- Trump ની ઝેલેન્સ્કીને ધમકી! કહ્યું-‘તાત્કાલિક શાંતિ યોજના પર સાઈન કરો,નહીંતર જેલમાં જાઓ’
- Brazil માં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ
- Pakistan માં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા
- Delhi-Mumbai Expressway વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો
- Pakistan માં મોટી દુર્ઘટના, ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ
- Dubai Air Show માં પ્રદર્શન દરમિયાન ભારતીય ફાઈટર પ્લેન તેજસ થયું ક્રેશ
- Tariff પર વિવાદનો અંત? અમેરિકાએ કહ્યું- ટૂંક સમયમાં જાહેરાત
- શાંતિનું નોબેલ જીતનાર મચાડોને ટ્રમ્પના શત્રુ દેશની ધમકી
Author: Vikram Raval
Chandigarh,તા.૧૮ હરિયાણામાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટી રાજ્યની તમામ ૯૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢમાં આ જાહેરાત કરી હતી. ચંદીગઢમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માને કહ્યું કે આજે આમ આદમી પાર્ટી એક મહત્વપૂર્ણ પાર્ટી બની ગઈ છે. આપ આજે રાષ્ટ્રીય પક્ષ છે. અમે ગુજરાતમાં ૧૪ ટકા મત મેળવીને સત્તાવાર રીતે રાષ્ટ્રીય પક્ષ બન્યા. અમારી પાસે બે રાજ્યોમાં સરકાર છે. ગુજરાત અને ગોવામાં અમારા ધારાસભ્યો છે. હવે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને અમે પૂરી તાકાતથી લડીશું. માને કહ્યું કે કેજરીવાલ પણ હરિયાણાના છે. પંજાબ, દિલ્હી અને હરિયાણાની સંસ્કૃતિ જોવા મળે છે. કેટલાક લોકો…
New Delhi, તા.૧૮ લોકસભા ચૂંટણીના પરિણામો પછી, ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓ વચ્ચે મતભેદના સમાચાર હેડલાઇન્સ બની રહ્યા છે, દરમિયાન, ઉત્તર પ્રદેશ ભાજપે ચૂંટણીમાં તેના પ્રદર્શન અંગે પાર્ટીના ટોચના નેતૃત્વને વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે . જેમાં હારના કારણો વિશે માહિતી આપવામાં આવી છે જેમાં પેપર લીક, સરકારી નોકરીઓ માટે કોન્ટ્રાક્ટ કામદારોની નિમણૂક અને રાજ્ય પ્રશાસનની કથિત મનસ્વીતાનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં, સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનને ૨૦૧૯ની ચૂંટણીમાં ૮૦ બેઠકોમાંથી ૪૩ બેઠકો મળી હતી પ્રદેશ ભાજપે પાર્ટી નેતૃત્વને ૧૫ પાનાનો વિગતવાર અહેવાલ મોકલ્યો છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન અયોધ્યા અને અમેઠી જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ…
America, તા.૧૮ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને નેશનલ એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પીપલના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે. ૫ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેમની તબિયતને કારણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની ડેમોક્રેટ્સની વધતી માંગ વચ્ચે બિડેનની ટિપ્પણીઓ આવી છે.૫૯ વર્ષીય કમલા હેરિસ વિશે બોલતા, બિડેને તેમના સંબોધનમાં કહ્યું કે તે માત્ર એક મહાન ઉપરાષ્ટ્રપતિ નથી, તે યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રપતિ પણ બની શકે છે. તેણીએ સંકેત આપ્યો છે કે જો તે પ્રમુખપદની રેસમાંથી બહાર નીકળી જશે, તો તે તેની જગ્યાએ લેવા માટે યોગ્ય ઉમેદવાર હશે. જો કે, બિડેને ભીડને કહ્યું…
હાર્દિક પંડ્યા આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો Mumbai, તા.૧૮ નતાશા સ્ટેનકોવિક અને તેનો દિકરો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે એવી ચર્ચા થઈ રહી છે કે, હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે. આ કારણે નતાશા તેના દેશમાં જઈ રહી છે.નતાશા જેક્ટ,પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તો તેના દિકરાએ પ્રિંટેડ ટીશર્ટ પહેર્યું છે.નતાશાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી છે.પહેલા ફોટોમાં પોતાના બેગની ઝલક દેખાડી છે, જેમાં કપડાં પેક કરી રહી છે.તેમણે લખ્યું વર્ષનો આજ સમય છે. આ…
