Author: Vikram Raval

Gandhinagar,તા.૧૮ ગાંધીનગરમાં ગામેગામ વેચાવવાની ફરિયાદ તો જારી છે ત્યાં હવે સબ રજિસ્ટ્રારે સરકારી જમીન બારોબાર વેચી દેવાની ફરિયાદ નોંધાઈ છે. પીરોજપુરની જમીન બારોબાર વેચાયાનો ગુનો નોંધાયો છે.  સરકાર સાથે છેતરપિંડી અને ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો છે. સબ રજિસ્ટ્રારે ૨,૭૩૪ મીટર જમીન બારોબાર વેચી દીધી હતી. ગુનો નોંધાતા આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે. ગાંધીનગર જિલ્લામાં જૂના પહાડિયા ગામને બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાની વાત ચાલુ જ છે ત્યાં હવે આ જ રીતે બીજું ગામ વેચાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી ૧.૫ વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં…

Read More

Surat,તા.૧૮ સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળી આવ્યું છે. જેમાં સુરતના પલસાણામાં ગુજરાત એટીએસએ રેડ કરી હતી. તેમાં ૪.૫ કિલો કેમિકલ સહિત રૂપિયા ૪.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પર ડ્રગ્સ બનાવવા માટે વપરાતુ કેમિકલ મળ્યુ હતું. પલસાણાના ઔધોગિક વિસ્તારમાં આ ઘટના બાદ ચકચાર મચી છે. સુરતમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની આશંકાએ આ રેડ કરવામાં આવી હતી. તેમજ ગુજરાત એટીએસે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ માહિતી સુત્રો દ્વારા મેળવવામાં આવી છે. શહેરમાં છેલ્લા લાંબા સમયથી ‘નો ડ્રગ્સ ઈન સુરત’ નામનું અભિયાન પોલીસ ચલાવી રહી છે. સુરત પોલીસ ડ્રગ્સનો કારોબાર કરતા હોય તે લોકો પર પોલીસ સતત…

Read More

Rajkot,તા.૧૮ ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ ૫ બાળકોનાં મોત થયા હતા. રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. તેમજ નવી સ્ઝ્રર બિલ્ડીંગ ખાતે આઈસીયું સાથેનાં ૭ બેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રની તૈયારી છે. જોકેચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જછે. રાજકોટમાં નવી એમસીએચ બિલ્ડીંગ ખાતે આઇસીયુ સાથેના ૭ બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડ્યે બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારી હોવાનું ઇર્સ્ં એ નિવેદન આપ્યુ છે.દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા…

Read More

બહેનોને પણ ૧૦ હજાર રૂપિયા આપવામાં આવે Maharashtra, તા.૧૮ મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાડલા ભાઈ (લાડલા ભાઈ) યોજના શરૂ કરવામાં આવી છે. લાડલા ભાઈ યોજના હેઠળ સરકાર ૧૨ પાસ છોકરાઓને ૬૦૦૦ રૂપિયા અને બેરોજગારોને ૧૦ હજાર રૂપિયા આપશે. લાડલી બેહન યોજના હેઠળ મહિલાઓને ૧૫૦૦ રૂપિયા આપવામાં આવે છે. હવે શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે નિવેદન આપતા કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર પર ૮ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ નાની રકમ નથી અને આ નવી સ્કીમ લોકસભા ચૂંટણી હાર્યા બાદ જારી કરવામાં આવી છે. લાડલી બેહન એ મધ્યપ્રદેશની યોજનાની નકલ છે. હવે પ્રિય ભાઈને લાવવામાં આવ્યો છે. તેઓ લાડલી બનને માત્ર…

Read More

હાલમાં તમામ અખાડાઓએ આવા સંતો અને ઋષિઓને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે, Ujjain,તા.૧૮ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી મહારાજ કાર્યક્રમમાં હાજરી આપવા ઉજ્જૈન પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે પહેલાના સમયમાં ઋષિ-મુનિઓ અને કથાકારો પોતાને ભગવાનના સેવક અને તેના પુરોહિત માનતા હતા, પરંતુ હાલમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે જેમાં ઋષિ-મુનિઓ અને કથાકારો પોતાને ભગવાન કહેવામાં વ્યસ્ત છે. અખાડા પરિષદમાં શરૂઆતથી જ આવી વ્યવસ્થા છે, જેના દ્વારા સંતો અને કથાકારો જો અખાડાના નિયમોનું પાલન ન કરે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. રવિન્દ્ર પુરી મહારાજે કહ્યું કે અમે પણ આ વખતે કંઈક આવું જ કરી…

