- મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
Author: Vikram Raval
Paris ,તા.26 આજથી રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે. ફ્રાન્સની રાજધાનીમાં અનેક દેશોના ખેલાડીઓ આ મહાકુંભમાં ભાગ લેવા એકત્ર થયા છે અને સીન નદી પર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહની ઓપનિંગ સેરેમનીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન ફ્રાન્સની હાઈસ્પીડ રેલ્વે લાઈનો પર હુમલો કરવામાં આવ્યો છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. ફ્રાન્સની નેશનલ રેલ કંપની એસએનસીએફએ શુક્રવારે જણાવ્યું કે, હાઈ-સ્પીડ લાઈનો પર ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ થઈ હતી. ક્યાંક આગ લગાડવામાં આવી છે તો ક્યાંક પાટા ઉખડેલા નજરે પડી રહ્યાં છે. આ કારણે ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહના દિવસે રેલવે ટ્રાફિકમાં વિક્ષેપ…
New Delhi,તા.26 ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણી-પીણીની દુકાનો પર નેમ પ્લેટ (દુકાનદારોના માલિકોના નામ) લગાવવાના યોગી સરકારના નિર્ણય સામે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે નેમ પ્લેટ લગાવાાના આદેશ પરનો અગાઉનો સ્ટે યથાવત રાખ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને આ મામલે જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ સોમવારે થશે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે અગાઉનો સ્ટે યથાવત રાખ્યો ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો…
Mumbai,તા.26 ભારતીય શેરબજાર સળંગ પાંચ ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા બાદ આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસમાં 1304.38 પોઈન્ટ તૂટ્યા બાદ આજે મોર્નિંગ સેશનમાં 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24500નું લેવલ વટાવી 24634.35 થયો હતો. બાદમાં બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1249.09 પોઈન્ટ ઉછળ્યો હતો. 2.14 વાગ્યે 1146 પોઈન્ટ ઉછાળે 81 હજારનું લેવલ ક્રોસ કરી ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24818.15ની ઈન્ટ્રા ડે હાઈ સપાટી બનાવી સર્વોચ્ચ ટોચ નજીક પહોંચ્યો હતો. 2.15 વાગ્યે નિફ્ટી 387.90 પોઈન્ટ ઉછળી 24794 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી 6.73…
Navsari ,તા.26 ગુજરાતના વિવિધ ભાગો છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી નવસારીમાં ભારે વરસાદને લઈને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. જ્યારે નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું…
New Delhi,તા.26 જમ્મુ-કાશ્મીરની જેમ પશ્ચિમ બંગાળને પણ બે ભાગમાં વહેંચી શકાય છે. બુધવારે કેન્દ્રીય મંત્રી અને બંગાળ ભાજપના વડા સુકાંત મજુમદાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જેમાં તેમણે સિક્કિમ સાથે સરહદ ધરાવતા પશ્ચિમ બંગાળના આઠ જિલ્લાઓને પૂર્વોત્તરના ભાગ માનવામાં આવે તેવી વિનંતી કરી હતી. ઉત્તર બંગાળને પૂર્વોત્તરનો ભાગ માનવો જોઈએ બેઠક બાદ મજુમદારે કહ્યું, ‘મે વડાપ્રધાનને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેમને કહ્યું છે કે ઉત્તર બંગાળને પૂર્વોત્તરનો ભાગ માનવો જોઈએ અને બંને વચ્ચે સમાનતા છે. જો તેઓ મારા પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો બંગાળના આ પછાત વિસ્તારને કેન્દ્ર તરફથી વધુ ભંડોળ મળશે. હું માનું છું કે રાજ્ય સરકાર…
