- ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- Trump ની ઝેલેન્સ્કીને ધમકી! કહ્યું-‘તાત્કાલિક શાંતિ યોજના પર સાઈન કરો,નહીંતર જેલમાં જાઓ’
- Brazil માં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ
- Pakistan માં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા
- Delhi-Mumbai Expressway વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો
- Pakistan માં મોટી દુર્ઘટના, ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ
- Dubai Air Show માં પ્રદર્શન દરમિયાન ભારતીય ફાઈટર પ્લેન તેજસ થયું ક્રેશ
- Tariff પર વિવાદનો અંત? અમેરિકાએ કહ્યું- ટૂંક સમયમાં જાહેરાત
Author: Vikram Raval
Porbandar,તા.20 પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યા છે જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી- પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી. તે ઉપરાંત પણ અનેક ટ્રેનોને અસર થઇ છે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેકશનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઇ છે. શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકના અનેક જગ્યાએ ધોવાણ થયા છે. પોરબંદરથી ભાણવડ વચ્ચે અનેક જગ્યાએ રેલ્વે ટ્રેકની ઉપરથી અને નીચેથી પૂરના પાણી પસાર થઇ રહ્યા હોવાથી નીચેનો ટેકો અને કોંક્રિટ વગેરે પાણીમાં વહી…
Dhoraji,તા.20 ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગઇકાલે બપોર બાદ અનરાધાર વરસાદ ચાલુ થયો હતો, જે આજે પણ યથાવતા રહ્યો હતો. 24 કલાકમાં આભ ફાટયું હોય એમ 15 ઇંચ સુધીના વરસાદ વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. તમામ નદીઓ ગાંડીતૂર બની હતી. જળાશયો છલોછલ બન્યા હતા. ખેતરોનું ધોવાણ થઇ ગયું હતું. ધોરાજી શહેરમાં ગઈકાલે રાત્રિના ભારે વરસાદ વરસી જતા 6 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે ધોરાજી તાલુકાના વાડોદર, નાનીમારડ, ચિચોડ, કલાણા, વાડોદર અને મોટીમારડ, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે આભ ફાટયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી. ગઈકાલ સાંજથી લઈને સાંજ સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 13 ઇંચની વચ્ચે વરસાદ નોંધાતા…
Ahmedabad,તા.20 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હટાવી દેવાયા છે. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. મેયર ઓફિસની એન્ટી ચેમ્બરને વ્યક્તિગત ઓફિસ બનાવી ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરવાનો નિર્ણય પાટીલે લીધો હતો. શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની કચેરીમાં આવેલી એન્ટી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી. મેયરની એન્ટી ચેમ્બરમાં જ કોન્ટ્રાકટરોને બોલાવી…
Caribbean,તા.20 કેરેબિયન (Caribbean) દેશ હૈતી (Haiti)માંથી એક ગંભીર દુર્ઘટનાના સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે લગભગ 40 માઈગ્રન્ટ્સ (migrants)ના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. બોટમાં 80થી વધુ પ્રવાસીઓ મુસાફરો હતા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા શુક્રવારે (19 જુલાઈ) સ્થાનિક અધિકારીઓને માહિતી આપતા જણાવ્યા હતું કે ‘આ અઠવાડિયાની શરૂઆતમાં 80થી વધુ પ્રવાસીઓ એક બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. તમામ માઈગ્રન્ટ્સ બુધવારે (17 જુલાઈ) હૈતીથી ટર્ક્સ અને કેકોસ (Turks and Caicos) માટે રવાના થયા હતા. આ ઘટનામાં હૈતીના કોસ્ટ ગાર્ડે 40 લોકોને બચાવી લીધા હતા. આર્થિક સંકટનો સામનો કરી રહ્યું…
