Author: Vikram Raval

New Delhi,તા.25 ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનતા જ ટીમમાં ઘણા ફેરફાર થયા હતા. શ્રીલંકા સામેની શ્રેણીથી ગંભીરની પરીક્ષા શરૂ થશે. આ પ્રવાસમાં T20 ક્રિકેટ ટીમની આગેવાની સોંપવાને લઈને ઘણી અટકળો ચાલી હતી. આખરે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકોએ આની પાછળનું કારણ આ બંને ખેલાડીઓના આપસમાં તાલમેલનું ગણાવ્યું હતું. જો કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદના ઉમેદવાર બનાવવાની કવાયત તો રાહુલ દ્રવિડ હેડ કોચ હતા ત્યારે જ શરૂ થઈ ગઈ હતી. વર્લ્ડકપ બાદ હાર્દિક પંડ્યાની ઇજામાંથી રિકવર થવા અંગે કોઈ સ્પષ્ટ જાણકારી નહોતી ત્યારે સૂર્યકુમારને ઘરઆંગણે રમાયેલ T20 ટીમની આગેવાની સોંપવામાં આવી હતી. જેમાં તેણે ઉમદા…

Read More

New Delhi,તા.25 મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટમાં રેલવે માટે કોઈ ખાસ જાહેરાતો કરવામાં આવી ન હતી. પરંતુ બાદમાં રેલવે મંત્રી દ્વારા વિવિધ જાહેરાતોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બજેટ સેશન દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી પર મોટી અપડેટ આપી છે. લોકસભામાં પુછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવેમાં ભરતીઓ કરવામાં આવશે. જે અનુસાર, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)માં 32603 પદ પર ભરતી ચાલુ છે. જેના માટે જાન્યુઆરી- 24થી માર્ચ-24 સુધી નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લોકો પાયલોટ, ટેક્નિશિયન, સબ-ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ માટે અરજી કરવામાં આવી હતી. ભરતીનું વાર્ષિક કેલેન્ડર જારી કરાશે રેલવેમાં ભરતી સંબંધિત નવી પ્રણાલીની જાહેરાત કરતા…

Read More

Mumbai ,તા.25 દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસું બરાબરનું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં સતત વરસાદ પડવાના કારણે ઘણાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર વચ્ચે આઠ લોકોના મોત નિપજ્યા છે. તો રાજસ્થાનમાં પણ ઘણાં શહેરો જળમગ્ન થયા જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે, તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા અનેક કોલેજો અને શાળાઓ બંધ રાખવાની નોબત આવી છે. હાલ મળતા અહેવાલો મુજબ મુંબઈમાં હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે…

Read More

Surat,તા.25 સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસથી સતત વરસી રહેલા વરસાદે બુધવારે રાત્રે વિરામ લીધો હતો. સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે ખાડીમાં આવક થતાં ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઇ છે. સુરતના અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સુરતીઓનું જનજીવન ખોરવાઇ ગયું છે. અને ક પરિવારો ચાર દિવસથી પાણી હોવાથી તેઓ લાઈટ વગર રહી રહ્યાં છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે. સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે…

Read More

America,તા.25 અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ભારતમાં જોખમ વધ્યું : અમેરિકા  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતના મણિપુર, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં વિદેશ વિભાગે કહ્યું કે અપરાધ અને આતંકવાદને કારણે ભારતમાં સાવચેતીમાં વધારો કરાયો છે. કેટલાક વિસ્તારોમાં જોખમ વધી ગયું છે.…

Read More

 ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ઉપર પણ આક્ષેપો કરતાં મરિયમે કહ્યું : તે ટોળકી અરાજકતા ફેલાવવા અને રાજ્યને નુકસાન કરવા પર જ ધ્યાન આપે છે Lahore, Islamabad,તા.25 પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝે જેલમાં રહેલા પૂર્વવડા પ્રધાન ઇમરાનખાન ઉપર ગંભીર આક્ષેપો મુક્યા છે. તેઓએ કહ્યું ઇમરાનનાં નિવાસ સ્થાનનો ઉપયોગ આતંકવાદીઓને તાલિમ આપવા માટે થાય છે. ત્યાં પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવે છે, અને દેશમાં હુમલા કરવાની તાલિમ અપાઈ રહી છે. તેઓએ કહ્યું કે ૪ મહિના દરમિયાન ખાને ૯મી મે ૨૦૨૩ના દિવસે સરકારી મકાનો અને મુખ્ય સૈન્ય શિબિરો ઉપર હુમલાની યોજના ઘડી હતી ત્યારે પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફના (પીટીઆઈ)ના નેતાએ પોતાના પગમાં ઘા…

