- મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
Author: Vikram Raval
New Delhi ,તા.23 નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2024-25 રજૂ કરતા બિહાર અને આંધ્ર પ્રદેશ માટે મોટી જાહેરાતો કરી. મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટ પહેલા બહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના કેન્દ્રના ઈનકાર બાદ રાજકારણ ગરમાયું હતું. બજેટ પહેલા બિહારને વિશેષ રાજ્યના દરજ્જો આપવાના સવાલ અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું પણ હતું કે, ‘બધું ધીમે-ધીમે ખબર પડશે.’ વાત એમ હતી કે, તેમની નજર બજેટ પર હતી. બીજી તરફ, નાણા મંત્રીએ પણ બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને નિરાશ ના કર્યા. કેમ નહીં, આખરે સરકાર તેમના જ ટેકાથી તો ચાલી રહી છે. પૂર્વોદય યોજનાની જાહેરાત નાણા મંત્રીએ તેમના બજેટ ભાષણમાં ઉત્તરપૂર્વીય રાજ્યોના…
New Delhi ,તા.23 નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે સ્ટાર્ટઅપ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં સરકારે સ્ટાર્ટઅપ માટે પર લગાવવામાં આવતો એન્જલ ટેક્સ નાબૂદ કર્યો છે. વર્ષ 2012માં એન્જલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. એવામાં જાણીએ કે આ એન્જલ ટેક્સ શું છે અને તેને હટાવવાની માંગ કેમ ચાલી રહી હતી. એન્જલ ટેક્સ શું છે? સ્ટાર્ટઅપ કંપનીઓ કે અનલિસ્ટેડ કંપનીઓ તેમનો બિઝનેસ વધારવા માટે ફંડ એકઠું કરે છે. આ ફંડ ભેગું કરવા માટે અન્ય કંપની કે સંસ્થાને શેર આપવામાં આવે છે. આ શેર તેની નિશ્ચિત કિંમત કરતા પ્રીમિયમ એટલે કે ઊંચી કિંમતે વેચવામાં આવે છે. આથી શેર વેચવાથી જે વધારાની કિંમત…
Mumbai, તા,23 ભારતીય અર્થતંત્રનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ભારતીયોને ફાઈનાન્સીયલ માર્કેટમાં રોકાણમાં પણ વધારો થયો છે. ભારતના 20 ટકા પરિવારો પોતાની બચતનું રોકાણ ફાઈનાન્સીયલ માર્કેટમાં કરી રહ્યા છે. નેશનલ સ્ટોક એકસચેંજમાં રજીસ્ટર્ડ યુનિક ટેકસ આઈડીની સંખ્યા પાંચ વર્ષ પુર્વે 2.7 કરોડ હતી તે હવે 9.2 કરોડે પહોંચી છે. શેરબજારને લાગે વળગે છે ત્યાં સુધી રીટેઈલ ઈન્વેસ્ટરોનો ટર્નઓવરમાં હિસ્સો 35.4 ટકાએ પહોંચ્યો છે. રીટેઈલ ઈન્વેસ્ટરોના રજીસ્ટ્રેશન, તેમના વોલ્યુમ, નેટ ઈન્વેસ્ટમેન્ટ તથા લીસ્ટેડ કંપનીઓમાં ભાગીદારીમાં વધારો છે. કેન્દ્ર સરકારના સર્વે રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાકાળ વખતથી આ ટ્રેન્ડ છે અને સતત વધી રહ્યો છે. સામાન્ય…
ચોટીલા પંથકના ભાભલુએ વ્યાજના પાંચ હજારની પઠાણી ઉઘરાણી કરી: વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો RAJKOT, તા.23 વિંછીયામાં ગેરેજ સંચાલકને પાંચ હજારના ડબલ રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરે ધમકી આપતાં વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે વિંછીયા ખોડીયારપરામાં રહેતાં જયેશભાઇ ભનુભાઈ મકવાણા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાભલુભાઈ (રહે. આણંદપૂર,ચોટીલા) નું નામ આપતા વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, તેઓ વિંછીયા જુના બસ્ટેન્ડ પાસે ક્ધયા શાળાની બાજુમા ગેરેજ ચલાવે છે અને સાથે ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. પાંચેક મહિના પહેલા…
