આ પહેલીવાર નથી…

Read More