Mumbai, તા.૧૮ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ તેજ ગતિએ ચાલી રહી છે અને હવે રિલીઝના ચોથા અઠવાડિયાના અંતે આ ફિલ્મ ‘જવાન’નો રેકોર્ડ તોડવા જઈ રહી છે. ત્રીજા સોમવારે કલ્કિએ ભારતમાં અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. પ્રભાસ અને દીપિકાની આ ફિલ્મે ભારતમાં ૫૮૪.૪૫ કરોડ જેટલી કમાણી કરી લીધી છે, જેમાં સોમવારે સૌથી ઓછી ૪.૩ કરોડની આવક રહી. શાહરૂખની ‘જવાન’એ ભારતમાં ૬૪૦.૨૫ કરોડની આવક કરી હતી. નોંધપાત્ર વાત છે કે, માત્ર હિન્દી બેલ્ટમાંથી જ આ ફિલ્મે ૧૯ દિવસમાં ૨૫૭.૧ કરોડની કમાણી કરી છે. જે તેલુગુ ફિલ્મના ૨૬૭.૧ કરોડના બિઝનેસથી બહુ પાછળ નથી. તેથી જવાનને પાછળ છોડવામાં હવે કલ્કિ બહુ દૂર હોય તેમ…
Mumbai, તા.૧૮ કેટરિના કૈફે મંગળવારે તેનો ૪૧મો બર્થ ડે ઉજવ્યો ત્યારે વિકી કૌશલે તેને સૌથી અનોખી રીતે બર્થ ડે વિશ કર્યો હતો. વિકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટરિનાની કેટલીક ક્યારેય નહીં જોયેલી તસવીરો શેર કરી હતી. જેમાં કેટલીક તેમના વેકેશન અને કેટલીક તેમના ઘરની તસવીરો હતી. આ તસવીરો સાથે વિકીએ એક ઇમોશનલ નોટ પણ લખી હતી. વિકીએ પહેલી તસવીરમાં કેટરિનાને ખુબ નજીક પકડી રાખી છે, અને તે સ્માઇલ કરી રહી છે. તે પછી કેટલીક સેલ્ફી છે, તેમજ તેમનાં લગ્નની તસવીરો પણ છે. તેમની બંનેની સાથે પૂજા કરતી તેમજ કેટરિના ઉંઘતી હોય તેવી તસવીરો પણ છે. છેલ્લી તસવીરમાં કેટરિના એક ગાડીમાં ઉંઘી…
Mumbai, તા.૧૮ સામંથા રુથ પ્રભુએ નાગ ચૈતન્યથી અલગ થવાનું નક્કી કર્યું ત્યારથી તેનો કપરો સમય ચાલી રહ્યો છે. ડિવોર્સ બાદ માનસિક રીતે તો તે વ્યથિત રહે જ છે, સાથે તેને શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સામંથાને માયોસિટીસનું નિદાન થયું હતું, જે એક ઓટોઇમ્યુન સ્થિતિ છે. તેના માટે હાલ સામંથાની સારવાર ચાલી રહી છે. બીમારી અને પીડામાંથી બહાર આવવા માટે સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર હોવાનું સામંથા માને છે. સામંથાએ થોડા સમયથી હેલ્થ પોડકાસ્ટની શરૂઆત કરી છે. તેની તબિયતના કારણે સામંથા વધુ આધ્યાત્મિક બની રહી હોવાનું તેણે જણાવ્યું હતું. તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં સામંથાએ તેનાં જીવનના આ અનુભવો વિશે વાત…
Mumbai, તા.૧૮ બે સુપર સ્ટાર શાહરૂખ ખાન અને અભિષેક બચ્ચન ઘણા સમય પછી ફરી એક વખત એક સાથે જોવા મળશે. તેઓ સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘કિંગ’માં સાથે કામ કરવા જઈ રહ્યાં છે. ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ શાહરૂખ ફરી એક મોટા પ્રોજેક્ટ માટે તૈયારી કરી રહ્યા છે. તેને ‘કહાની’ જેવી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર સુજોય ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે તેમજ સિદ્ધાર્થ આનંદ દ્વારા તેને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ એક મોટા પડદે જોવાનો અનોખો અનુભવ આપતી એક્શન સીક્વન્સથી ભરપૂર હશે.કેટલાક અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની સામે અભિષેક બચ્ચનને વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે. જો કે, તેના પાત્ર વિશે કોઈ ખાસ માહિતિ…
New Delhi, તા.18 સુપ્રીમ કોર્ટેમાં આજે (18 જુલાઈ) NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને ગેરરિતિ આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે NTAને NEET-UGના તમામ વિદ્યાર્થીઓના કેન્દ્ર અને શહેર મુજબના પરિણામો ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22મી જુલાઈએ થશે. કોર્ટે શનિવાર બપોર સુધીમાં ઓનલાઈન અપલોડ કરવા કહ્યું સુપ્રીમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યો છે કે NEET-UGના તમામ વિદ્યાર્થીઓના પરિણામો શહેર અને કેન્દ્ર મુજબ શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન અપલોડ કરવામાં આવે. કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કરી…
Gujarat , તા.18 ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરના કારણે આજે (18મી જુલાઈ) 3 બાળકોના મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં બે અને પંચમહાલમાં 1 બાળકનું મોત નીપજતા મૃત્યુ આંક કુલ 21 થયો છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ ગઈ છે. જેને લઈને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ગંભીર જોતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા…
