- મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
Author: Vikram Raval
એક ત્રાસવાદી ઠાર: કેટલાંકને ઘેરી લેવાયાનો નિર્દેશ Jammu and Kashmir,તા.24 જમ્મુ-કાશ્મીરના કુપવાડા રાજૌરી અને પુંછમાં સુરક્ષા દળો અને આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી ઠાર થયો હતો. જયારે પુંછમાં એક જવાન શહીદ થયો હતો. કુપવાડા ક્ષેત્રમાં મંગળવાર રાત્રીથી ચાલુ અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો. 24 જુલાઈએ સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી અને પડકારાઈ હતી. જેથી આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરાતા સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. આ ઉપરાંત પુંછમાં ઘુસણખોરીનુ ષડયંત્ર નિષ્ફળ બનાવાયુ હતું. ભારત-પાક એલઓસી પર કૃષ્ણા ઘાટના બટ્ટલમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળોએ સીમાપારથી ઘુસણખોરીને નિષ્ફળ બનાવાઈ હતી. આતંકીઓ સાથેની અથડામણ દરમ્યાન…
Mumbai,તા.24 T20 વર્લ્ડકપમાં ભારતના વિજય બાદ ટીમના સભ્ય અક્ષર પટેલના સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. T20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં તેનાં દેખાવને ક્રિકેટ પ્રેમીઓ ભૂલી શકશે નહીં. કારણ કે ભારતનો ટોપ ઓર્ડર જ્યારે ગબડી પડ્યો હતો અને શરૂઆતની ત્રણ મહત્વની વિકેટ્સ પડી ગઈ હતી ત્યારે અક્ષર પટેલે ઝડપી ઇનિંગ રમીને ટીમને સ્થિરતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સાથે જ ગયા વર્ષે ઇજાના કારણે વર્લ્ડકપ નહીં રમી શકવાનો અક્ષરનો રંજ પણ ઓછો થઈ ગયો હતો. અક્ષર પટેલે આ મામલે એક વર્તમાનપાત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘જ્યારે વન-ડે વર્લ્ડકપ 2023ની ટીમમાંથી ઇજાના કારણે બહાર થવું પડ્યું ત્યારે મારુ દિલ તૂટી…
Mumbai,તા.24 ભારતીય ટીમ આગામી ટુર્નામેન્ટ રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ટીમ શ્રીલંકા સામે 3 મેચની વનડે અને T20 સીરિઝ રમશે. શ્રીલંકાનો પ્રવાસ પૂરો થયા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ અને 3 મેચની T-20 સીરિઝ રમશે. મનાઈ રહ્યું છે કે જસપ્રીત બુમરાહને ટેસ્ટ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારતીય ટીમથી ઘણાં સમયથી દૂર રહેલા મોહમ્મદ શમી અને ઈશાન કિશનનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં રમવાની તક મળી શકે છે. બુમરાહ બની શકે છે કેપ્ટન શ્રીલંકાના પ્રવાસ માટે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તેણે વર્ક લોડને મેનેજ કરવા માટે…
Bihar,તા.24 બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ લાવવા જઈ રહી છે. આ બિલ બુધવારે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે. બિલની મુખ્ય જોગવાઈઓ શું છે? પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતીશ કુમારની સરકાર આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કરશે. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકો આ કાયદા હેઠળ દોષિત…
Nepal,તા.24 નેપાળના કાઠમંડુ (Kathmandu)માં એક મોટી દુર્ઘટના બની છે. જેમાં એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે પાયલટનો બચાવ થયો છે જેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ટેક્નિકલ ખામીને કારણે સર્જાઈ દુર્ઘટના નેપાળના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે (24 જુલાઈ) કાઠમંડુના ત્રિભુવન (tribhuvan airport) એરપોર્ટ પર શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રનવે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે, ટેકઓફ…