Uttar Pradesh,તા.20 ઉત્તર પ્રદેશમાં લોકસભા પ્રદર્શનથી ઉત્સાહિત સમાજવાદી પાર્ટીના નેતાઓએ શુક્રવારે કહ્યું કે તેમને આશા છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં ઈન્ડિયા બ્લોકના સહયોગી તેમને તે સન્માન આપશે જેના તેઓ હકદાર છે. નવા ચૂંટાયેલા સપા સાંસદોને સન્માનિત કરવા માટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના મહારાષ્ટ્ર એકમે ઓક્ટોબરમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે રણશિંગૂ ફૂંક્યુ. સમાજવાદી પાર્ટીના સાંસદોએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર અને મણિ ભવન ગાંધી સંગ્રહાલયની મુલાકાત લીધી. ભિવંડી ઈસ્ટ બેઠકથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ શેખે ભાજપ, શિવસેના અને કોંગ્રેસ-એનસીપી પર તેમની પાર્ટીના કાર્યકર્તાઓની સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો. મહારાષ્ટ્રમાં વિપક્ષના એમવીએ ગઠબંધનના ઘટક, જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ…
Mumbai,તા.20 કોઈ પણ રમત પ્રત્યે ખેલાડીને કેટલો જુસ્સો હોઈ શકે તેનું ઉદાહરણ એક ઓસ્ટ્રેલિયન ખેલાડી પૂરું પાડે છે. આ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે પોતાની આંગળીનું બલિદાન આપ્યું હતું. મેટ ડોસન ઓસ્ટ્રેલિયાની ટીમ માટે હોકી રમે છે. ડોસને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેની આંગળીનું બલિદાન આપ્યું છે. હોકી ખેલાડી મેટ ડોસને આંગળીનું બલિદાન આપ્યું આ 30 વર્ષીય હોકી ખેલાડીએ ટોક્યો ગેમ્સમાં સિલ્વર મેડલ જીતેલો છે. ડોસનને તાજેતરમાં ગંભીર ઈજાનો ભોગ બન્યા પછી એક આકરા નિર્ણયનો સામનો કરવો પડ્યો હતો. તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ફ્રેક્ચર થયું હતું, જેથી ડોક્ટરની ટીમે તેમને બે વિકલ્પો આપ્યા હતા. જેમાં એક…
Mumbai,તા.20 હરભજન સિંહે શુક્રવારે પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરને એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તુલના કરવા પર ફટકાર લગાવી. હરભજને કહ્યું કે જો રિઝવાનને પણ કોઈ પૂછશે તો તે ધોનીનું જ નામ લેશે. પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરે શુક્રવારે સોશિયલ મીડિયા પર એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તસવીર શેર કરીને પૂછ્યું કે આ બંનેમાંથી કોણ સારું છે. જેની પર હરભજન સિંહ પોતાને રોકી શક્યા નહીં અને તેને શ્રેષ્ઠ ખેલાડી વિશે સારી રીતે જણાવ્યું. પાકિસ્તાનના ઈન્ફ્લુએન્સરે એક્સ પર પૂછ્યું, એમએસ ધોની કે મોહમ્મદ રિઝવાન? કોણ શ્રેષ્ઠ છે? મને ઈમાનદારીથી જણાવો. તેનો જવાબ આપતાં હરભજન સિંહે કહ્યું, આજકાલ શું ફૂંકી રહ્યાં છો? કેવો મૂર્ખતાભર્યો સવાલ છે?…
Mumbai,તા.20 T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફાર T20 ટીમમાં જોવા મળ્યો છે. રોહિત, કોહલી અને જાડેજાએ સંન્યાસ લીધા બાદ ઝીમ્બાબ્વે પ્રવાસ પર T20 સીરિઝ રમનારી ટીમમાં મોટો ફેરફાર કરાયો છે. ભારતીય ક્રિકેટ ટીમનું શ્રીલંકા પ્રવાસનું એલાન થઈ ગયું છે. T20 પ્રવાસ માટે સૂર્યકુમારને ટીમની કમાન સોંપવામાં આવી છે અને શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવ્યા છે. બીજી તરફ વન ડે ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે અને તેમાં પણ શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનનારી ટીમ…
Mumbai,તા.20 મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી. શેફાલી-મંધાનાનું દમદાર પ્રદર્શન પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ તરફથી સ્મૃતિ…
Mumbai,તા.20 શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમનું સુકાન હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને સોપાયું છે. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યમાં મૂકી ગયા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે હાર્દિક પંડ્યાના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે હાર્દિકની જગ્યાએ યુવા બેટર શુભમન ગિલને T20 અને વનડેનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય ઘણાં સવાલો ઉભા કરે છે, કારણ કે T20 વર્લ્ડકપ 2024ની જીતમાં હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન હતો. મોહમ્મદ કેફે શું કહ્યું? કેફે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હાર્દિકને T20 ટીમની…
