Author: Vikram Raval

America, તા.19 આજે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ માઈક્રોસોફ્ટના સર્વરની સમસ્યા અંગે  સિક્યોરિટી કંપનીના CEOએ આપી અપડેટ આપી છે. CrowdStrike કંપનીની પ્રતિક્રિયા CrowdStrike કંપનીના CEOએ જણાવ્યું કે અમે માઈક્રોસોફ્ટની વિન્ડોઝ હોસ્ટમાં જે અપડેટ આપી હતી અને તેના બાદ જે ખામી સર્જાઈ હતી તેના પર અમે કામ કરી રહ્યાં છીએ. આ કોઈ સાયબર એટેક કે સિક્યોરિટીમાં ખામી નથી. શું સમસ્યા થઈ હતી…

Read More

Rajkot, તા.19 રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાતા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજકોટના ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં ધોધમારી વરસાદ વરસ્યો છે. તેવામાં ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ વરસાદ વરસતા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. બીજી તરફ, છેલ્લા 24 કલાકની અંદરમાં ભાડેર ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કર્યો હતો. આ સાથે રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકમાં નવ ઈંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર…

Read More

Porbandar, તા.19 હવામાન વિભાગ (IMD) દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગરુવારે (18 જુલાઈ) ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને 14 વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સહિત કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. કેટલાક ગામો…

Read More

Rajkot , તા.19 રાજકોટ મહાપાલિકાની આચારસંહિતાના કારણે સવા ચાર મહિના પછી મળેલી સામાન્ય સભામાં 20 પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તેની ચર્ચા ટાળી દેવા ફરી એકવાર ભાજપના શાસકોએ જોહુકમી અને મનમાની કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ પ્રશ્નોત્તરી દરમિયાન અગ્નિકાંડનો ઉલ્લેખ કરતા જ  તેને બળપ્રયોગથી બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા તો અગ્નિકાંડના અસરગ્રસ્તો બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં ન આવી જાય તે માટે પ્રથમવાર ગેલરી ખિચોખીચ ભરી દેવાઈ મૂતજ  કોંગ્રેસના નેતાઓની અગાઉથી અટકાયત કરીને અગ્નિકાંડનો અવાજ દબાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિગતો એવી છે કે પૂર્વાનુમાન મૂજબ જ આજે સામાન્ય સભા મેયર નયનાબેન પેઢલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ તેમાં ભાજપે…

Read More

Gandhinagar , તા.19 ગુજરાતના રાજ્યપાલ (Governor of Gujarat) આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે. ગુજરાતના રાજ્યપાલની અવધિ પૂર્ણ થઈ રહી છે આચાર્ય દેવવ્રત તારીખ 19મી જુલાઈ, 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ પદે આરૂઢ થયા હતાં. ઉલ્લેખનીય છેકે, ગત સપ્તાહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિલ્હીની મુલાકાત લીધી હતી જયાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને મળ્યા હતાં. કેટલાંક રાજ્યોના રાજ્યપાલના પાંચ વર્ષનો…

Read More

Bhavnagar, તા.19 શહેરના જશોનાથ સર્કલ પાસે એક પરપ્રાંતિય યુવાનને બે શખ્સે ઢીકાપાટું અને છરી વડે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ મારામારીના બનાવમાં લોહિયાળ ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર શહેરના હાદાનગર, સત્યનારાયણ સોસાયટી-૧, શાકમાર્કેટ પાસે મધુબેનના મકાનમાં ભાડેથી રહેતા સમીમભાઈ મહમદભાઈ શેખ (ઉ.વ.૨૪, રહે, મુળ કોપા ગામ, પોસ્ટ લતીફપુર, તા.શાહગંજ, ઉત્તરપ્રદેશ) અને તેમના મિત્ર રામસીંગ ઓમપ્રકાશ ચૌહાણ ગત તા.૧૭-૭ના રોજ રાત્રિના સમયે માધવદર્શન કોમ્પલેક્ષમાં આવેલ સોનુભાઈની દુકાન નં.૧૦૩માં કામ પર હતા. ત્યારે સમીર ઉર્ફે કાળુ રાજાણી નામનો શખ્સ દુકાન નજીક શૌચક્રિયા કરતો હોય, જેને ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગાળો…

