- ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- Trump ની ઝેલેન્સ્કીને ધમકી! કહ્યું-‘તાત્કાલિક શાંતિ યોજના પર સાઈન કરો,નહીંતર જેલમાં જાઓ’
- Brazil માં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ
- Pakistan માં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા
- Delhi-Mumbai Expressway વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો
- Pakistan માં મોટી દુર્ઘટના, ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ
- Dubai Air Show માં પ્રદર્શન દરમિયાન ભારતીય ફાઈટર પ્લેન તેજસ થયું ક્રેશ
- Tariff પર વિવાદનો અંત? અમેરિકાએ કહ્યું- ટૂંક સમયમાં જાહેરાત
Author: Vikram Raval
Ahmedabad તા.19 અમદાવાદના લોકો જન્મતિથી,પુણ્યતિથી કે લગ્નતિથી નિમિત્તે સ્વજનો સાથે યાદગીરીના ભાગરુપે એક વૃક્ષ તેમના નામની તકતી સાથે મ્યુનિ.ના મેમોરીયલ પાર્કમાં મુકાવી શકશે.આ માટે રુપિયા ૩૧૦૦ ચાર્જ મ્યુનિ.તંત્રને ચુકવવો પડશે. એક વર્ષ સુધી તંત્ર આ વૃક્ષની જાળવણી કરશે. શહેરના પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા ખાતે આવેલી ટી.પી.સ્કીમ નંબર-૪૪ના ફાઈનલ પ્લોટ નંબર-૨૪૬,ગાયત્રી સર્કલ પાસે અંદાજીત ૮૪૪૧ ચોરસ મીટર જગ્યામાં તથા પૂર્વ ઝોનના નિકોલ વિસ્તારમાં આવેલી ટી.પી.-૧૨૩,સીના ફાઈનલ પ્લોટ નંબર-૩૪,મેવાડ પાર્ટી પ્લોટ પાસે આવેલી ૩૨૫૩ ચોરસ મીટર જગ્યામાં મેમોરીયલ પાર્ક મ્યુનિસિપલ તંત્ર દ્વારા બનાવવામા આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કમિટીની બેઠક બાદ કહયુ,આ પ્લોટમાં શહેરીજનો પસંદગીનું વૃક્ષ લગાવી શકશે.પોતાના કે સ્વજનની યાદગીરી માટે નામની…
Bhavnagar તા.19 ગઢડા તાલુકાના નિંગાળા ગામ પાસેથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે મોટા ઝીંઝાવદર ગામના એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બોટાદના શખ્સનું નામ ખુલતા તેની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા તાલુકાના નિંગાળા ગામથી મોટા ઝીંઝાવદર તરફ એક કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે ગઢડા પોલીસે મધરાત્રિના સમયે નિંગાળા ગામે મોટા ઝીંઝાવદરના રસ્તે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી કાર નં.જીજે.૩૩.એફ.૯૩૯૩ને રોકી તપાસ કરતા કારની અંદરથી દારૂની ૪૮ બોટલ, બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર, દારૂ-બિયર અને એક મોબાઈલ ફોન સાથે સંજય નરશીભાઈ…
Bhavnagar તા.19 બુધેલ-ભાવનગર હાઈવે પર સર્વિસ રોડની ખખડધજ હાલત અને રોડ બંધ કરી દેવામાં આવતા વાહનો રોંગ સાઈડમાં દોડી રહ્યા છે. જેના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતના બનાવો બનતા હોય, આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવી રહેલ આઈસરચાલકે કાર સાથે ટક્કર મારતા કરચલિયા પરાના યુવાનને ઈજા થઈ હતી. બનાવની મળતી વિગત અનુસાર શહેરના ક.પરા, રાણીકા ગેટ, પટેલ ફળી, જેઠાભાઈની ઘંટીની સામે રહેતા જયદીપભાઈ ઈશ્વરભાઈ વાજા (ઉ.વ.૨૫) અને તેમના પાંચ મિત્રો ગઈકાલે બુધવારે સાંજના સમયે જયદીપભાઈના માસા ભગવાનભાઈ દયાળભાઈ વાઘેલાની અલ્ટીકા કાર નં.જીજે.૦૪.ઈજે.૪૪૯૭ લઈને બુધેલની સિધ્ધિ વિનાયક હોટલ ખાતે ચા પાણી પીવા માટે ગયા બાદ…
Tamil Nadu તા.19 તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના દિકરા અને રાજ્યના યુવા કલ્યાણ અને રમત મંત્રી ઉધયનિધિને પ્રમોશન આપી ઝડપથી ઉપમુખ્યમંત્રી બનાવી શકે છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સ્ટાલિન 22 ઓગસ્ટે અમેરિકા જવા રવાના થાય તે પહેલા ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવશે. જ્યારે સ્ટાલિનના પિતા એમ. કરુણાનિધિ મુખ્યમંત્રી હતા, ત્યારે સ્ટાલિનને 2009માં ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં સ્ટાલિન તમિલનાડુના રાજકારણમાં મોટા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ઉધયનિધિ પાર્ટીનો ચહેરો બનશે ડીએમકેના સૂત્રોએ જણાવ્યું કે ઉધયનિધિ 2026ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો બની શકે છે. ડીએમકે પાર્ટી કેડર અને નેતાઓ ઇચ્છે છે કે ઉધયનિધિને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે. તેમનું માનવું છે…
