- Rajkot: માધાપર ચોકડીએ ટ્રકે રાહદારી વૃદ્ધને ઠોકરે લીધા
- તારે અમારી સોસાયટીમાં આવવું નહિ કહી યુવાનના માથામાં છરીથી હુમલો
- વિદાય વચ્ચે મેઘરાજા ફરી Saurashtra – Gujarat માં મુકામ કરશે
- રીટર્ન ફાઈલ કરવાની મુદત વધારો દર્શાવતો લેટર `ફેક’ : આઈટી
- ‘Namotsav’માં VVIP બેઠકમાં અવ્યવસ્થા સર્જાતા ઘણા અધિકારીઓને જગ્યા મળી નહીં
- ‘Namotsav’માં 150 કલાકારોએ અભિનયનાં ઓજશ પાથર્યા: શ્રોતાઓ મંત્રમુગ્ધ
- PM ના ભાવનગર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઇ
- Ahmedabad:બિલ્ડર હત્યા કેસઃપુર્વ ભાગીદારો વચ્ચે આર્થિક લેતીદેતીનો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો
Author: Vikram Raval
Uttar Pradesh, તા,16 દેશમાં સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળતાં ચિંતિંત ભાજપની ચિંતા વધારી છે. 13માંથી માત્ર 2 બેઠક પર જ જીત હાંસલ કરનારી ભાજપ પોતાને જ દિલાસો આપી રહી છે કે, પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષનો જ દબદબો હોય છે. પરંતુ વાસ્તવમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે. જ્યાં તે પોતે જ સત્તા પર છે. આ બેઠકો પર યોજાઈ હતી પેટાચૂંટણી ઉત્તરપ્રદેશની ફૂલપુર, ખેર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી અન કુંદરકીના ધારાસભ્યો આ વખતે લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા હોવાથી આ ખાલી પડેલી નવ બેઠકો પર પેટાચૂંટણી…
America,16 સોમવાર, 15 જુલાઈએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ પદ માટે તેમણે ઓહાયોથી રિપબ્લિકન સેનેટર જેડી વેન્સની પસંદગી કરી છે. જેડી વેન્સ પણ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે, પરંતુ પાછળથી તેમના સહયોગી બન્યા અને લાંબા સમયથી તેમની સાથે પ્રચાર કરી રહ્યા છે. ટ્રમ્પે શું કહ્યું? આ બાબતે ટ્રમ્પે કહ્યું કે, લાંબા વિચાર-વિમર્શ અને અન્ય ઘણા લોકોની જબરદસ્ત પ્રતિભાને ધ્યાનમાં લીધા પછી, મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયોના સેનેટર જેડી વેન્સ છે. ભૂતપૂર્વ પ્રમુખે વેન્સની સિદ્ધિઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમના બાયોડેટામાં…
Gujarat તા,16 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન લેનારાઓએ હવે બાયોમેટ્રિક્સ ઓળખમાં ચહેરો પણ દર્શાવવો પડશે. અત્યાર સુધી ફિન્ગર પ્રિન્ટ અને આંખની કીકીની ઇમેજ લેવામાં આવતી હતી. હવે અરજી કરનારનો ચહેરો લેવામાં આવશે અને અરજી કરનારે પોતે જીએસટી કચેરીમાં હાજર પણ થવું પડશે. બોગસ બિલિંગના કેસો રોકવા માટે ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યકરવેરા ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું. આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે જીએસટી રજિસ્ટ્રેશન લેનારાઓની ઓળખને વઘુ સચોટ બનાવવા માટે આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે. આ પ્રક્રિયાને…
કર્મચારીઓને પગાર આપવાના પણ ફાંફા Gujarat તા,16 વાઈબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યની 107 નગરપાલિકાઓની એવી દશા છે કે, ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકા નાણાંકીય સધ્ધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી. મહત્ત્વનું છે કે, ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઇ પડતાં આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીએ પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, 107 નગરપાલિકા એવી છે જેમાં ચીફ ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગારના ફાંફા છે. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી…
તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે Hyderabad, તા.૧૫ પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહને ચાર અન્ય લોકો સાથે કથિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. કહેવાય છે કે આ વેચાણ માટે હૈદરાબાદ લાવવામાં આવ્યું હતું. ઈડીએ ગત વર્ષે રકુલ પ્રીત સિંહને માદક પદાર્થોની તસ્કરી અને ઉપભોગ મામલામાં પૂછપરછ કરી હતી. આ સંબંધમાં તપાસ એજન્સીએ ૩૩ વર્ષિય અભિનેત્રીનું નિવેદન ૨૦૨૨ અને ૨૦૨૧માં નોંધ્યું હતું. અમન પ્રીત સિંહ, અનિકેત રેડ્ડી, પ્રસાદ, મધુસુદન અને નિખિલ દમન તરીકે ઓળખાયેલા તમામ પાં આરોપી…
