- મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
Author: Vikram Raval
સીબીઆઇએ તપાસની સંપૂર્ણ માહિતી સુપ્રીમ કોર્ટને આપી પેપરની તસવીર લઇને બાદમાં કવરમાં પાછું મુકી દેવાયું, કોપી સોલ્વર ગેંગ પાસેથી કેટલાક ઉમેદવારો સુધી પહોંચી પટનામાં બળેલા પેપરના ટુકડા પર લખાયેલા યુનિક સીરિયલ નંબરના આધારે લીકનું લોકેશન ટ્રેસ કરાયું New Delhi,તા.25 આ વર્ષે મે મહિનામાં લેવાયેલી નીટ-યુજીની પરીક્ષાનું પેપર કેવી રીતે લીક કરવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ માહિતી સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. સીબીઆઇએ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે બિહારના પટના અને ઝારખંડના હઝારીબાગમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. પટનામાં લીક પેપરની કોપીનો નાશ કરવા તેને બાળવામાં આવ્યું હતું, જેના ટુકડા તપાસ ટીમને મળી આવ્યા હતા. પેપર પર યુનિક…
Ahmedabad, તા.25 અમદાવાદના લોકોએ જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ધ્યાન રાખવુ પડશે. જન્મના સર્ટિફિકેટ લીધા બાદ માત્ર એક જ વખત એક જ બાબતનો સુધારો થઈ શકશે.નામ સુધારવુ હોય અથવા માતા-પિતાના નામ કે પછી સરનામુ વગેરે બાબતમાં મ્યુનિસિપલ તંત્ર હવે એક જ વખત સુધારો કરી આપશે. રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામા આવેલા નિર્દેશનો મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ દ્વારા અમલ શરુ કરવામાં આવ્યો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહયુ, જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નકકી કરવુ પડશે કે તેને ચોકકસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે.તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવુ…
Surat, તા.25 સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અનરાધાર વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે. સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 13.15 ઇંચ, પલસાણામાં 9.25 ઈંચ, માંગરોળ અને બારડોલીમાં 9 ઈચ વરસાદને પગલે જિલ્લાના 132 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. કીમ-ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. પલસાણા ચલથાણ ખાડીમાં એક તેમજ માંડવીમાં બે વ્યક્તિ તણાઈ ગયા છે. જેમાં બેના મૃતદેહ મળ્યા છે. નવસારીમાં ખેરગામમાં 9.9 ઈંચ અને નવસારી વાંસદામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી જિલ્લામાં ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે. પાંચ જિલ્લામાં 300 વધુ…
Gujarat , તા.25 ગુજરાતના 16 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 23 પોઝિટિવ કેસ છે. બુધવારે દિવસ દરમિયાન ચાંદીપુરાના 17 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેની સાથે જ ચાંદીપુરાના હાલ 117 શંકાસ્પદ કેસ છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 3ની સાથે કુલ મરણાંક વધીને 41 થયો છે. ચાંદીપુરાનાના કુલ 118 કેસ આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 118 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 10, ગાંધીનગર ગ્રામ્ય – અરવલ્લી – ખેડા – જામનગર – વડોદરા ગ્રામ્યમાં 6, છોટા ઉદેપુર – દાહોદ – નર્મદા – વડોદરા કોર્પોરેશન – સુરત કોર્પોરેશન – ભરૂચ -મહીસાગરમાં 2, મહેસાણામાં 7, રાજકોટ…
Gujarat , તા.25 ગુજરાતમાં અનેક જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. જ્યારે વડોદરામાં 8 ઈંચથી વધુ, તિલકવાડામાં 8 ઈંચ, પાદરામાં 8 ઈંચ, ભરૂચ અને ખેરગામમાં 7-7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 25મી અને 26મી જુલાઈની આગાહી આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25મી અને 26મી જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની…
