Author: Vikram Raval

Vadodara,તા.25 સાયબર ક્રાઇમ સંબંધિત ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને મહિલા પાસેથી એક લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર ઠગને સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો હતો. આરોપીને વડોદરા લાવ્યા બાદ જો ડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં રહેતા સ્મિતાબેન સુર્વે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 12 જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી કે ગૂગલમાં શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા એક ફોર્મ ખૂલ્યું હતું. જેમાં મોબાઈલ નંબર તેમજ નામની માહિતી હોય મે ભરેલી હતી. ત્યાર બાદ તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તે tradon કંપનીમાથી બોલે છે અને ટ્રેડિંગની માહીતી માટે…

Read More

Vadodara,તા.25 વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટે પહોંચતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા છે જેને કારણે ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે વિશ્વામિત્રની નદીની સપાટી 28 ફૂટે પહોંચતા કાલાઘોડા, પરશુરામ ભઠ્ઠો, અકોટા, મુજ મહુડા, કારેલીબાગ જલારામ નગર સહિતના વિસ્તારોમાં પાણી ઘુસવા માંડ્યા હતા. ગઈ મોડી રાતે જ કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી. જેને કારણે અનેક લોકો સુરક્ષિત સ્થળે ચાલ્યા ગયા હતા. પરંતુ અકોટા ની દેવનગર વસાહતમાં 20 લોકો નીકળી નહી શકતા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે તમામ લોકોને બોટ મારફતે સલામત સ્થળે પહોંચાડ્યા…

Read More

Vadodara,તા.25 બુધવારના રોજ થયેલા ભારે વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે. જોકે હજુ સુધી કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે પણ 500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા હતા. અકોટા ગામ વિસ્તારમાં ફસાયેલા 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. બીજી તરફ વિશ્વામિત્ર ની સપાટી 27 ફૂટ વહી રહી હોય કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ટ્રાફિક સહિતના પોલીસ જવાનોને બ્રિજ પર તહેનાત કરી દેવાયા છે. વિશ્વામિત્રી ભાઈ જનક સપાટીને પસાર કરશે તો બ્રિજ પર અવરજવર પણ બંધ કરવાની નોબત આવશે. વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર…

Read More

Vadodara,તા.25 બુધવારે શહેરમાં પડેલા વરસાદના કારણે પૂર્વ વિસ્તાર સહિતના નિચાણવાળા સ્થળોએ જળબંબાકાર સર્જાયો હતો. 12 કલાકથી વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓ માંથી હજી પણ પાણી ઉતર્યા નથી જે કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી છતિ કરે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના કારણે કાયમ કકળાટ સર્જાતો હોય છે ઉનાળો હોય ત્યારે પીવાના પાણીની અછત અને ચોમાસુ હોય ત્યારે વરસાદી પાણી ભરાવાથી થતી હાલાકી. પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા વર્ષો જૂની છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર ને આ સમસ્યા ઉકેલવામાં કોઈ જ રસ નથી. કે પછી કોર્પોરેશનના તંત્રને પાસે આ સમસ્યા દૂર કરવાની કોઈ આવડત નથી.તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે. ગઈકાલે…

Read More

Gujarat,તા.25 ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પોરબંદર, દ્વારકા, જામનગર, ભુજ, નખત્રાણા, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે આજે (25 જુલાઈ) ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. CMએ વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત…

Read More

Mumbai,તા.25 T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20માંથી સંન્યાસ લેનાર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતના આ બે મહાન ખેલાડીઓ રમશે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ વિરાટ-રોહિત પહેલીવાર કોઈ મેચમાં સાથે રમતા દેખાશે. આ શ્રેણી વિરાટ કોહલી માટે ખાસ રહેશે કારણ કે વિરાટ કોહલી આ સીરીઝ દરમિયાન એક એવો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે, જે ક્રિકેટરો માટે એક સપનું છે. વર્ષ 2008માં ડેબ્યૂ કરનાર વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 530 મેચ રમી છે. તેમાંટેસ્ટ, ODI અને T20 એ ત્રણેય ફોર્મેટની મેચોનો સમાવેશ થાય છે.  કોહલીએ આ મેચોમાં…

Read More

Mumbai,તા.25  મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ પર વરસાદની અસર જોવા મળી રહી છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર સેંકડો મુસાફર પરેશાન છે. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી સતત અને ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન ગંભીરરીતે ખોરવાઈ ગયું છે જેના કારણે મુખ્ય એરલાઈનોએ મુસાફર માટે એડવાઈઝરી જાહેર કરવી પડી છે. ઈન્ડિગોની ફ્લાઈટ લેટ ઈન્ડિગોએ કહ્યું કે સતત વરસાદના કારણે તેમની ફ્લાઈટમાં સમયાંતરે મોડું થઈ રહ્યું છે. ઓછી કિંમતવાળી એરલાઈન્સે કહ્યું કે તે મુસાફરને વાસ્તવિક સમય પર અપડેટ આપવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તમામને…

Read More

Surat,તા.25 ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (25મી જુલાઈ) પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં એક…

Read More

બજેટ 2024માં એક એવી જાહેરાત થઈ છે, જેનાથી પ્રોપર્ટી વેચનારને મોટો ઝટકો વાગશે. પ્રોપર્ટી વેચવા પર ઈન્ડેક્સેશન નામનો મળતો મોટો લાભ હવે દૂર કરવામાં આવ્યો છે. વધુમાં બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 7.5 ટકા ઘટાડી 12.5 ટકા કરવામાં આવ્યો છે. જેથી તેમાં પણ રાહત મળશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો હવે પહેલાંની તુલનાએ પ્રોપર્ટી વેચવા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. બજેટમાં આ પ્રકારની જાહેરાતથી હવે પ્રોપર્ટી વેચવા પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે તેમજ કેટલુ ભારણ વધવાની શક્યતા છે, તેના વિશે જાણીએ… બજેટમાં પ્રોપર્ટી પર એલટીસીજી ટેક્સ ઘટાડો  23 જુલાઈના બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે પ્રોપર્ટીના વેચાણ…

Read More

Mumbai,તા.25  મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. એમાં પણ ટ્રાફિક જામ અને લોકલ ટ્રેનો લેટ થવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવા એક ઘટના એવી બની કે રેલવેને મોટું નુકસાન થયું છે. એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને વરસાદમાં ભીંજાવાથી બચાવવા માટે ફેંકીને રેઇનકોટ આપ્યો તો લોકલ ટ્રેન થંભી ગઈ હતી. જાણો શું છે આખો મામલો? સુમિત ભાગ્યવંત નામનો 19 વર્ષનો યુવક ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઊભો હતો અને તેની પાસે રેઇનકોટ હતો. તેમજ પ્લેટફોર્મ નંબર બે પર તેની ગર્લફ્રેન્ડ વરસાદમાં ભીંજાતી હતી. આથી તેને વરસાદમાં…

Read More