Washington,તા.૧૫ રાષ્ટ્રપતિ જો બાઈડને હમણાં જ તેમની રીઇલેક્શન કેમ્પેઇન ફેરફાર શરૂ કયર્િ હતા. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ એટેક બાદ તેમના કામમાં ખલેલ પડી શકે છે કેમ કે, તેમનું લક્ષ્?ય હતું ટ્રમ્પનું જાહેર વર્તન વર્તન અને બીજા ગાળાના એજન્ડા તરફ ધ્યાન દોરવું. તેમની માનસિક તંદુરસ્તી અંગેની શંકાઓ દૂર કરવા બાઈડને શુક્રવારે ડેટ્રોઇટમાં લોકોને ઘણું ભાષણ આપ્યું. તેના લગભગ ૨૪ કલાક પછી, અને લગભગ ૨૦૦ માઇલ દૂર જ, બટલર, પેન્સિલવેનિયામાં ટ્રમ્પ્ની રેલીમાં ગોળી ચલાવવામાં આવી હતી, બાઈડનનું પહેલેથી જ મુશ્કેલીગ્રસ્ત અભિયાન હવે તે કેવી રીતે આગળ વધારે છે તે જોવું રહ્યું. રાજકીય હિંસા તેના કેસની દલીલ કરવાના બાઈડન પ્રયત્નોને…
Washington ,તા.૧૫ સાઉથ કોરિયાએ ચેતવણી આપી હતી કે જો નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યો તો તે પાડોશી દેશના શાસનને નષ્ટ કરી દેશે. પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. નોર્થ કોરિયાના અગાઉના નિવેદનના જવાબમાં સાઉથ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યા પછી નોર્થ કોરિયાનું શાસન ટકી શકશે એવો કોઈ માહોલ નથી.વોશિંગ્ટનમાં સાઉથ કોરિયા અને અમેરિકાએ કોરિયન પેનિનસુલા પર ન્યુક્લિયર ડિટરન્સ એન્ડ ન્યુક્લિયર ઓપરેશન્સ માટે ગાઈડલાઈન્સ’ અપનાવી હતી. આ ગાઈડલાઈન્સ અપનાવ્યા બાદ નોર્થ કોરિયાએ તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી તેની નિંદા કરી અને ધમકી આપી કે સિઓલ…
Washington,તા.૧૫ અમેરિકાના પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક ખ્રિસ્તી પાદરીએ પહેલા જ ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી કરી હતી. ટ્રમ્પ પર હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પાદરીની ભવિષ્યવાણીનો આ વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પ પર હુમલાની આગાહી કરનાર પાદરીનું નામ બ્રાન્ડોન બિગ્સ છે, જે માર્ચ ૨૦૨૪ માં યુટ્યુબ પર શેર કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં બિગ્સ કહે છે કે ભગવાને તેમને એવી ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે જે…
Mumbai,તા.૧૫ લોકપ્રિય ટીવી સ્ટાર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા દુનિયાભરમાં ફરતા રહે છે. જોકે, તાજેતરમાં યુરોપના પ્રવાસ દરમિયાન તેમની સાથે લૂંટની ઘટના બની હતી. ઈટલીના ફ્લોરેન્સમાં આ કપલનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સહિતનો સમગ્ર સામાન ચોરાઈ ગયો હતો. આ પછી દિવ્યાંકા અને વિવેકે મદદ માટે વિનંતી કરી. હવે આ કપલ ભારતીય દૂતાવાસની મદદથી દેશ પરત ફરી રહ્યું છે. દિવ્યાંકા અને વિવેકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો છે કે, ઈટલીમાં તેમની સાથે બનેલી લૂંટની ઘટના પછી તેઓ આખરે ભારત પરત ફરી રહ્યા છે. તેમણે તેમના પ્રેમ અને સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને ભારતીય દૂતાવાસ દ્વારા તેમની…
Mumbai,તા.૧૫ ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે. બોલિવૂડ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથેની દિલજીતની ફિલ્મ ’ચમકીલા’ના ખૂબ વખાણ થયા હતા, તો બીજી તરફ ’ક્રુ’માં તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. તો બીજી તરફ વિદેશમાં તેની મ્યુઝિક ટૂરનો ક્રેઝ શ્રોતાઓને આકર્ષિત કરી રહ્યો છે. હવે દિલજીત માટે વધુ એક ગર્વની ક્ષણ આવી છે. કેનેડામાં પર્ફોર્મ કરી રહેલા દિલજીતના શોની મુલાકાત વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતે લીધી હતી. દિલજીતના કોન્સર્ટમાં સરપ્રાઈઝ વિઝિટ કરનાર ટ્રૂડોએ તેની સાથે તસવીર ક્લિક કરાવી અને સ્ટેજ પર રમૂજી પળો પણ શેર કરી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ દિલજીત સાથેની તસવીરો શેર…