Pakistan,તા.24 પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત (ખૈબર-પખ્તુનવા પ્રાંત)માં આવેલા કબાઇવી વિસ્તારમાં ન ઓળખાયેલા ત્રાસવાદીઓએ એક સરકારી ગર્લ્સ સ્કૂલને સોમવારે રાત્રે પ્રબળ વિસ્ફોટકો દ્વારા ઉડાડી મુકી હતી.પાકિસ્તાનમાં ૨૧મી સદીમાં પણ એવા કટ્ટરપંથી ત્રાસવાદીઓ રહે છે જેઓ માને છે કે, છોકરીઓને ભણાવવી જ ન જોઈએ. છોકરીઓ મોટી થઈ વધુ આગળ ભણે તો તેઓ માથાભારે થઈ જાય પરિણામે પોતાના માતા-પિતા કે વડીલોના કાબુમાં ન રહે તો બીજી તરફ લગ્ન પછી પતિ કે સાસરિયાના દાબમાં ન રહે, આથી સમાજમાં અશાંતિ ઉભી થઈ જાય. આ અર્થહીન માન્યતા સામે વિચારકો કહે છે કે, જે દેશ એક તરફ બોંબ અને મિસાઇલ્સ બનાવે છે. તો બીજી તરફ સમાજની અર્ધો-અર્ધ…
Addis Ababa,તા.24 આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું. સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃત્યુઆંક ૫૫નો નોંધાયો હતો. પરંતુ બચાવકાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો. મંગળવારે મૃત્યુઆંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું. જો કે બચાવ કામગીરી દરમિયાન પાંચ…
નારિયેળીના ઉલ્લેખથી કમલાએ ભારતને સંભાર્યું 2023ના પ્રવચનમાં પણ તેઓએ પૂછયું કે, તમે એવું વિચારો છો કે તમો નારિયેળીનાં વૃક્ષ ઉપરથી જાણે કે હમણાં જ પડી ગયા છો ? Washington, તા.24 અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસે તેઓને ઉમેદવાર તરીકે જાહેર કરાયા પછી તેઓનાં પહલા જ પ્રવચનમાં ભારત સાથેના તેઓના સંબંધો યાદ કરતા કહ્યું હતું કે, એવું લાગે છે કે જાણે તમો હમણા જ નારીયેળના વૃક્ષ ઉપરથી પડી ગયા છો. આ શબ્દોના અનેકાનેક ગૂઢાર્થો નીકળી શકે, પરંતુ તેનો ધ્વનિ તે દર્શાવે છે કે તેઓ તેમના અને તેઓના માતૃપક્ષના ભારત સાથેના સંબંધો હજી ભૂલી શકયા નથી.…
Bihar,તા.24 ચોમાસા સત્ર વચ્ચે પટનામાં બિહાર ભાજપ દ્વારા પાર્ટીના ધારાસભ્યોની એક રુટિન બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને પોતાની સમસ્યા અંગે જણાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ એક-એક કરીને તમામ ધારાસભ્યોએ પાર્ટીના ટોચના નેતાઓ સામે પોતાની ફરિયાદ મૂકી હતી. આ દરમિયાન પાર્ટીના બિહાર પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી સહિત બિહારના પ્રભારી અને સહ પ્રભારી પણ હાજર રહ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે આ બેઠકમાં ઘણા ધારાસભ્યોએ રાજ્યમાં ઓફિસરશાહી વર્ચસ્વનો હવાલો આપ્યો હતો. અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા આ બેઠકમાં રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને હાલમાં ભાજપના ધારાસભ્ય રહેલા જીવેશ મિશ્રાએ રાજ્યના માર્ગ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યય…
West Bengal તા.24 પશ્ચિમ બંગાળની CIDએ ભારતની સૌથી મોટી સાઈબર ફ્રોડ ગેંગમાંથી એકનો સફળતાપૂર્વક ભાંડાફોડ કર્યો છે. આ ગેંગ કથિત રીતે હજારો કરોડ રૂપિયાના ઘણા કૌભાંડમાં સામેલ છે. તેણે છેલ્લા 5 વર્ષથી ઉત્તર પ્રદેશથી દિલ્હી અને હરિયાણા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો પાસેથી રૂપિયા ઠગ્યા. ગેંગના બે માસ્ટરમાઈન્ડને પશ્ચિમ બંગાળ સીઆઈડીએ દિલ્હી અને હરિયાણાથી પકડ્યા છે. મંગળવારે કોર્ટમાં રજૂ કર્યાં ગયા બાદ બંનેને 12 દિવસની સીઆઈડી કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને ફ્રોડનો પ્લાન ઘડ્યો CID સૂત્રોનો દાવો છે કે આરોપી ગેંગ ઘણા સોશિયલ મીડિયા મેસેન્જર પ્લેટફોર્મ જેમ કે વ્હોટ્સએપ, ટેલિગ્રામ…
