- ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- Trump ની ઝેલેન્સ્કીને ધમકી! કહ્યું-‘તાત્કાલિક શાંતિ યોજના પર સાઈન કરો,નહીંતર જેલમાં જાઓ’
- Brazil માં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ
- Pakistan માં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા
- Delhi-Mumbai Expressway વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો
- Pakistan માં મોટી દુર્ઘટના, ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ
- Dubai Air Show માં પ્રદર્શન દરમિયાન ભારતીય ફાઈટર પ્લેન તેજસ થયું ક્રેશ
- Tariff પર વિવાદનો અંત? અમેરિકાએ કહ્યું- ટૂંક સમયમાં જાહેરાત
Author: Vikram Raval
Mumbai,તા.20 ભારતીય ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળી છે. આ ટીમમાં હાર્દિક પંડ્યાને પણ જગ્યા મળી છે. પરંતુ તેને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ આપવામાં આવી નથી. અગાઉ T20 વર્લ્ડકપમાં તે વાઇસ કેપ્ટન હતો પરંતુ હવે તેને હટાવવામાં આવતા કેટલાક ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં કેપ્ટન બનનાર શુભમન ગિલને હવે બંને ફોરમેટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. આ નિર્ણય બાદ હાલમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીરને કેટલાક ક્રિકેટ ચાહકો ટાર્ગેટ કરી રહ્યા છે. એક જૂના ઈન્ટરવ્યુને લઈને ફેન્સ ગંભીરને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો…
Mumbai,તા.20 રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત બાદ ભારતીય ક્રિકેટમાં નવા કેપ્ટન માટે હલચલ વધી થઈ ગઈ છે. આગામી શ્રીલંકા પ્રવાસ માટે સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે બધાની નજર શુભમન ગિલ પર પણ છે. ગિલને T20 જ નહીં પરંતુ વનડે માટે પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ શું એ કહેવું યોગ્ય રહેશે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગિલને ભારતીય ટીમના આગામી કેપ્ટન તરીકે વિચારી રહ્યા છે. રોહિત પાસેથી ગિલ ઘણું શીખી શકે ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ એવું જણાઈ રહ્યું છે કે શુભમન ગિલના સારા દિવસો શરુ થઇ…
Haryana તા.20 હરિયાણામાં યમુનાનગર સહિત અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલા કાળા નાણાંની તપાસ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે શનિવારે કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ કરતાં ખળભળાટ મચ્યો છે. ઈડીએ હરિયાણાના ધારાસભ્યો અને તેમના સહયોગીના ઘરે દરોડા પાડી પૂછપરછ માટે ધરપકડ કરી હતી. ઈડીએ રાજકરણીઓની ધરપકડ કરી ઈડીએ સોનીપતમાંથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જાન્યુઆરીમાં ઈડીએ સોનીપતમાં પંવાર અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા પરિસરો, કરનાલમાં ભાજપ નેતા મનોજ વાધવાના નિવાસ સ્થાને અને યમુનાનગર જિલ્લામાં ઈનેલો ધારાસભ્ય દિલબાગ સિંહ અને તેના સહયોગીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ દિલબાગ સિંહની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ…
New Delhi તા.20 લોકસભા ચૂંટણી 2024માં લક્ષ્યથી ચૂકી ગયા બાદથી ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. તેની પાસે હવે બહુમત નથી. ત્યારે આગામી 4 રાજ્યોમાં હવે વિધાનસભા ચૂંટણી નજીક છે. આ દરમિયાન કઈ રણનીતિ અપનાવવી એ ભાજપ માટે પડકાર બની ગયો છે. ભાજપ તેના આક્રમક અને સંતુલિત ચૂંટણી અભિયાનને લઈને મુંઝવણમાં છે. ભાજપ મુંઝવણમાં! એક વર્ગનું માનવું છે કે હાલના સમયે વિપક્ષના દબાણ હેઠળ આવવાની જગ્યાએ પાર્ટીએ અગાઉની જેમ જ તેનું આક્રમક અભિયાન ચાલુ રાખવું જોઇએ. જોકે આ વ્યૂહનીતિથી નુકસાન થવાની પણ આશંકા છે કેમ કે વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. માં સામેલ પક્ષોમાં વિરોધાભાસ છતાં ભાજપવિરોધી સૂર તો એક જેવા જ છે.…
