Author: Vikram Raval

આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી,  ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી America, તા.૨૩ આ ઘટના અમેરિકાના મિસિસિપીમાં સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે બની હતી. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે પુષ્ટિ કરી કે ૧૯ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ત્રણના મોત થયા છે. અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. મિસિસિપીમાં નાઈટક્લબની બહાર સામૂહિક ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ૧૬ ઘાયલ થયા છે.રિપોર્ટ અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે બની હતી.…

Read More

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહના ગીત ‘ભોલેદાની’નો વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે Mumbai, તા.૨૩ ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહના ગીત ‘ભોલેદાની’નો વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અક્ષરા સિંહના આ નવા ભક્તિ ગીતે તેના ચાહકોમાં ઉત્તેજના પેદા કરી છે અને દરેક લોકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. સાવનનાં વાતાવરણને ધ્યાનમાં રાખીને આ ગીતની રચના કરવામાં આવી છે. સાવનના પહેલા સોમવારના શુભ અવસર પર ભોજપુરી સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રી અને ગાયિકા અક્ષરા સિંહ બાબા ભોલેનાથના દરબારમાં જોવા મળી હતી. આ દરમિયાન અક્ષરા સિંહે ભોલેબાબાના ભક્તો માટે નવું ભક્તિ ગીત “ભોલેદાની” રિલીઝ કર્યું, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.…

Read More

અનન્યાએ પહેરેલા બ્રેસલેટમાં ચારે તરફ તેના ગુરુજીના ફોટોગ્રાફ્સ,  હેમા માલિની, અને જેકલીન પણ તેમને માને છે Mumbai, તા.૨૩ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર-ઠેર પૂજન, સત્સંગ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ગુરુજીને પ્રણામ કરતાં ફોટોગ્રાફ્સ અનેક લોકોએ શેર કર્યા હતા. આ વિશેષ દિવસે શર્વરી વાઘે રીલ લાઈફના ગુરુ જ્હોન અબ્રાહમને એક વચન આપ્યું હતું. શર્વરીએ આગામી ફિલ્મ વેદાનો ફોટોગ્રાફ શેર કર્યો હતો અને અભિમન્ય સર (જ્હોન)એ ફાઈટર બનાવી હોવાનું જણાવ્યું હતું. અનન્યા પાંડેએ બ્રેસલેટ પહેરેલી પોસ્ટ શેર કરી ઓમ નમઃ શિવાય કહ્યું હતું. આ બ્રેસલેટમાં ચારે તરફ તેના ગુરુજીનો ફોટોગ્રાફ હતો. શર્વરી વાઘની છેલ્લી બે ફિલ્મ મહારાજા અને મુંજ્યા સફળ રહી છે. શર્વરીની…

Read More

દિલ્હીની એક ઈવેન્ટ માટે લેન્સ પહેર્યા પછી જાસ્મિનને આંખમાં દુઃખાવો શરૂ થયો હતો Mumbai, તા.૨૩ આંખને વધારે આકર્ષક બનાવવા માટે અથવા તો ચશ્માની જગ્યાએ અનેક લોકો કોન્ટેક્ટ લેન્સ પસંદ કરતા હોય છે. કોન્ટેક્ટ લેન્સ પહેર્યાં પછી આંખને પડી રહેલી તકલીફો અંગે ટેલિવિઝન એક્ટ્રેસ જાસ્મિન ભસીને વાત કરી છે. જાસ્મિનને કોન્ટેક્ટ લેન્સ પહેર્યાં પછી આંખમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને ધીમે-ધીમે દેખાતું બંધ થયુ હતું.   જાસ્મિને જણાવ્યું હતું કે, ૧૭ જુલાઈએ એક ઈવેન્ટ માટે તે દિલ્હી ગઈ હતી. તૈયાર થતી વખતે તેણે આંખમાં કોન્ટેક્ટ લેન્સ પહેર્યાં હતાં. ક્યાં ચૂક રહી તેની ખબર નથી, પરંતુ લેન્સ પહેર્યા પછી આંખમાં દુઃખાવો શરૂ…

