- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
- Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
- બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા
- સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
- Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
- ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
- એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
- Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો
Author: Vikram Raval
Mumbai તા.24 ” અક્ષય કુમારની છેલ્લી આઠથી દસ ફિલ્મો લગાતાર ફલોપ ગઈ છે. જોકે, તેમ છતાં પણ અક્ષય કુમારે ‘ખેલ ખેલ મેં’ની રીલિઝ ડેટ બદલવાનો ઈનકાર કર્યો છે. આ ફિલ્મ તા. ૧૫મી એ જ રીલિઝ કરવાની ફરીથી જાહેરાત થઈ છે. આ જ દિવસે શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’ તથા જ્હોન અબ્રાહમની ‘વેદા’ રીલિઝ થવાની છે. અક્ષય કુમારની ‘સરફિરા’ તાજેતરમાં ફલોપ થઈ તે પછી ટ્રેડ વર્તુળોમાં એવી ચર્ચા હતી કે અક્ષય કુમાર ‘ખેલ ખેલ મેં’ની રીલિઝ ડેટ બદલી શકે છે અને અન્ય ફિલ્મો સાથે ટકરાવાને બદલે સોલો રીલિઝની અનુકૂળ ડેટ શોધી શકે છે. જોકે, તેને બદલે ફિલ્મનાં નવાં રીલિઝ કરાયેલાં પોસ્ટરમાં તા.…
Mumbai તા.24 સલમાન ખાન અને સંજય દત્ત સિંગર એ પી ધિલ્લોનના એક મ્યુઝિક વીડિયોમાં સાથે ડાન્સ કરતા જોવા મળશે. સલમાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં આ મ્યુઝિક વીડિયોની તૈયારી માટે બંને અવારનવાર સાથે મળી રહ્યા છે. જોકે, આ વીડિયોની વધુ વિગતો અપાઈ નથી. સલમાન અને સંજય દત્ત અંગત જિંદગીમાં સારા મિત્રો છે. તેમણે ૧૨ વર્ષ પહેલાં ‘સન ઓફ સરદાર’ ફિલ્મમાં સાથે કેમિયો કર્યો હતો. બંનેએ સાથે કામ કર્યું હોય તેવી ફિલ્મોમાં ‘સાજન’ સુપરહિટ સાબિત થઈ હતી.
નયનતારા યશની બહેનની ભૂમિકામાં હશે ફિલ્મમાં કિયારા અડવાણી યશની પ્રેયસીના રોલમાં, હુમા કુરેશીનો નેગેટિવ રોલ Mumbai તા.24 યશની ‘ટોક્સિક’માં તારા સુતરિયાને પણ કાસ્ટ કરવામાં આવી છે. તારા આ સાઉથના પ્રોજેક્ટમાં કાસ્ટ થયેલી બોલીવૂડની ત્રીજી અભિનેત્રી બની છે. આ ફિલ્મ માટે અગાઉ કિયારા અડવાણી તથા હુમા કુરેશી કાસ્ટ થઈ ચૂક્યાં છે. કિયારા યશની પ્રેયસીની ભૂમિકામાં જ્યારે હુમા કુરેશી નેગેટિવ ભૂમિકામાં હશે. આ ઉપરાંત સાઉથની જાણીતી હિરોઈન નયનતારા યશની બહેનની ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૯૫૦ થી ૭૦ના દાયકા સુધી રાજ કરનારા ડ્રગ માફિયા પર આધરિત છે. યશ આ ફિલ્મમાં એક સ્ટાઇલિશ ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૦ દિવસથી વધુ દિવસોમાં આટોપી…
– નવી કાર પર હાર ચઢાવી સડસડાટ દોડાવી – અનન્યાએ હજુ એક વર્ષ પહેલાં જ મુંબઈમાં નવો ફલેટ ખરીદ્યો હતો Mumbai તા.24 અનન્યાં પાડેએ ૩.૩૮ કરોડની નવી રેન્જ રોવર કાર ખરીદી છે. તે નવી કાર સાથે બાન્દ્રાના માર્ગો પર સવારી કરવા નીકળી ત્યારે પાપારાઝી સમક્ષ પોઝ પણ આપ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં અનન્યા શોર્ટસ અને ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. તે જેવી ઘરની બહાર નીકળી કે તરત જ તેને પાપારાત્ઝીઓએ ઘેરી લીધી હતી. અભિનેત્રીએ પોતાની કાર સાથે પોઝ આપ્યો હતો અને પછી ત્યાંથી કારમા ંબેસીને રવાના થઇ ગઇ હતી. હજુ ૨૦૨૩મા જ અનન્યાએ ં મુંબઇમાં પોતીકું ઘર ખરીદ્યું છે. તેણે…
Mumbai તા.24 બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યૂસર કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારના ગઈકાલે એટલે કે 22મી જુલાઈના રોજ મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યાર બાદ સાંજે તિશાની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. જેમાં આખું બોલિવૂડ આ ભાંગી પડેલા માતા-પિતાને સાત્વના આપવા આવી પહોચ્યું હતું. તિશા કુમારના અંતિમ સંસ્કાર વખતે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. તિશાના માતા બેભાન થઈ ગયા હતા, જ્યારે તેના પિતા દુખમાં સરી પડ્યા હતા. તો નાની બહેનની વિદાયથી તિશાના પિતરાઈ ભાઈઓ પણ દુખમાં સરી પડ્યા છે. તિશાના પિતરાઈભાઈ ભૂષણ કુમાર, બહેન તુલસી અને ખુશાલી પણ શોકમાં સરી પડ્યા હતા. ભાઈઓ અને બહેનો તિશાના નિધનથી દુઃખમાં સરી પડ્યા…