Read More

Anand,તા.19 લગભગ અઠવાડિયા પૂર્વે આણંદ શહેરના ર્ડા.મહેન્દ્ર શાહની હોસ્પિટલ નજીક થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શહેર પોલીસે ગતરોજ ચાર શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્સિગના વિદ્યાર્થીઓ વચ્ચે મજાક મામલે ઝઘડો થયો હતો. જે મારામારી સુધી પહોંચી ગયો હતો. તાલુકા મથક ઉમરેઠના લીંગડા ગામે રહેતો ઓમ ઉર્ફે હરી મહેશભાઈ સોલંકી આણંદ શહેરની ર્ડા.મહેન્દ્ર શાહની હોસ્પિટલ નજીક આવેલ એક ઈન્સ્ટીટયુટમાં નર્સિંગના કોર્ષનો અભ્યાસ કરે છે. તેની સાથે ભાલેજ ગામનો જસ્ટીન મેકવાન પણ અભ્યાસ કરતો હોવાથી બંને મિત્રો સાથે અપડાઉન કરે છે. ગત તા.૯મીના રોજ ઈન્સ્ટીટયુટ ખાતે ક્લાસમાં શિક્ષકે બ્લેકબોર્ડ ઉપર સ્પેલિંગ લખવા માટે ઓમ ઉર્ફે…

Read More

Bhavnagar, તા.19 મહુવાના કતપર ગામે તાજેતરમાં પોલીસે યોજેલાં લોક દરબારમાં સ્થાનિક મહિલાઓએ દારૂના હાટડાં સહિત ખુલ્લેઆમ ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા કરેલી આક્રમક રજૂઆતનું કોઈ પરિણામ ન આવ્યું ન હોય તેમ, આજે મહુવાના નવયુવાનોના એક સમુહે પોલીસ અને ડે. કલેકટરને આવેદન આપી મહુવા શહેર અને તાલુકમાં સતત વધી રહેલી દારૂની બદી અને તેના કારણે નશાના રવાડે ચડેલાં યુવાધન દ્વારા થતી ગુન્હાખોરી અને ગુંડાગર્દીને ડામવા કડક પગલાં લેવા માંગ કરી છે. સાથોસાથ, મહુવામાં પણ લઠ્ઠાકાંડ સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી તાકિદે પંથકમાંથી દારૂનું દૂષણ દૂર કરવા માંગ કરી છે. મહુવા પંથકના નવયુવાનોના એક સમુહે મહુવા પોલીસના એ.એસ.પી.અને ડે. કલેકટરને આપેલાં આવેદનમાં…

Read More

Anand,તા.19 આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ખેડૂતો, નોકરીયાતો સહિત ડોક્ટર તેમજ એન્જીનીયરો પણ સાયબર ગઠીયાઓના શિકાર બન્યા હોવાની ફરિયાદો નોંધાવવા પામી છે. જે અંતર્ગત સાયબર પોલીસ દ્વારા આવા કેસોમાં ઝડપી કાર્યવાહી કરી કુલ ૧.૮૪ કરોડ ઉપરાંતની રકમ ભોગ બનનારને પરત અપાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર વ્યક્તિ દ્વારા તુંરત જ સાઈબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરવાથી જે તે એકાઉન્ટમાં ઠગાઈના નાણાં ગયા હોય તે  નાણાંને ફ્રીઝ કરી દેવામાં આવે છે. બાદમાં પોલીસ દ્વારા ભોગ બનનાર ગ્રાહકનો સંપર્ક કરી જરૂરી માહિતી મંગાવી સામાવાળાના ફ્રીઝ થયેલા બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી ઠગાઈ પૈકીના બચી ગયેલા નાણાં પરત…

Read More

Ahmedabad તા.19 અમદાવાદના ૧૦૦ ટ્રાફિક જંકશન ઉપર રુપિયા ૧૫ કરોડના ખર્ચે સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવશે.શહેરમાં રીવરબ્રિજ સહિત કુલ ૮૧ બ્રિજ આવેલા છે.આ પૈકી ૭૦ બ્રિજ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા નદી ઉપરના બ્રિજ ઉપરાંત ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજ સહિત કુલ ૪૦ બ્રિજ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે.બી.એસ.એન.એલ.તથા ટોરેન્ટ પાવરના કનેકશનની કામગીરી પુરી થયા બાદ સી.સી.ટી.વી.કેમેરા ચાલુ કરવામા આવશે.ચોમાસાના કારણે ૧૧૨ પૈકી ૯૬ જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા ચાલુ છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ,એસ.જી.હાઈવે ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા માટે નેશનલ હાઈવે ઓથોરીટી સાથે વાતચીત ચાલી રહી છે.

Read More