- Vadodara માં ચાલી રહેલું બોગસ કોલ સેન્ટર પકડાયું, આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
- કલ્યાણકારી કાર્ય પૈસા વહેંચવાથી ન થાય : Murli Manohar Joshi
- જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું: CM એમ.કે.સ્ટાલિ
- Adil ખાતામાં ૫ લાખ હતાં, તો પણ માંગતો હતો પૈસા
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- India માં આજથી ચાર નવા શ્રમ કાયદા લાગુ કરાયા
- ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- Trump ની ઝેલેન્સ્કીને ધમકી! કહ્યું-‘તાત્કાલિક શાંતિ યોજના પર સાઈન કરો,નહીંતર જેલમાં જાઓ’
Author: Vikram Raval
New Delhi ,તા.22 ખાલિસ્તાનીઓએ સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની આપી છે. કેરળથી રાજ્યસભા સાંસદ વી શિવદાસને જણાવ્યું કે, મને આ ધમકી ફોન કોલ પર મળી છે. સાંસદે જણાવ્યું કે, મને એક ફોન કોલ આવ્યો હતો, તેમાં ધમકી આપવામાં આવી હતી કે, સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસ (એસજેએફ)ના નામથી કરવામાં આવ્યો હતો. આ મામલે સાંસદ વી શિવદાસને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું કે, મને એસજેએફના નામ પર ફોન કોલ આવ્યો હતો. વી શિવદાસન કેરળથી સીપીઆઈ (એમ)ના સાંસદ છે. ધમકી આપનારે ગુરપતવંત સિંહ પન્નૂનું…
Mumbai, તા.22 ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T-20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઘણા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઋતુરાજ, અભિષેક અને જાડેજાને કેમ બહાર કર્યા? આ અંગે અજીત અગરકરે કહ્યું, ‘કોઈપણ ખેલાડી જેને ટીમમાંથી બહાર કરવામાં આવશે તેને ખૂબ જ ખરાબ લાગશે. રિંકુને જ જુઓ, તેણે ટી-20 વર્લ્ડ કપ પહેલા ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમમાં જગ્યા બનાવી…
Mumbai, તા.22 ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમના શ્રીલંકા પ્રવાસ પહેલા નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમ 27 જુલાઈથી યજમાન શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને વધુ એક દિવસીય મેચ રમશે. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અગરકરે ટીમ સિલેક્શનને લઈને કેટલાક ખુલાસા કર્યા હતા. રવિન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં કેમ સ્થાન ન મળ્યું? વન ડે ટીમમાં રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી અંગે અજીત અગરકરે કહ્યું હતું કે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા બંનેને ટીમમાં સ્થાન આપવાનું કોઈ ખાસ કારણ નહોતું. કોઈ એકને ટીમની બહાર રહેવું જ પડે એમ હતું. જાડેજાને પડતો મૂકવામાં નથી આવ્યો,…
Haryana, તા.22 હરિયાણાના અંબાલામાં ખૂબ દર્દનાક ઘટના સામે આવી છે. ત્યાં સેનાના એક રિટાયર્ડ સુબેદારે પોતાના જ પરિવારના પાંચ લોકોની કથિત રીતે હત્યા કરી દીધી. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. જાણકારી અનુસાર ઘટના રવિવારે રાતની છે. મૃતકોની ઓળખ 65 વર્ષની માતા સરોપી દેવી, 35 વર્ષના ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા (32 વર્ષ), પુત્રી યશિકા (5 વર્ષ) અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપનું નામ ભૂષણ કુમાર છે. તેણે મોડી રાત્રે સૌથી પહેલા તીક્ષ્ણ હથિયારથી ભાઈ પર હુમલો કર્યો. તે બાદ તેણે એક-એક કરીને સમગ્ર પરિવારને ખતમ કરી દીધો. તેણે મૃતદેહોને સળગાવવાનો પણ…
Mumbai, તા.22 જ્યારથી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે ત્યારથી ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધોમાં સતત ઉતારચઢાવ ભર્યા રહ્યા છે. બંને દિગ્જ્જો ભૂતકાળમાં ક્રિકેટ મેદાનમાં એકબીજા સાથે સામસામે આવી ગયા હતા. ગંભીર કોમેન્ટેટર તરીકે હમેશાં કોહલીની ખામીઓ ગણાવતો હોય છે. જયારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, કોહલી સાથેના તેના સંબંધથી ભારતીય ટીમને કોઈ ફરક પડશે? આ સવાલનો ગંભીરે જવાબ આપતા કહ્યું હતું કે, વિરાટ કોહલી સાથે મારો જે સંબંધ છે, તે ટીઆરપી માટે નથી. ભારતીય ટીમના કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે સોમવારે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેની સાથે ટીમના મુખ્ય સિલેક્ટર અજીત અગરકર પણ હાજર હતા.…
