- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
- Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
- બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા
- સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
- Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
- ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
- એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
- Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો
Author: Vikram Raval
Gandhinagar,તા.26 રાજ્યમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 6.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ ઉચ્છલમાં 4 ઈંચ અને સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર,…
Gandhinagar,તા.26 ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની કુલ 29 જગ્યાઓ ભરેલી છે જ્યારે ઘણો વખત થયો, હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી નથી. રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારે લેખિત જવાબમાં આ વાતનો સ્વિકાર કર્યો છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી ગુજરાતમાં કોર્ટમાં કેસની સંખ્યામાં ઘણી મોટી છે. લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી પડી છે. ન્યાયાધીશોની ખાલી જગ્યાઓને કારણે ન્યાય મેળવવા ઇચ્છુક લોકો માટે સતત તારીખો પડી રહી છે. કેન્દ્ર સરકાર કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરી…
Gandhinagar,તા.26 ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પારાવાર નુકશાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઘણી જગ્યાએ આભ ફાટ્યું હોય તેવો વરસાદ થતાં માર્ગો ધોવાયા છે. ઘરવખરી પાણીમાં ગઈ છે. જનજીવન પ્રભાવિત બન્યું છે. જાનમાલની હાનિ થઈ છે. પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય આ વિસ્તારોમાં ખેતીવાડીમાં ભારે તારાજી થઈ છે. ખેડૂતોના ઉભા પાક ધોવાઇ ગયા છે. રાજ્ય સરકારની મશીનરી જેવી કે માર્ગો, વીજળીની લાઇનો અને નાગરિક પુરવઠાની સામગ્રીને અકલ્પનિય હાનિ પહોંચી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની જવાબદારી એટલા માટે વધી રહી છે કે પૂર અને અતિવૃષ્ટી પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ગુજરાતના 7 જિલ્લાઓ…
Madhya-Pradesh,તા.26 મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થઇ ગયું છે. ઝા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા. ગુરુવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના બે પુત્રો છે. તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા. પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે. ભાજપ પ્રવક્તાએ કરી પુષ્ટિ ભાજપના પ્રવક્તા હિતેશ બાજપેયીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. જૂનના અંતમાં તેમને એરલિફ્ટ કરીને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને…
Ahmedabadતા.26 રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ફુટપાથ પર ગેરકાયદે દબાણો સહતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે (25મી જુલાઈ) સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે જણાવ્યું હતું કે, ‘શહેરના ખરાબ રસ્તાઓ અને ભુવાઓ મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનીટરીંગ નહીં હોવાથી ચાર ઈંચ વરસાદમાંય નાગરિકો હેરાન થઈ જાય છે. શું કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓ પગાર નથી લેતા? જો તેમનો પગાર સમયસર થતો હોય! તો શહેરમાં રોડ-રસ્તાનું કામ પણ સતત ચાલુ રહે અને પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું તમારી ફરજ છે. ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ‘લોકો…
