- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
- Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
- બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા
- સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
- Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
- ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
- એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
- Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો
Author: Vikram Raval
ભારતના ઘણા ભાગમાં બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ શનિનું ચંદ્રગ્રહણ જોવા મળ્યું. આ અદ્ભુત નજારો 18 વર્ષ બાદ જોવા મળ્યો. શનિ ચંદ્રગ્રહણની અદ્ભુત તસવીરો દિલ્હી અને પશ્ચિમ બંગાળથી સામે આવી છે. આ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિકોએ લૂનર ઓકલ્ટેશન ઓફ સેટર્ન કહે છે. તે પહેલા માર્ચમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. શનિ ચંદ્રગ્રહણ 24 જુલાઈની મધ્યરાત્રિ 1.30 વાગ્યાથી શરૂ થયું. તેની 45 મિનિટ બાદ 1.45 વાગે ચંદ્રએ શનિ ગ્રહને સંપૂર્ણરીતે ઢાંકી દીધો. પછી 45 મિનિટ બાદ એટલે કે 2.25 વાગે શનિ ગ્રહ ચંદ્રની પાછળથી નીકળતો નજર આવવાનો શરૂ થયો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર શનિનું ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર શનિને પોતાની ઓટમાં સંતાડી લે છે. શનિ…
Mumbai તા.25 બોમ્બે હાઈકોર્ટે એક વ્હોટ્સએપ ગ્રૂપમાં કથિતરીતે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને લઈને બે લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસને ફગાવતાં બુધવારે કહ્યું કે આજકાલ લોકો ધર્મને લઈને સંવેદનશીલ થઈ ગયા છે. હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું કે વ્હોટ્સએપ મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે અને ત્રીજી વ્યક્તિ તેને મેળવી શકતી નથી તો એવામાં એ જોવું જોઈએ કે શું તે ભારતીય દંડ સંહિતા હેઠળ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને અસર કરી શકે છે. બેન્ચે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક દેશ છે, જ્યાં તમામે બીજાના ધર્મ અને જાતિનું સન્માન કરવું જોઈએ પરંતુ સાથે જ લોકોએ કોઈ પણ પ્રકારની ઉતાવળમાં પ્રતિક્રિયા કરવાથી બચવું જોઈએ. જસ્ટિસ વિભા…
શેરબજાર સળંગ પાંચમા દિવસે ઘટ્યા છે. સ્થાનિક સ્તરે બજેટમાં અપેક્ષાથી વિપરિત્ત જાહેરાતો બાદ વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 671 પોઈન્ટ જ્યારે નિફ્ટીએ પણ 24300ની ટેકાની સપાટી ગુમાવી હતી. આજે સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 671.05 પોઈન્ટ તૂટી 79477.83 થયો હતો. 10.47 વાગ્યે 391.51 પોઈન્ટ ઘટાડે 79757.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 10.47 વાગ્યે 100.25 પોઈન્ટ તૂટી 24313.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડી 1 લાખ કરોડ ઘટી હતી. માર્કેટ બ્રેડ્થ સાવચેતીની સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ 3738માંથી 1823 શેર્સ સુધારા તરફી અને 1774 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા…
વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ, રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, Mumbai તા.25 દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અને લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર મુશળધાર વરસાદને પગલે અંધેરી સબવે પાણીમાં…
બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને ૨ લાખ ૬૫ હજાર ૮૦૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે New Delhi, તા.૨૪ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-૨૦૨૪ રજૂ કર્યું છે. આ બજેટ ૪૮ લાખ ૨૦ હજાર કરોડનું છે. આ બજેટમાં દરેક મંત્રાલય માટે અલગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રએ રાજનાથ સિંહના સંરક્ષણ મંત્રાલયને ૪ લાખ ૫૪ હજાર ૭૭૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે. બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને ૨ લાખ ૬૫ હજાર ૮૦૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં દેશના ગ્રામીણ વિકાસ મંત્રી છે. જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ૧ લાખ…
ધ્રુવ રાઠીને ભાજપના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા New Delhi, તા.૨૪ દિલ્હીની એક અદાલતે યુટ્યુબર ધ્રુવ રાઠીને ભાજપના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે. હકીકતમાં, બીજેપી નેતા સુરેશ કરમશી નખુઆએ તેમની અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાઠીએ તેમના વીડિયોમાં તેમને “હિંસક અને અપમાનજનક ટ્રોલ” કહીને તેમનું અપમાન કર્યું હતું. બાર અને બેંચના અહેવાલ મુજબ, દિલ્હીની સાકેત કોર્ટે રાઠીને ૨૯ જુલાઈએ સમન્સ જારી કર્યા છે. આ કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ કરી હતી. હવે આ મામલામાં આગામી સુનાવણી ૬ ઓગસ્ટના રોજ થશે. કોર્ટે પોતાના નિર્દેશોમાં કહ્યું…
લીલી સાજડીયારી ગામે વિદેશી દારૂ ના કટીંગ 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો Rajkot,24 રાજકોટ તાલુકાના લીલી સાજડીયારી ગામે બે માસ પૂર્વે લાખોની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા સરધાર નજીક લીલી સાજડીયારી ગામની સીમમાં લાખા સંગ્રામ ધી નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની મળેલી વાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે તા.4/4/ 24 ના રોજ દરોડા પડી રૂપિયા 14.14 લાખની કિંમતનો વિદેશી દારૂ બિયર ના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન…
પુત્રને દવા લઈ જવાના મામલે દંપતી બાખડ્યું : ઉશ્કેરાયેલા પતિએ માર મારતા પત્નીએ પોલીસ બોલાવી Morbi,24 મોરબી શહેરના માળિયા ફાટક પાસે રહેતી પરિણીતાએ પતિને પ્રથમ પત્ની પાસે ન જવા અંગે કહેતાં માર માર્યો.પુત્રનો અધુરા માસે જન્મ હોય અને તેણીએ સિઝરિયન દ્વારા બાળકને જન્મ આપ્યો હોય જેથી કામ કરવા સક્ષમ ન હોવાથી પુત્રને સારવાર માટે લઈ જવા પતિને જણાવતા પતિને પત્નીને પાઇપ અને ઢીકા પાટુંનો માર મારતા મામલો થાણે પહોંચ્યો છે. મોરબી શહેરના માળિયા ફાટક પાસે રહેતા સહેનાઝબેન મુસ્તાકભાઈ માણેક (ઉં.વ.33) નામની પરિણીતાને પતિ મુસ્તાકએ ઝઘડો કરી માર મારતા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
સોનારડી ગામે કારે બાઇકને ઠોકરે લેતાં ચાલકનું મોત , પરિવારમાં શોક Jamjodhpur,24 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા આધેડનું જૂનાગઢથી પરત આવતી વેળાએ સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા ભરતભાઈ ધીરુભાઈ સિધ્ધપુરા (ઉં.વ.43) નામના આધેડનું સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડ જુનાગઢથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને ઠોકરે લેતાં સોનારડી ગામે આધેડનું અકસ્માત સર્જાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આધેડનું મોત નિપજ્યું છે.બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
નશાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં લાગી આવતા પગલું ભર્યું Rajkot,24 વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે રહેતા આધેડને નશાની ટેવ હોવાથી પરિવારના સભ્યોએ ઠપકો આપતાં વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રહેતા માલાભાઈ કરસનભાઈ બેરાણી (ઉ.વ.50) નામના આધેડ ગઈકાલે વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પ્રથમ વિછિયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડને નશો કરવાની ટેવ હોય જેથી પરિવારના…