Read More

New Delhi,તા.25 રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. મનોનીત સાંસદ સતનામ સિંહ સંધૂ ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી. અવિશ્વાસ કાયદા હેઠળ મનોનીત સાંસદ રાજ્યસભામાં નામાંકનની છ મહિનાની અંદર કોઈ પણ રાજકીય દળમાં સામેલ થઈ શકે છે. સંધૂ 30 જાન્યુઆરીએ મનોનીત થયા હતાં આ રીતે તેમની પાસે કોઈ પણ દળના સભ્ય બનવા માટે 30 જુલાઈ સુધીનો સમય હતો. તેમણે ભાજપનો હાથ પકડ્યો છે અને આ રીતે ભાજપની રાજ્યસભામાં 87 બેઠકો થઈ ગઈ છે. રાજ્યસભામાં ભાજપની શક્તિ આ પહેલા રાજ્યસભામાં ભાજપની સભ્ય સંખ્યા 86 પર આવી…

Read More

New Delhi,તા.25 કેન્દ્ર સરકાર તરફથી મંગળવારે રજૂ થયેલા બજેટમાં મોદી સરકારની સૌથી વધુ મહેરબાની આંધ્ર પ્રદેશ અને બિહાર રાજ્ય પર જોવા મળી છે. બંને રાજ્યો માટે મોટી રકમ ફાળવવામાં આવી છે. જેને વિપક્ષ ખુરશી બચાવો બજેટ ગણાવી ટીખળ કરી રહી છે, તો બીજી બાજુ ટીડીપી અને જેડીયુ સહિત એનડીએ તેને ક્રાંતિકારી બજેટ ગણાવી રહી છે. વિપક્ષે નીતિશ કુમાર પર આરોપ મૂક્યો છે કે, નીતિશ કુમાર વિશેષ રાજ્યનો દરજ્જો મેળવવા માટે આંદોલન કરવા તૈયાર હતા, તો તેઓ આ પેકેજથી જ સંતુષ્ટ કેમ છે. તેઓ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે, તેમજ તેમને જેલ જવાનો ભય પણ સતાવી રહ્યો છે. શું નીતિશ…

Read More

Himachal Pradesh,તા.25 ભાજપના બે સાંસદોના સાંસદ પદ પર હવે સંકટ મંડરાઈ રહ્યું છે. આ બંને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્યપ્રદેશમાં લોકસભા સીટને લઈને બે અરજીઓ દાખલ કરાઈ છે. બંને જ ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે. આ બે સાંસદો પર સંકટ  મંડીથી લોકસભા સાંસદ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ નેતા કંગના રણૌતે જીત મેળવી હતી. જોકે મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપ નેતા શંકર લાલવાણી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બંને કેસમાં અરજદારોએ ચૂંટણી પરિણામોને રદ કરવાની માગ કરી હતી છે. અપક્ષ ઉમેદવારે કંગના વિરુદ્ધ કરી આ ફરિયાદ  મંડીથી ઊભેલા અપક્ષ ઉમેદવાર રામ નેગીએ તેમનું નોમિનેશન…

Read More

Himachal Pradesh,તા.25 હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં (Manali Cloud Burst) ભારે નુકશાન થયું છે. અડધી રાતે પડેલા ભારે વરસાદ પછી આશરે 1 વાગ્યે અંજનિ મહાદેવ નાળામાં ભયાનક પૂર (Manali Flood) આવ્યું. જેના લીધે ધૂંધીથી પલચાન અને મનાલી શહેર સુધી અફરાતફરી થઈ ગઈ. વ્યાસ નદીનું જળસ્તર વધી ગયું. પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. વરસાદી આફત પછીના અનેક વીડિયો વાયરલ  મનાલીના સોલંગવેલી રિસોર્ટ નજીકના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે નાળામાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જાય છે. પૂરની લપેટમાં આવતાં બે મકાનો પણ…

Read More