Read More

Mumbai,તા.૧૮ રીલ બનાવવાની કળાએ મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનવી કામદારને નામના કમાવામાં તો મદદ કરી હતી, પરંતુ આખરે તે જીવલેણ પણ સાબિત થઈ. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં વીડિયો બનાવતી વખતે અનવી ૩૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. અવની કામદાર ફેમસ ટ્રાવેલ ઈન્ફ્યુએન્સર છે. તેનું ઇનસ્ટાગ્રામ પર અકાઉન્ટ છે. જેના પર તે ટ્રાવેલિંગના અનેક વીડિયો શેર કરીને ફેન્સને તમામ માહિતી આપતી હતી. અનવીના ઇનસ્ટાગ્રામ પર ૨ લાખ અને ૫૪ હજારથી પણ વધુ ફોલોવર્સ છે. અનવી સીએ પણ હતી. તેણે ડિલોઈટ નામની કંપનીમાં પણ જોબ કરી હતી. મુંબઈની રહેવાસી અનવી કામદાર વરસાદમાં કુંભે ઝરણાના શૂટિંગ માટે પહોંચી હતી. જ્યાં તેનું દર્દનાક મોત…

Read More

Lucknow,તા.૧૮ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં આંતરિક કલેશ સામે આવી રહ્યો છે, જેના કારણે લખનૌથી દિલ્હી સુધી બેઠકો ચાલી રહી છે. ભાજપ વચ્ચેના આંતરિક સંઘર્ષ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક કટાક્ષ કર્યો છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયામાં એક ટિ્‌વટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે કે મોન્સૂન ઓફર, સો લાવો સરકાર બનાવો. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ સમયે હલચલ વધુ તેજ બની છે. એક તરફ ખરાબ પ્રદર્શનને કારણે યુપી ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. કેશવ પ્રસાદ મૌર્ય સતત સક્રિય દેખાઈ રહ્યા છે. દિલ્હીમાં હાઈકમાન્ડને મળ્યા બાદ લખનૌ…

Read More

Ranchi,તા.૧૮ ઝારખંડના રાંચીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૫ કર્મચારીઓએ સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. કર્મચારીઓએ પીએમ મોદી, રાષ્ટ્રપતિ, સીએમ હેમંત અને રાજ્ય સરકારના ઘણા ઉચ્ચ અધિકારીઓને ઈમેલ દ્વારા સંદેશા મોકલ્યા છે. કર્મચારીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશામાં તેઓએ કહ્યું કે મારા આદરણીય ભગવાન જેવા વરિષ્ઠો, તમે ઈચ્છો છો કે બાકીના તમામ કર્મચારીઓ નોકરી છોડી દે અથવા તે બધા મૃત્યુ પામે, જેથી તમે તમારી ઇચ્છા મુજબ સોદો કરી શકો. તમારી ઈચ્છાને માન આપીને અમે ૧૫મી ઓગસ્ટે બપોરે ૨ વાગે હોટલના પરિસરમાં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી અમે તમને દરરોજ પત્ર…

Read More

Uttar Pradesh, તા.૧૮ ઉત્તર પ્રદેશમાં નેપાળને અડીને આવેલા ૨૦ જિલ્લાઓમાં છેલ્લા ૪-૫ દિવસથી પૂરની સ્થિતિ સતત યથાવત છે. આશરે ૨૦ લાખની વસ્તી પાણીથી ઘેરાયેલી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૦ લોકોના મોત થયા છે.ગોરખપુરમાં રાપ્તી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ૬૦થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. અહીં ત્રણ બાળકીઓના ખાડામાં ડૂબી જવાથી મોત થયા છે. તે જ સમયે, વારાણસીમાં, ગંગા વહેવાને કારણે ૧૫ થી વધુ ઘાટ ડૂબી ગયા છે. બીજી તરફ બિહાર અને નેપાળને અડીને આવેલા વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે. બેતિયા, બગાહા, સીતામઢી, મધેપુરા, અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. હવામાન વિભાગે…

Read More

Mumbai,તા.૧૮ આ વર્ષે, જન્માષ્ટમી, કાન્હાના પૃથ્વી પર ઉતરવાની રાત, ૨૬ ઓગસ્ટના રોજ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગયા વર્ષે આ અવસર પર શાહરૂખ ખાનની ફિલ્મ ’જવાન’ રીલિઝ થઈ હતી અને લોકોએ જેલમાં જન્મેલા હીરોની આ વાર્તાને સ્વીકારી હતી. હવે દેશની સાંસ્કૃતિક ધરોહરના સૌથી મોટા સુપરહીરો અને જેલમાં જન્મેલા કાન્હાની કહાનીનું મુંબઈમાં મંચન થવા જઈ રહ્યું છે. ધનરાજ નથવાણી દ્વારા રચિત સંગીતમય કૃષ્ણલીલા ’રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’ ૧૫મી ઓગસ્ટથી ૧લી સપ્ટેમ્બર દરમિયાન મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે મંચાવવા જઈ રહી છે. ભવ્ય રીતે તૈયાર થઈ રહેલા બે કલાકના આ શોની વિશાળતાનો અંદાજ એ વાત પરથી…

Read More