- મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
Author: Vikram Raval
Aligarh તા.24 અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU) ના કેમ્પસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 2 કર્મચારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ 2 હુમલાખોરોને સુરક્ષાકર્મીઓએ પકડી પાડ્યા હતા. ત્યારબાદ ઘાયલોને મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગોળીબારની ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસને જાણકારી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ પોલીસને આ ઘટના વિશે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જે બાદ તે તરત જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ જેએનયુમાં ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને અંજામ આપનાર બદમાશ કેન્ટીન સંચાલક પાસેથી હપ્તો માગી…
New Delhi તા.24 મંગળવારે (23 જુલાઈ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી દીધું. હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર જેવા રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ વિશેષ જાહેરાતો કરવામાં આવી નથી. આ મામલે હવે વિપક્ષ જોરદાર રીતે હોબાળો મચાવી રહ્યો છે.Parliamnt Budget Session Live Updates આ બજેટમાં ફક્ત બે રાજ્યો માટે જ બધુ : ખડગે સામાન્ય…
Ahmedabad,તા.24 અમદાવાદીઓ જો તમે આજે કોઈ પ્લાન કર્યો હોય કે ક્યાંક ફરવા જવું છે કે બજારમાં ખરીદી કરવા નીકળવું છે અને તમારી પાસે પોતાનું વ્હિકલ નથી અને રિક્ષા કે ટેક્સી દ્વારા ક્યાંક જવાના છો તો એલર્ટ થઇ જજો. કેમ કે આજે લગભગ 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. શું છે હડતાળનું કારણ? માહિતી અનુસાર રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સની માગ એ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતાં ટુ વ્હિલર બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી…
Tripura,તા.24 ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ બિન હરિફ જીતી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યની 71 ટકા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો પણ સમાવેશ થાય છે. તેમાંથી ભાજપે કુલ 4805 બેઠકો તો બિનહરીફ જ જીતી લીધી છે. હજુ તો 8 ઓગસ્ટે મતદાન થવાનું છે. ચૂંટણી પંચના સચિવે આપી માહિતી ત્રિપુરામાં રાજ્ય ચૂંટણી પંચના સચિવ અસિત કુમાર દાસે જણાવ્યું હતું કે ભાજપે ગ્રામ પંચાયતોની કુલ 6,370 બેઠકોમાંથી 4,550 બિનહરીફ જીતી છે. જેના કારણે હવે 71 ટકા બેઠકો પર…
Surat ,તા.24 સુરતના હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમ.ડી.ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જીનીયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે.ભરૂચ હાજીખાના બજારના અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું.પણ નુકશાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન…
Mumbai,તા.24 નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે (23 જુલાઈ) વર્ષ 2024-25નું બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું તેમાં GSTને લગતા ઘણા મોટા ફેરફારો કરવામાં આવેલ છે જીએસટી કાઉન્સિલની 53મી બેઠક મળેલ હતી. જેમાં ઘણી બધી રાહતો અને કાયદા, નિયમો તથા પ્રક્રિયામાં સુધારા સૂચવવામાં આવેલ હતા. (1) સૌથી મોટી રાહતની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2017, 2018-19 અને 2019-20 માટે જો વેપારીને કલમ 73ની નોટિસ આપેલ હોય કે આદેશ થયેલ હોય કે અપીલ તબક્કે કેસ પેન્ડિંગ હોય તો તારીખ 31-03-2025 સુધીમાં માત્ર વેરો ભરવાથી વ્યાજ અને દંડ માફી. જોકે આ જોગવાઈ કલમ 74 એટલે કે ઈરાદાપૂર્વકની કરચોરીના કેસોને લાગુ પડશે નહીં અને અત્યાર…
Mumbai,તા.24 નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નવી જોગવાઈ કરીને રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે દર્શાવનારાઓ પર બ્રેક લગાવી દીધી છે. ભાડાંની આવકને હાઉસ પ્રોપ્રટીની આવકના શિર્ષક હેઠળ બતાવવાની હોય છે, પરંતુ કરદાતાઓ તેને ધંધાકિય આવક તરીકે દર્શાવીને મકાન માલિકો તેના પરનો કરવેરો ભરવાનું ટાળવા આવક ઓછી દર્શાવતા હતા. રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસની આવક તરીકે નહિ ઓળખાવી શકાય તે માટે પહેલી એપ્રિલ 2024થી જ આ જોગવાઈને લાગુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક કરદાતાઓ તેમની ભાડાંની આવકમાંથી આવકવેરો બચાવવા માટે તેને બિઝનેસ ઈન્કમ તરીકે ઓળખાવતા હતા. તેમાંથી માણસોના પગાર, ગાડી, કોમ્પ્યુટર વગેરેના ઘસારા, ટ્રાવેલિંગ ખર્ચ સહિતના જુદાં જુદાં ખર્ચાઓ…
નાણાં મંત્રી નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) TDSની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર 5 ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતા મહેનતાણા, વ્યાજ, કમિશન પર કોઈપણ જાતની કરકપાત-TDS કરવાની જોગવાઈ નહોતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જતીન સી. શાહ (Jatin Shah)નું કહેવું છે કે નાણાં મંત્રી (Minister of Finance)એ ટીડીએસમાં સૂચવેલા સુધારાને પરિણામે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ રૂ. 20000થી વધી જાય તો તેના પર 10 ટકાના દરે ટીડીએસ કરવો પડશે. પગારદાર કર્મચારીએ વિદેશ ભણવા ગયેલા પુત્રને મોકલેલા નાણાં પર થયેલા ટીસીએસની રકમ તેમ…
Mumbai,તા.24 કરવેરાની 2023-24માં પારણા કરતા વધારે આવક, સરકારી સાહસોએ રળેલા જંગી નફાના કારણે ડિવીડન્ડ અને રિઝર્વ બેંકે ટ્રાન્સફર કરેલી જંગી આવકના લીધે મોંઘવારીથી પીસાતા મધ્યમવર્ગ અને બાંધેલો પગાર મેળવતા વ્યક્તિગત કરદાતાઓને બજેટમાં રાહતો મળશે એવી આશા હતી. સ્થાનિક પ્રજાને ફાયદો મળવાના બદલે બજેટમાં નુકસાન વધારે થયું હોય, કરમાં રાહત મળવાના બદલે કરનો બોજ વધે એવી જોગવાઈઓ હોય એવું લાગી રહ્યું છે. રોકાણ સામે કોઈપણ પ્રકારની રિબેટ કે છૂટછાટ નહી નાણામંત્રીએ રોકાણ સામે કોઈપણ પ્રકારની રિબેટ કે છૂટછાટ નહી આપતી નવી ટેક્સ પ્રણાલીમાં વધારે રાહત આપી છે જ્યારે જૂની કર પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડકશન વધારી રૂ.75,000 કર્યું છે જેનાથી કરનું ભારણ વર્ષે…
Madhya Pradesh,તા.24 ફ્રાન્સના પેરિસમાં પેરિસ પેરાલિમ્પિક્સ 2024 (Paris Paralympics 2024) નું 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય આયોજન થવાની તૈયારી વચ્ચે ભારત માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા. પેરિસ પેરાલિમ્પિક્સનું આયોજન ખાસ કરીને વિકલાંગ ખેલાડીઓ માટે કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ ભાગ લે છે. જોકે પેરિસ પેરાલિમ્પિક્સની શરૂઆત પહેલા જ ભારતને જોરદાર ઝટકો લાગ્યો છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીનો રિપોર્ટ નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA) એ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયેલા મધ્ય પ્રદેશના ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગયા છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ એથ્લેટ્સમાં પેરા…