Gandhinagar,તા.26 ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજા રાઉન્ડમાં તો દક્ષિણ ગુજરાત તો પાણીપાણી થયુ છે. હવે ઘીરે ધીરે અન્ય જીલ્લાઓ પણ વરસાદી પાણીમાં તરબોળ થવા માંડ્યા છે. વરસાદને કારણે ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટાભાગના શાકભાજીનો ભાવ રૂ. 80-100ની આસપાસ છે. પરિણામે આમ જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો ય મોઘો થયો છે. શાકભાજીની આવકમાં ઘટાડો ચોમાસુ બરોબર જામ્યુ છે. ચારેકોર ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંગા જેવી સ્થિતી સર્જાઈ છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય…
New Delhi,તા.26 આ વખતે ચોમાસાના વાદળો આગાહી મુજબ જોરદાર વરસી રહ્યા છે, પરંતુ વરસાદના કારણે જ્યાં લોકોને ગરમીથી રાહત મળી જ્યાં ત્યાં મુંબઈ અને ગુજરાતના લોકો માટે આ વરસાદ જાણે આફત બની ગયો છે. આજે સવારથી દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો તો કેટલીક જગ્યાએ પવન ફૂંકાયો. મુંબઈમાં હાઈ ટાઈડ એલર્ટ મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂણેમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગે મુંબઈમાં હાઈ ટાઈડ અને પૂણેમાં 48 કલાક માટે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે. પૂણેમાં 66 વર્ષમાં પહેલીવાર છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 114…
Gandhinagar ,તા.26 ગાંધીના ગુજરાતમાં રોકાણના બહાને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અપાઈ છે. અત્યાર સુધી વિદેશી દારૂની મહેફિલો જામતી હતી પણ હવે પાટનગર એક ડગલું આગળ વધ્યુ છે. ગિફ્ટ સિટીમાં હવે ગોવાની જેમ ટેકનો (ડ્રગ્સ) પાર્ટી પણ યોજાવવા માંડી છે. આ કારણોસર ગુજરાતી યુવાઓ માટે ગિફ્ટ સિટી હોટ સ્પોટ બની રહ્યુ છે. યુવાઓ ડ્રગ્સના રવાડે ચડ્યાં છે એક તરફ, ગુજરાતને ડ્રગ્સ મુકત બનાવવાની ડીગો હાંકવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ગિફ્ટ સિટીમાં યુવાઓ મધરાતે ડ્રગ્સનો નશો માણી પાર્ટીમાં છાક્ટા બનીને ડાન્સની મોજ માણી રહ્યા છે. સરકારના પાછલા બારણે પ્રોત્સાહનને કારણે યુવાઓ ડ્રગ્સના રવાડે ચડ્યાં છે પરિણામે વાલીઓ ચિતિત બન્યા…
Gandhinagar ,તા.26 દહેગામ બાદ હવે ગાંધીનગરના મગોડી પંચાયત હસ્તકનું 40થી 50 મકાનો ધરાવતા આખે આખા ફળિયાનો જ ભુમાફિયાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 47 વર્ષથી આ ચાર વિઘા જગ્યામાં મકાનો આવેલા છે અને ગ્રામજનો વસવાટ કરે છે. ત્યારે આ ચાર વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. આ મામલે રજુઆતને ધ્યાને લઈને વહિવટી તંત્ર દ્વારા તપાસના અંતે ખોટી રીતે જમીન વેચનાર ભૂમાફિયા સામે ગુનો નોંધવાનું નક્કી કરવામાં આવ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાઓ દ્વારા ખાનગી સર્વે નંબરની અથવા તો ગામતળની જમીનોના વેચાણ…
UN ,તા.26 યુનાઈટેડ નેશન્સે વિશ્વમાં વ્યાપી રહેલા કાળો કેર વરસાવતા ભૂખમરા અંગે અત્યંત ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે. એક તરફ દુનિયાના માત્રને માત્ર 1 ટકા લોકોએ છેલ્લાં 10 વર્ષમાં જ 42 ટ્રિલિયન ડૉલર્સ ભેગા કરી લીધા છે તો બીજી તરફ દુનિયામાં 73 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બની રહ્યાં છે. વિશ્વની 1/3 જેટલી વસ્તી પૂરતો સ્વસ્થ આહાર પણ તે વર્ષમાં મેળવી શકી ન હતી. આ સંયોગોમાં પહેલાં ધારેલું નિશાન કે ૨૦૨૩ સુધીમાં ભૂખમરો દૂર કરી શકીશું પરંતુ તે વર્ષમાં જ પરિસ્થિતિ તેવી બની કે યુદ્ધો, આર્થિક સ્થિરતા અને અનિયમિત મોસમને લીધે ગત વર્ષે 73 કરોડ લોકોને મજબૂરીથી ભૂખ્યા રહેવું પડયું છે.…