New Delhi,તા.22 કેન્દ્ર સરકાર 23 જુલાઈએ 2024-25નું બજેટ રજૂ કરે તે પહેલાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારે સંસદમાં દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં સમાચાર લખાયા ત્યાં સુધી સરકારનું સંપૂર્ણ ફોકસ ખાનગી સેક્ટર અને પીપીપી પર રહ્યો છે. જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2024-25માં જીડીપી ગ્રોથ 6.5થી 7 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. વૈશ્વિક પડકારો દેશનો સૌથી મોટો પ્રશ્ન સરકાર દ્વારા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે આંચકો લાગી શકે છે, પરંતુ સરકાર…
Uttar Pradesh,તા.22 લખનઉ દિલ્હી હાઈવે પર સોમવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે બસ વચ્ચેની ભીષણ ટક્કરમાં બસ ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા હતા જ્યારે 49થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. શ્રાવણ માસનો સોમવાર હોવાથી હાઈવે પરનો ટ્રાફિક વન-વે કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મિલકમાં ભૈરવ બાબા મંદિર પાસે બે બસો સામસામે અથડાઈ હતી. સવારે 4:00 વાગ્યે લખનઉથી દિલ્હી જઈ રહેલી સાહિબાબાદ ડેપોની જનરથ બસ હરિદ્વારથી શ્રાવસ્તી જઈ રહેલી ખાનગી વોલ્વો બસ સાથે અથડાઈ હતી. બંને બસના આગળના ભાગનો તૂટીને કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ઘાયલોમાં ચીસા-ચીસ થઈ હતી. અકસ્માતની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી…
New Delhi,તા.22 આવકવેરાના ઉપલબ્ધ નિયમો અંતર્ગત જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂ. 5 લાખ અને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂ. 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. પરંતુ ઈનકમ ટેક્સ રિટર્ન યુટિલિટી પર 5 જુલાઈએ એક અપડેટ આવી અને જેના લીધે હવે કોઈપણ રાહત મળી રહી નથી. રિપોર્ટ અનુસાર, 5 લાખથી ઓછી આવક હોવા છતાં ઘણા રોકાણકારો શેરબજારમાંથી થતી આવક પર ઈનકમ ટેક્સ રિટર્ન ભરતી વખતે કલમ 87 (એ) અંતર્ગત છૂટનો ક્લેમ કરી શકતા નથી. જેથી તેઓને અપેક્ષા છે કે, આવતીકાલે રજૂ થનારા બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ મુદ્દે રાહત આપશે. નવી અપડેટ બાદ ક્લેમ કરવામાં મુશ્કેલી…
New Delhi,તા.22 યોગી સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ દુકાનદારો ભલે પછી કે મહેન્દ્ર હોય કે મોહસીન હોય તેમણે પોતાની દુકાન, લારી-ગલ્લાં કે સંસ્થાની બહાર તેમનું નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ખાસ કરીને મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટમાં આવતા ધંધાર્થીઓ માટે હતો પરંતુ પછીથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ રીતે આદેશ લાગુ કરવામાં આવ્યો. જેને લઈને ભારે વિવાદ થયો અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. જ્યાંથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે યોગી સરકારના આદેશ પર વચગાળાની રોક લગાવી સુપ્રીમ કોર્ટે હવે યોગી સરકારના આ ફરમાન પર વચગાળાની રોક લગાવતાં કહ્યું છે કે,…
America ,તા.22 અમેરિકન પ્રમુખ જો બાઈડેને પ્રમુખ પદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરતા જ અમેરિકાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. હવે તેમણે પ્રમુખ પદ માટે ઉપ પ્રમુખ કમલા હેરિસનું સમર્થન કર્યું છે. જો કે તેમના નિર્ણયથી એક સવાલ ઉઠ્યો છે કે તેમણે અચાનક આ નિર્ણય કેમ લીધો? ચાલો એક નજર કરીએ એ સાત મોટી ભૂલો પર જેના કારણે તેઓ ઉમેદવારી પાછી ખેંચવા મજબૂર થયા. બાઈડેન સતત બીજી વખત ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ સતત પ્રચાર પણ કરી રહ્યા છે. પરંતુ વધતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરી…