Mumbai તા.24 શું તમે સવાલોના જવાબો આપીને માલામાલ બનવા માટે તૈયાર છો? જો હા તો અમિતાભ બચ્ચન પણ સોની ટીવી સાથે તૈયાર છે. ‘કૌન બનેગા કરોડપતિ’ એટલે કે KBC એ ભારતના સૌથી પ્રતિષ્ઠિત ટેલિવિઝન ગેમ શોમાંનો એક છે, જેને અમિતાભ બચ્ચન વર્ષોથી હોસ્ટ કરી રહ્યાં છે. આ શોએ તેમના જ્ઞાનના બળ પર ઘણા લોકોના સપના સાકાર કર્યા છે. નિર્માતાઓએ શોની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ શો ફરી એકવાર દર્શકોની વચ્ચે આવવા માટે તૈયાર છે. ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 16’નો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં બિગ બીનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે. પ્રોમો જોયા પછી ચાહકો…
Mumbai તા.24 છેલ્લા ઘણા દિવસોથી અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ચર્ચામાં છે. બોલિવૂડના પાવર કપલ કહેવાતા એશ્વર્યા અને અભિષેકની જોડી ખૂબ જ સુંદર અને પરફેક્ટ લાગે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તેમના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના વેડિંગ ફંક્શનમાં પણ એશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા સાથે એકલી પહોંચી હતી. હકીકતમાં તેમના ડિવોર્સ થવાની ખબરોએ ત્યારે વધુ જોર પકડ્યું જ્યારે અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ડિવોર્સ સબંધિત એક પોસ્ટને લાઈક કરી દીધી હતી. ત્યારબાદથી જ ચાહકોને લાગી રહ્યું છે કે, તેમની વચ્ચે બધુ બરાબર નથી અને આ પાવર કપલ ડિવોર્સ લઈ શકે છે.…
Surat,તા.24 સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ હવે સુરતીઓ માટે આફત બની રહ્યો છે. આજે સુરત શહેરમાં વરસાદનું જોર થોડું ધીમું થયું છે પરંતુ જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સીમાડા તથા ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બન્ને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખાડી કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત બે ખાડી ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જિલ્લામાં વરસાદના કારણે છલોછલ વહી રહી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે આજે સવારે…
Ranchi, તા.24 રાંચીમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ભવનાથપુરથી ભાજપ ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહી દ્વારા હેમંત સોરેન પર આપવામાં આવેલા વિવાદિત નિવેદનથી ઝારખંડનું રાજકારણ ગરમાયું છે. ભાનુપ્રતાપ શાહીના નિવેદનને ઝામુમો આદિવાસી અસ્મિતા સાથે જોડીને મુદ્દો બનાવવામાં લાગી ગયુ છે. આ દરમિયાન મંગળવારે ગઢવાના રમના પોલીસ સ્ટેશનમાં ભાનુપ્રતાપ શાહી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાનુપ્રતાપ શાહી વિરુદ્ધ આ FIR ઝાઝુમો કાર્યકર્તા રાજેન્દ્ર ઉરાંવે નોંધાવી છે. પોલીસ એસટી-એસસી એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહીમાં લાગી ગઈ છે. આદિવાસી સીએમ પર અપમાનજનક ટિપ્પણીનો આરોપ એફઆઈઆરમાં ઝામુમો કાર્યકર્તા રાજેન્દ્રએ આરોપ લગાવ્યો કે રાંચીમાં પાર્ટી કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહીએ આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.…
Vadodara, તા.24 વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી. માત્ર બે ઇંચ વરસાદમાં…
