- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
- જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ
- જે મનુષ્ય કામના,સ્પૃહા,મમતા અને અહંકાર છોડે છે તેને શાંતિ પ્રાપ્ત થાય છે
Author: Vikram Raval
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૦૪ સામે ૮૦૪૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૨૯ સામે ૨૪૪૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૭૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.116 અને ચાંદીમાં રૂ.846ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.56 લપસ્યું કોટન-ખાંડી વાયદામાં રૂ.80નો સુધારોઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11,530 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 38,698 કરોડનું ટર્નઓવર મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-30 વાગ્યા સુધીમાં રૂ.50,229.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,530.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 38697.76 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,161ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,185 અને નીચામાં રૂ.72,800 ના મથાળે અથડાઈ, રૂ.116 ઘટી રૂ.72,874ના ભાવે…
Ahmedabad, તા.૨૨ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૭૦૦૦ ૮૯૦૦૦ રૂપુ ૮૬૮૦૦ ૮૮૮૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૪૦૦૦ ૭૫૫૦૦ સોનું (૯૯.૫) ૭૩૮૦૦ ૭૫૩૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૩૯૯૦ –
Ahmedabad, તા.૨૨ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
Ahmedabad, તા.૨૨ સીંગતેલ જૂના ૨૬૦૦ – સીંગતેલ નવા ૨૭૦૦ ૨૭૮૦ કપાસિયા જુના ૧૬૮૦ – કપાસિયા નવા ૧૮૦૦ ૧૮૬૦ સોયાબીન જૂના – – સોયાબીન નવા ૧૭૫૦ ૧૮૫૦ દીવેલ ૨૦૫૦ – પામોલિન જુના ૧૫૨૦ ૧૬૦૦ પામોલિન નવો ૧૬૦૦ – કોપરેલ ૨૬૦૦ – વનસ્પતિ ઘી ૧૭૦૦ ૧૮૨૦ સરસીયુ મોળુ ૧૯૫૦ – સરસીયુ તીખુ ૨૦૯૦ – સનફલાવર ૧૬૩૦ ૧૭૦૦ મકાઈ તેલ ૧૬૫૦ – તિરૂપતિ ૫ લીટર ૫૮૦ ૬૧૫ સિંગતેલ ૫ લીટર ૮૩૦ ૮૫૦
બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બન્યું હતું Gandhinagar, તા.૨૨ બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સહીસલાતમ પરત આવી ગયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી અનાતમના મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે હિંસક બનતા બાંગ્લાદેશમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાત સહિત અન્ય રાજ્યો અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ પોતપોતાના રાજ્ય કે દેશમાં પરત જઈ રહ્યા છે. જોકે, ગઈકાલે ૨૧ જુલાઈએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અનામત વધારવાનો હાઈકોર્ટનો ચુકાદો રદ કરી દેતાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને…
Vadodara , તા.૨૨ નર્મદાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આજે વડોદરા આવી પહોંચ્યા હતા. ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા. બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર…
New Delhi, તા.૨૨ NCERTએ ધોરણ-૬ માટે સામાજિક વિજ્ઞાનના નવા પાઠયપુસ્તકમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ કરાયો છે. વધુમાં જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાનો ઉલ્લેખ કરાયો નથી તેમજ બાબા સાહેબ આંબેડકરના અનુભવોના સંદર્ભ બદલી નાંખવામાં આવ્યા છે, જેના કારણે ભારે વિવાદ સર્જાવાની શક્યતા છે. NCERTના સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સના નવા પાઠયપુસ્તક મુજબ ગ્રીનવિચ મધ્યરેખાના ઘણા સમય પહેલાં ભારતની પોતાની પ્રધાન મધ્ય રેખા હતી, જેને ’મધ્ય રેખા’ કહેવાતી હતી અને તે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી પસાર થતી હતી. નવા પાઠયપુસ્તક મુજબ હાલમાં પૃથ્વીની મધ્ય રેખા ગણાતી ગ્રીનવિચ ભૂમધ્ય રેખા પહેલી પ્રધાન મધ્યરેખા નથી.…
કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી અને ૪૩ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ જેલમુક્તિની મંજૂરી મળી Washington, તા.૨૨ ગુનેગારોને સજા કરવી એ સારી બાબત છે. પરંતુ કોઈપણ ગુના કર્યા વિના જેલમાં તમારું અડધું જીવન વિતાવવું એ ભયાનક અનુભવથી ઓછું નથી. આ શ્રેણીમાં એક નામ છે સાન્દ્રા હેમનું. ૬૪ વર્ષની સાન્દ્રા ૪૩ વર્ષથી જેલના સળિયા પાછળ હતી. તે પણ એવા ગુના માટે કે જે તેણે ક્યારેય કર્યો જ નથી. ૨૦ વર્ષની ઉંમરે સાન્દ્રાને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી અને સાન્દ્રાને ૪૩ વર્ષ જેલમાં વિતાવવા પડ્યા. સાન્દ્રા હવે જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. અલબત્ત સાન્દ્રા જેલના સળિયા…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાડોશી દેશ બાંગ્લાદેશને શરણ આપવાની વાત કરી હતી New Delhi, તા.૨૨ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાડોશી દેશ બાંગ્લાદેશને શરણ આપવાની વાત કરી હતી. તેમના આ નિવેદન બાદ હવે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ’આ અધિકાર ભારત સરકારનો છે, રાજ્ય સરકારનો નથી.’ નોંધનીય છે કે, રવિવારે (૨૧મી જુલાઈ) મમતા બેનરજીરએ કહ્યું હતું કે, ’બાંગ્લાદેશી નાગરિકો માટે પશ્ચિમ બંગાળના દરવાજા ખુલ્લા રાખશે. જેને શરણ જોઈએ છે તેને આવકારશે.’ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે,’બંધારણ અનુસાર આ અધિકાર ભારત સરકારનો છે રાજ્ય સરકારનો નહીં. મમતા…