જૂનાગઢના મહિપત બસીયા, ગોંદરાના દેવા, રબારીકાના અશોક અને કાનભાઈ સામે કલરના વેપારી સત્યેન્દ્રસીંગ ઉર્ફે સીકંદરે ફરિયાદ નોંધાવી પકડાયેલ અશોક લાલુ પાસેથી ફરિયાદી સિકંદરના બે કોરા ચેક મળ્યા, ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિના નામનો રૂ.4.50ની રકમ ભરેલો ચેક પણ કબ્જે લેવાયો Jetpur, તા.23 જેતપુરમાં વ્યાજખોરો સામે ગુનો નોંધી ઓફિસમાં દરોડો પાડતા એક આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી બે કોરા અને એક રકમ ભરેલ ચેક મળ્યો છે. જૂનાગઢના સૂર્ય મંદિર પાસે, જોષીપુરામાં રહેતા મહિપત દડુ બસીયા, ગોંદરાના દેવા, રબારીકાના અશોક મનુ લાલુ અને કાનભાઈ બબાભાઈ લાલુ સામે કલરના વેપારી સત્યેન્દ્રસીંગ ઉર્ફે સીકંદરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિપત બસીયાની જેતપુરના અમરનગર રોડ પર,…
RAJKOT,તા.23 આજી નદીના કાંઠેથી મોડી રાતે બે દિવસ પહેલાં ગુમ થયેલ 21 વર્ષીય યુવકની હત્યા કરાયેલ લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડી કમ્પોઝ લાશની ઓળખ મેળવી ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. થોરાળા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી યુવકને મોતને ઘાટ ઉતારનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર, રાજકોટના નવા થોરાળામાં ગોકુલપરા શેરી નં.1 ની પાછળ રહેતો નીતિન ઉર્ફે નિખિલ પરસોતમભાઈ સોલંકી (ઉ.વ.21) ગઈ તા.20 ના પોતાના ઘરે…
New Delhi ,તા.23 નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાની સાથે લાલ ટેબલેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ તેમની સાથે છે. નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિએ તેમને દહીં અને ખાંડ ખવડાવ્યા અને શુભેચ્છા આપી હતી.આ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા બાદ તે સંસદ ભવન પહોંચ્યા.
હાઈકોર્ટમાં રાજય સરકારનો જવાબ: સ્ટેટ કાઉન્સીલનાં ગઠનની પ્રક્રિયા ચાલુ Ahmedabad,તા.23 માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દ્રષ્ટિ ગુમાવતા સર્જાયેલા અંધાપાકાંડ મુદ્દે સુઓમોટો રિટમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એવી માર્મિક ટકોર કરી હતી કે અનેક ડોકટરોની કિલનીક શોપ્સ એકટ હેઠળ રજીસ્ટર્ડ થઈ હોય છે. તેઓ દૂકાનની જેમ કિલનીક ચલાવતા હોય છે તેથી તેમને પણ કિલનીક એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળ આવરી લેવા જોઈએ. આ કેસમાં રાજય સરકારે એકટની અમલવારી અને રૂલ્સ સહિતની પ્રક્રિયા વિશે કોર્ટને માહિતી આપી હતી. જે મામલે વધુ વિગતો રજુ કરવાનો આદેશ કરી હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ચાર સપ્તાહ…
1,36,706 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડર નો છટકાવ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ ચાંદીપુરાના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી Ahmedabad, તા.23 મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા)ના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રી એ બાળ…
Dhaka (Bangladesh)તા.23 બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક દેખાવો દરમ્યાન વડાપ્રધાન કાર્યાલય, સેન્ટ્રલ બેન્ક અને પોલીસની અધિકૃત વેબસાઈટ હેક થઈ ગઈ છે ત્યારબાદ આ વેબસાઈટ પર એક જ પ્રકારના મેસેજ આવી રહ્યા છે. જેમાં લખ્યુ છે કે, ઓપરેશન હંટર ડાઉન, સ્ટોપ કિલીંગ સ્ટુડન્ટસ બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતને લઈને ફેલાયેલી અશાંતિ વચ્ચે વડાપ્રધાન કાર્યાલય સેન્ટ્રલ બેન્ક અને પોલીસની અધિકૃત વેબસાઈટ હેક થઈ ગઈ છે ‘ધી આરયુએસઆઈએસટી એએનસી3’નામના એક સમુહ દ્વારા સાઈટ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો છે. મેસેજમાં વધુમાં લખવામાં આવ્યું છે. અમારા બહાદુર છાત્રોનાં શાંતિપૂર્ણ વિરોધને સરકાર અને તેના રાજનીતિક સાક્ષીઓ દ્વારા ક્રુર હિંસા અને હત્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ માત્ર…