America , તા.25 અમેરિકામાં ટેનેસીમાં ગેસ સ્ટેશનના ગુજરાતી ક્લાર્ક મીત પટેલની 10 લાખ ડોલરની લોટરીની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેણે લોટરીનું બીજાનું ઈનામ પોતે લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લોટરી વિજેતાને લોટરી લાગી નથી તેવું ખોટું કહીને લોટરીની ટિકિટ ચોરતા કેમેરા કેદ થયો હતો. લોટરી વિજેતાએ મુરફીસબોરોમાં શેલના સ્ટેશન પર 23 વર્ષીય મીત પટેલ પાસેથી 20 ડોલરની ડાયમંડ અને ગોલ્ડ સ્ક્રેચ એમ બે લોટરીની ટિકિટ ખરીદી હતી. તેણે મીત પટેલને ટિકિટ ચેક કરવા આપી હતી. મીત પટેલ તેની એક ટિકિટ પરત કરી હતી અને તેમાં 40 ડોલરનું ઈનામ લાગ્યું હતું. ત્યારબાદ બીજી ટિકિટ પોતાની પાસે હતી જેમા તેને…
Argentina, તા.25 વિશ્વમાં ફૂટબોલની રમત લોકપ્રિય છે. ઘણી વખત ફૂટબોલ મેચ દરમિયાન બબાલની ઘટના બની છે. તો ક્યારેક બે ટીમના સમર્થકો વચ્ચે ઘર્ષના કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશિત થયા છે. ત્યારે હવે આવી જ એક ઘટના પેરિસ ઓલિમ્પિકમાં બની છે. આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચેની ગ્રુપ સ્ટેજની ચાલૂ મેચમાં જ મેદાનમાં જ દર્શકો દોડી ગયા હતા જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેલાડીઓને મેદાન છોડીને ભાગવું પડ્યું હતું. આ કારણે મેચમાં વિવાદ સર્જાયો પેરિસ ઓલિમ્પિક ફૂટબોલમાં આર્જેન્ટીના અને મોરક્કોની પુરુષોની મેચમાં વિવાદ સર્જાયો હતો. મેચમાં આર્જેન્ટીનાએ સ્ટોપેજ ટાઈમમાં ગોલ ફટકારીને મેચ 2-2થી ડ્રો કરી હતી. જોકે મેચમાં રેફરીએ ઊમેરેલા ઈન્જરી ટાઈમથી નારાજ…
Ahmedabad, તા.25 નારોલમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલમાં શાહવાડી ખાતે રસોઇ બનાવવા બાબતે દંપતી વચ્ચે તકરાર થઇ હતી જેમાં જમાવવાનું બનાવ્યું તેમાં મીઠું વધારે નાંખવાને લઇને ઉશ્કેરાઇને પતિએ પત્નીની હત્યા કરી હતી. પતિએ પત્નીને ઢોર માર માર્યા બાદ પેટમાં પાટું મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. શાહવાડી ગામમાં જમવવાનું બનાવવા બાબતે દંપિત વચ્ચે તકરાર થતાં પતિએ છાતીમાં પાટું મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી : ત્રણ બાળકો નિરાધાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં રહેતા લત્તાબહેન સંગાડા (ઉ.વ.35)એ નારોલ વિસ્તારમાં…
America, તા.25 તાજેતરમાં જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંતના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્ન ચર્ચામાં હતા. જેમાં લગભગ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન કહી શકાય છે. પરંતુ આ પહેલા પણ વર્ષ 1971માં ઈરાનના છેલ્લા શાસક મોહમ્મદ રઝા શાહ પહેલવીએ એ સદીની સૌથી મોંઘી પાર્ટી આપી હતી. પાર્ટીમાં આશરે રૂ. 5,000 કરોડનો ખર્ચ કુલ $100 મિલિયન એટલે કે વર્તમાન સમયના રૂ. 5,000 કરોડની આસપાસ આ પાર્ટીમાં ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી આ પાર્ટીમાં 65 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને તેમના પ્રતિનિધિઓ એમ કુલ 600 લોકોએ હાજરી આપી હતી. જો કે,…
Anand, તા.25 આણંદ જિલ્લાના બોરસદમાં બુધવારે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ તૂટી પડતા બોરસદ શહેર પાણીમાં ડૂબ્યું હતું. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર ઇંચ અને 10 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા શહેરનું જનજીવન ખોરવાયું હતું. વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ શક્યા નહોતા, નોકરિયાત વર્ગ નોકરીએ જઇ શક્યો નહતો તેમજ વેપાર-ધંધાવાળાઓએ પણ દુકાનો બંધ રાખી ઘરમાં જ પુરાઇ રહેવાની નોબત આવી હતી.બીજી તરફ આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર , આંકલાવમાં…