America તા.19 અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના આરોગ્ય પર છેલ્લા અમુક સમયમાં સતત સવાલ ઉઠી રહ્યાં છે. આવા સવાલોએ એક વાર ફરીથી જોર પકડ્યુ છે. તેનું કારણ બાઈડનનો એક નવો વીડિયો છે. એક્સ પર સામે આવેલા એક વીડિયોમાં બાઈડન સ્ટેજ પર એક મહિલા તરફ જતાં જોવા મળી રહ્યાં છે. આ સમયે તેમના પત્ની જીલ આવીને તેમને રોકે છે અને માઈકની તરફ જવા માટે કહે છે. વીડિયો શેર કરતાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાને બાઈડન ઓળખી શક્યા ન હતા. તેઓ આ મહિલાને પોતાના પત્ની જીલ સમજી બેઠાં હતાં અને સ્ટેજ પર જ કિસ કરવાના હતાં. બાઈડનનો આ વીડિયો સોશિયલ મીડિયા…
New Delhi , તા.19 માઈક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મધ્ય અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યે અનેક કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે, તેમના લેપટોપ અને કોમ્પ્યુટર આપમેળે બંધ થઈ ગયા છે. જેના લીધે બેન્કોથી માંડી સ્ટોક એક્સચેન્જ, એરલાઈન્સના કામકાજ પર અસર થઈ છે. મુસાફરો ચેક-ઈન કે ચેક આઉટ કરવા અસમર્થ બન્યા છે. અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકામાં 147 એરલાઈન્સ રદ્દ કરવામાં આવી છે. સ્ક્રિન પર એકાએક બ્લ્યૂ સ્ક્રિન આવી ગઈ આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની…
America, તા.19 દુનિયાભરમાં વિન્ડોઝ પર કામ કરતાં તમામ આઇટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક બંધ પડી ગયા હતા. ટેક્નિકલ ખામીનાં કારણે દુનિયામાં ઘણા એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. ક્યાંક રેલ નેટવર્ક ખોરવાયું તો ક્યાંક બેન્કિંગ સર્વિસને અસર થઈ હતી. આ તમામ ઘટનાઓ પાછળ ખરેખર કારણ શું હતું એ જાણવા મળી ગયું છે. વિન્ડોઝ યુઝર્સને તેઓનાં સ્ક્રીન પર બ્લૂ સ્ક્રીન ઑફ ડેથ (BSOD) જોવા મળે છે. આ તકલીફ ક્રાઉડ સ્ક્રાઇક અપડેટ પછીથી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો અને મોટી મોટી કંપનીઓ આ તકલીફના કારણે પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે ક્લાઉડ સર્વિસને અસર થયા બાદ આ અંગે જાણકારી આપી હતી.…
America, તા.19 દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી. અમેરિકામાં 200થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો…
America, તા.19 અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો નવેમ્બરમાં હું અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈશ તો રશિયા અને યુક્રેન યુદ્ધ સહિત દુનિયાભરમાં ચાલતા સંકટના ફક્ત એક ફોન કૉલ દ્વારા ઉકેલ લાવી દઇશ. રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિસ્કોન્સિનના મિલ્વૌકીમાં 2024 રિપબ્લિકન નેશનલ કન્વેન્શનને સંબોધી રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેન સામે તાક્યું નિશાન રિપબ્લિકન્સને સંબોધતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્તમાન સરકારને હાલમાં જે આંતરરાષ્ટ્રીય સંકટ પેદા થયા છે તે હું ખતમ કરી દઈશ. બાઈડેન સામે નિશાન તાકતાં ટ્રમ્પે કહ્યું કે હું આ શબ્દનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીશ – બાઈડેન. હું હવે આ શબ્દ નહીં વાપરું. ફક્ત એક જ વખત.…
Britain , તા.19 બ્રિટન (UK) લીડ્સ શહેરમાં ગત રાતે જોરદાર રમખાણો થયા હતા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચોવચ એકત્રિત થઈ ગયા અને ભારે તોફાન મચાવ્યું હતું. લોકોએ આ દરમિયાન બસને આગ ચાંપી દીધી હતી. પોલીસની ગાડીઓને પણ નિશાન બનાવીને તોડફોડ મચાવાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ ઘટનાના વીડિયોમાં રમખાણકારોની ભીડ વચ્ચે બાળકો પણ દેખાઈ રહ્યા છે. કેમ રમખાણો ભડક્યાં? માહિતી અનુસાર આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી છે જે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી ચાઈલ્ડ કેર હોમમાં રાખવા માગતી હતી. તેના જ વિરોધમાં લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. વેસ્ટ યોર્કશાયર પોલીસે કહ્યું કે લીડ્સના હેરહિલ્સ વિસ્તારની લક્ઝર સ્ટ્રીટ…