Russia તા.20 શુક્રવારે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માઈક્રોસોફ્ટના સર્વરે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટર બંધ થઇ ગયા હતા. આ સર્વર ઠપ થતા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશોમાં અરાજકતા સર્જાઈ હતી. વિશ્વભરમાં 2 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ હતી. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ…
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં તમામ ૧૧ દોષિતોની સજાની માફીને રદ કરી દીધી હતી New Delhi,તા.૧૯ સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં તમામ ૧૧ દોષિતોની સજાની માફીને રદ કરી દીધી હતી. આ પછી, બે દોષિતોએ આ નિર્ણયને પડકાર્યો, જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. હવે ગુનેગારોએ તેમની અરજી પાછી ખેંચી લીધી છે. આ કેસમાં દોષિતો ભગવાન દાસ શાહ અને રાધેશ્યામ પાસે હજુ પણ ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે. બંને દોષિતોએ આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, એવી દલીલ કરી હતી કે એક જ ન્યાયાધીશોની બે બેન્ચે ગુજરાત સરકારના નિર્ણય પર જુદા જુદા મંતવ્યો લીધા…
Rajkot તા.૧૯ શહેરના કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયા વાડી સર્કલ નજીક યુવાને પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કાળો કકળાટ સર્જાયો હતો કારણ અકબંધ હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સોરઠીયા વાડી સર્કલની બાજુમાં કોઠારીયા મેઈન રોડ પર રહેતા અતુલભાઈ જગજીવનભાઈ વોરા 40 નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર છતમાં દોરી બાંધીને ગળે ફાસો ખાઈ લેતા બેભાન થઇ ગયા હતા પરિવારે 108 ને જાણ કરતા 108ના તબીબ emt એ આવી પહોંચી જોઈ તપાસી મોત જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.પોલીસે મૃતદેહને પી. એમ. માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી મૃતકે ક્યાં…
Gandhinagar,તા.૧૯ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત તાઇવાનના મુંબઈ સ્થિત ઇકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રીયુત હોમર સી.વાય.ચંગે ગાંધીનગરમાં લીધી હતી. ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪ માં સહભાગી થવા આવેલા શ્રીયુત હોમરે આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજી હતી. તેમણે ગુજરાત સાથે ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ટ્રેડ રિલેશન્સ વધારવા તત્પરતા દર્શાવી હતી. આ સંબંધો સહિત તાઈવાનના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ વધુ સંગીન બનાવવા ગુજરાતમાં તાઇવાનની સ્ટેટ ઓફિસ શરૂ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગનો તેમણે અનુરોધ કર્યો હતો.…
Ahmedabad,તા.૧૯ ઓબીસી અનામતના કારણે અટકેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટીલની આગેવાનીમાં લડશે, તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી ૨ બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે. આજની બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના ૨ મહામંત્રીઓ આ જવાબદારી વહેચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ પહેલા અનેક અટકળો હતી કે નવા પ્રમુખ કોણ હશે, પરંતુ તે વાતનો હવે…
Hyderabad,તા.૧૯ ઉત્તર પ્રદેશમાં કંવર માર્ગ પર દુકાનો આગળ નામ લખવાના નિર્ણય પર રાજકારણ ગરમાયું છે. હવે એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે મોટો હુમલો કર્યો છે. સરકારના નિર્ણયને બંધારણ વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે રાજ્યની યોગી સરકાર ધર્મના આધારે રાજ્યનું વિભાજન કરી રહી છે. જ્યાં ભાજપને ફાયદો થાય છે ત્યાં તે વિશ્વાસ ભૂલી જાય છે. કંવરયાત્રાને કારણે નથી થઈ રહ્યું, વર્ષોથી ચાલતી આવી છે. સરકાર દ્વારા જાણી જોઈને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણપણે બંધારણનો ભંગ કરવા સમાન છે. ઓવૈસીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોઈક વ્યક્તિ પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે. અમરનાથમાં પૂજાની વસ્તુઓ વેચનારા અને ઘોડાના માલિક…