Read More

જ્યારે સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરિઝમાં ડિઝની હોટ સ્ટારે મેદાન માર્યું છે Mumbai, તા.૨૩ ‘પંચાયત’ સિરીઝની ત્રીજી સિઝન એમેઝોન પ્રાઇમ પર ૨૮.૨ મિલિયનની વ્યૂઅરશિપ સાથે ૨૦૨૪માં ઓટીટી પર હિન્દી ભાષાની સૌથી વધુ જોવાયેલી સિરીઝ બની ગઈ છે. ઓરમેક્સ મીડિયા દ્વારા આ રીસર્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા નંબરે ૨૦.૩ મિલિયન વ્યૂઝ સાથે નેટફ્લિક્સની ‘હીરામંડી’, ત્રીજા નંબરે પ્રાઇમ વીડિયોની જ ૧૯.૫ મિલિયન વ્યૂઅર્સ સાથે ‘ઇન્ડિયન પોલિસ ફોર્સ’ રહી છે. જ્યારે સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરિઝમાં ડિઝની હોટ સ્ટારે મેદાન માર્યું છે. જેમાં ૧૪.૮ મિલિયન વ્યુઅર્સ સાથે ‘ધ લિજેન્ડ ઓફ હનુમાન’, ૧૨.૫ મિલિયન સાથે ‘શોટાઇમ’, ‘કર્મા કોલિંગ’ ૯.૧ મિલિયન, ‘બાહુબલીઃ…

Read More

જાન્હવી કપૂર હાલ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં બિઝી છે, રાજકુમાર રાવ સાથેની ઉલઝ પણ રિલીઝ માટે તૈયાર છે Mumbai, તા.૨૩ જાન્હવી કપૂર અને શિખર પહારિયા ડેટિંગ કરી રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાય છે. તેમણે પોતાના રિલેશન્સનો ઈનકાર નથી કર્યો અને ક્યારેય કન્ફર્મ પણ નથી કર્યા. પોતાની લવલાઈફ અંગે ઈન્ટ્રેસ્ટિંગ અપડેટ આપતાં જાન્હવીએ જણાવ્યું હતું કે, તેનું દિલ તોડનારા બોયફ્રેન્ડે જ દર્દની દવા કરી હતી. પછી તો સ્થિતિ એવી હતી કે, દર મહિને તે વ્યક્તિ સાથે બ્રેકઅપ થતું હતું.   જાન્હવી કપૂર હાલ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં બિઝી છે. રાજકુમાર રાવ સાથેની ઉલઝ પણ રિલીઝ માટે તૈયાર છે. જાન્હવીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૦૨ સામે ૮૦૭૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૨૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૪૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૦૯ સામે ૨૪૫૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૦૬૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.3,749 અને ચાંદીના વાયદામાં રૂ.3,962નો કડાકોઃ ક્રૂડ તેલ રૂ.16 ઘટ્યું કોટન-ખાંડી વાયદો રૂ.240 વધ્યોઃ મેન્થા તેલમાં પણ સુધારોઃ નેચરલ ગેસ નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.49,090 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 84,509 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.41.94 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં રૂ.1,33,641.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.49,090.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 84509.18 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,838ના ભાવે ખૂલી,…

Read More

બે ડીસીપી, પાંચ એસીપી, 17 પીઆઈ, 49 પીએસઆઈ ઉપરાંતના પોલીસ કર્મી, હોમગાર્ડ, ટીઆરબી જવાનોને બંદોબસ્ત ફાળવાયો Rajkot,તા.23 રાજકોટમાં આજે જયાપાર્વતીના વ્રતના જાગરણ પર્વે રેસકોર્ષ સહિતના વિસ્તારોમાં આખી રાત લોકો મોટી સંખ્યામાં જોવા મળશે ત્યારે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે 988 પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ પર્વ નિમિતે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં સ્પે.શાખા દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશન દીઠ ફરજો સોંપવામાં આવી છે. આ ખાસ બંદોબસ્તમાં બે ડીસીપી, પાંચ એસીપી, 17 પીઆઈ, 49 પીએસઆઈ, 387 એએસઆઈ, હેડકોન્સ., કોન્સ. સહિતના કર્મીઓ, 87 મહિલા પોલીસ કર્મચારીઓ, 376 હોમગાર્ડ જવાનો, 60…

Read More

Vadodara ,તા.23 વડોદરા કેવડાબાગ ખાતે આવેલી કોર્પોરેશન સંચાલિત જન્મ, મરણ શાખાની કચેરીમાં આજે સર્વર ખોટાકાઈ ગયું હતું. જેથી જન્મ, મરણના દાખલા લેવા આવેલા અનેક અરજદારો અટવાયા હતા. કલાકો સુધી સર્વર શરૂ ન થતા અહીં કામ કરતા કર્મચારીઓએ ટેકનિકલ ટીમને આ બાબતે જાણ કરી હતી. ટેકનિકલ ટીમ અહીં આવી પરિસ્થિતિ જોઈ રવાના થઈ ગઈ હતી. તેઓ ગયા બાદ પણ સર્વર શરૂ ન થતાં હાલ અરજદારોની ખૂબ લાંબી લાઈન લાગી ગઈ છે અને તેઓએ હાલાકી અંગે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. નવાપુરા સ્થિત જન્મ મરણ નોંધણી કચેરીનું ટૂંક સમયમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્થળાંતર કરવાનું હોવાથી લોકોને હલાકી પડશેએ અંગેનો વિવાદ…

Read More