Mehsana,તા.26 શ્રી ખોડલધામ ઉતર ગુજરાતનાં કન્વીનરો અને સભ્યોની મીટીંગ ગુરૂવારે સંડેર ખાતે અધ્યક્ષ નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી. મીટીંગમાં ઉપસ્થિત પાટણ, મહેસાણા, બનાસકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાનાં કન્વીનરો સહિત સંડેર અને આજુબાજુનાં ગ્રામજનોએ શ્રી ખોડલધામનાં મંદિર નિર્માણ બાબતે પ્રશ્નોતરી કરી વહેલી તકે સંડેરમાં કાગવડ સ્થિત શ્રી ખોડલધામનું નિર્માણ કરવામાં આવે તે દિશામાં કાર્યનો પ્રારંભ કરવા જણાવ્યું હતું. ખોડલધામ સમિતિનાં ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ખોડલધામ ગુજરાતના 11 ઝોનમાં વહેંચાયેલા છે. ત્યારે ખોડલધામ સંસ્થાની પારદર્શિતા મહત્વની છે. ખોડલધામનું નિર્માણ ફકત ધાર્મિકતા પુરતુ જ નહિં પરંતુ તેની સાથે સાથે આરોગ્ય, શિક્ષણ અને ખેડુત લક્ષી સહીતની સેવાઓ પ્રદાન કરવાનું રહેલુ હોવાની…
વડાપ્રધાન મોદીની સંગઠન નેતાઓ સાથે બેઠક બાદ એલાન : હવે અન્ય રાજયોનો વારો New Delhi, તા.26 ભાજપે બિહાર અને રાજસ્થાનમાં પાર્ટી અધ્યક્ષ બદલવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બિહારમાં દિલીપ જયસ્વાલ અને રાજસ્થાનમાં મદન રાઠોડને ભાજપ પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વમાં પણ ફેરફાર થયો. પીએમ મોદીએ શીર્ષ નેતૃત્વની સાથે મેરોથોન બેઠક કરી હતી. સુત્રોનું કહેવું છે કે પાર્ટીને ટુંક સમયમાં નવો કાર્યકારી અધ્યક્ષ મળશે. પાર્ટી મહાસચિવ અરૂણસિંહે જણાવ્યું હતું કે રાજયસભા સાંસદ મદન રાઠોડને રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નિયુકત કરાયા છે. જયારે બિહારમાં સમ્રાટ ચૌધરીના સ્થાને હવે ડો. દિલીપ જયસ્વાલ ભાજપ…
વિશ્વની ગરીબ 50 ટકા વસ્તીની સરખામણીએ આ એક ટકા લોકોની કમાણી 36 ગણી: અઢળક સંપતિ પર 0.5 ટકાનો ટેક્સ પણ ચુકવતા નથી Mumbai, તા.26 ભારત સહિત વિશ્વસ્તરે અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ત્યારે ગ્લોબલ સંગઠન ‘ઓકસકામ’ના રીપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે છેલ્લા એક દાયકામાં વિશ્વના ટોચ એક ટકા ધનવાનોની સંપત્તિમાં 42 ટ્રીલીયન ડોલરનો વધારો થયો છે જે છેવાડાના 50 ટકા ગરીબો કરતા 36 ગણી થવા જાય છે. વિશ્વના 80 ટકા અબજોપતિઓનો વસવાટ જી-20 શ્રેણીના દેશોમાં છે. બ્રાઝીલમાં જી-20 રાષ્ટ્રોની બેઠક શરૂ થવા જઇ રહી છે તેવા સમયે જ ગ્લોબલ સંગઠન દ્વારા આ રીપોર્ટ જારી કરવામાં આવ્યો…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મીટીંગમાં હાજરી આપવા રાત્રે દિલ્હી જશે New Delhiતા.26 કેન્દ્ર સરકારના બજેટમાં નાણાંકીય પ્રોજેકટ ફાળવણીમાં ભેદભાવ રખાયો હોવાના આરોપ સાથે વિપક્ષોએ વિવાદ સર્જયો છે અને તે વધુ વકર્યો હોય તેમ આવતીકાલની નીતિ આગેવાની બેઠકમાં સામેલ નહીં થવા સાત રાજયોએ નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસીત ત્રણ રાજયો તથા તામીલનાડુએ નીતિ આગેવાની બેઠકનો બહિષ્કાર કરવાનું અગાઉ જ જાહેર કરીદીધુ હતું. હવે પશ્ચિમ બંગાળ સહિતના ત્રણ રાજયો પણ તેમાં જોડાયા છે. આવતીકાલે મળનારી નીતિ આયોગની બેઠકમાં સાત રાજયોના બહિષ્કારથી મહત્વની મીટીંગ વિશે કેન્દ્ર સરકારને આંચકો લાગી શકે છે. બીજી તરફ ગુજરાત સહિત ભાજપ શાસીત રાજયોના મુખ્યમંત્રીએ બેઠકમાં હાજરી આપશે. ગુજરાતના…
117માંથી 70 ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિક સ્પર્ધામાં ઉતરશે શુટીંગની તમામ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓ સામેલ Paris, તા.26 ઓલિમ્પિકને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે ઉદ્ઘાટન સમારોહ સાથે, 10 હજારથી વધુ એથ્લેટ્સ પેરિસમાં 17 દિવસ સુધી વિજય માટે લડશે. જેમાં ભારતના સૌથી વધુ ખેલાડીઓ પણ ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરશે. ટોક્યોમાં સાત મેડલ જીત્યા હતા. આશા છે કે, આ વખતે મેડલની સંખ્યામાં વધારો થાય અને નવા ચેહરાઓ ચેમ્પિયન બને. અનન્ય ચંદ્રકો કુલ 5084 મેડલ વિજેતાઓને આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. એફિલ ટાવરની 17 ગ્રામ ધાતુનો ઉપયોગ ગોલ્ડ મેડલની મધ્યમાં ષટ્કોણ આકારમાં કરવામાં આવ્યો છે. આ ધાતુ એફિલ ટાવરના ભાગોમાંથી…
