Author: Vikram Raval

કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી અને ૪૩ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ જેલમુક્તિની મંજૂરી મળી Washington, તા.૨૨ ગુનેગારોને સજા કરવી એ સારી બાબત છે. પરંતુ કોઈપણ ગુના કર્યા વિના જેલમાં તમારું અડધું જીવન વિતાવવું એ ભયાનક અનુભવથી ઓછું નથી. આ શ્રેણીમાં એક નામ છે સાન્દ્રા હેમનું. ૬૪ વર્ષની સાન્દ્રા ૪૩ વર્ષથી જેલના સળિયા પાછળ હતી. તે પણ એવા ગુના માટે કે જે તેણે ક્યારેય કર્યો જ નથી. ૨૦ વર્ષની ઉંમરે સાન્દ્રાને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી અને સાન્દ્રાને ૪૩ વર્ષ જેલમાં વિતાવવા પડ્યા. સાન્દ્રા હવે જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. અલબત્ત સાન્દ્રા જેલના સળિયા…

Read More

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાડોશી દેશ બાંગ્લાદેશને શરણ આપવાની વાત કરી હતી New Delhi, તા.૨૨ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાડોશી દેશ બાંગ્લાદેશને શરણ આપવાની વાત કરી હતી. તેમના આ નિવેદન બાદ હવે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ’આ અધિકાર ભારત સરકારનો છે, રાજ્ય સરકારનો નથી.’ નોંધનીય છે કે, રવિવારે (૨૧મી જુલાઈ) મમતા બેનરજીરએ કહ્યું હતું કે, ’બાંગ્લાદેશી નાગરિકો માટે પશ્ચિમ બંગાળના દરવાજા ખુલ્લા રાખશે. જેને શરણ જોઈએ છે તેને આવકારશે.’ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે,’બંધારણ અનુસાર આ અધિકાર ભારત સરકારનો છે રાજ્ય સરકારનો નહીં. મમતા…

Read More

મને અંગત રીતે મુસ્લિમ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ હતું કારણ કે ત્યાં સ્વચ્છતા વધુ જોવા મળતી હતી : જસ્ટિસ ભાટી New Delhi, તા.૨૨ સુપ્રીમ કોર્ટે કાંવડ માર્ગ પર દુકાનદારોના નામ લખવાના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ આ પ્રકારના આદેશ આપ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસવી ભાટીએ તેનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે તેઓ પોતે કેરળમાં મુસ્લિમ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરે છે. તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના તે આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં કાંવડ માર્ગ પર આવતી દુકાનો પર દુકાનદારોના નામ લખવાનો આદેશ…

Read More

સાવન એ હિંદુ કેલેન્ડરના સૌથી શુભ મહિનાઓમાંનો એક છે, શ્રાવણ માસના સોમવારનું અનેરું મહત્વ છે New Delhi, તા.૨૨ ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા સાવન અથવા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. સાવન એ હિંદુ કેલેન્ડરના સૌથી શુભ મહિનાઓમાંનો એક છે. શ્રાવણ માસના સોમવારનું અનેરું મહત્વ છે. આ દિવસને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકોનું માનવું છે કે શ્રાવણ મહિનામાં સોમવારે જલાભિષેક કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ કાશી વિશ્વનાથ, બાબા વૈદ્યનાથ અને ઉજ્જૈન મહાકાલના દર્શન અને પૂજાની વિશેષ માન્યતા છે. શવનના પ્રથમ સોમવારે વારાણસીના…

Read More

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો New Delhi, તા.૨૨ જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં સ્થિત દેવી-દેવતાઓની સેવા અને પૂજાના મામલામાં સુપ્રીમ કોર્ટ ૨૩ જુલાઈએ સુનાવણી કરશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વ્યાસ જીના ભોંયરામાં પૂજા સામે મસ્જિદ બાજુની અરજી પર કોર્ટે ટ્રાયલ કોર્ટના અરજદાર શૈલેન્દ્ર વ્યાસને નોટિસ પાઠવી હતી. કાશીના જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં સ્થિત દેવી-દેવતાઓની સેવા અને પૂજાના મામલામાં સુપ્રીમ કોર્ટ ૨૩ જુલાઈ, મંગળવારના રોજ સુનાવણી કરશે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચ આ…

Read More

આજકાલ, શોબિઝના કોરિડોરમાં કલાકારોની ટીમ અને કર્મચારીઓ પરના ખર્ચની ફિલ્મના બજેટ પરની અસરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે Mumbai, તા.૨૨ આજકાલ, શોબિઝના કોરિડોરમાં કલાકારોની ટીમ અને કર્મચારીઓ પરના ખર્ચની ફિલ્મના બજેટ પરની અસરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. દરેક અભિનેતા અને નિર્માતા આ અંગે ખુલીને વાત કરી રહ્યા છે. જ્યારે કરીનાની ૧૦ થી ૧૫ કરોડ રૂપિયાની ફી વિશે ચર્ચા થઈ હતી, ત્યારે અભિનેત્રીએ તેનો ઇનકાર કર્યો ન હતો પરંતુ શરમાઈને કહ્યું હતું કે આવું વારંવાર થતું નથી, કેટલીકવાર તે ખૂબ ઓછી ફી પણ લે છે. બોલિવૂડની ‘પૂ’ એટલે કે કરીના કપૂર એક ફિલ્મ માટે ૧૦ થી ૧૫ કરોડ…

Read More

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે Mumbai, તા.૨૨ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે, જેમાં રામ ચરણને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે વિક્ટોરિયન સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઉજવણી કરે છે.  આઈએફએફએમ દ્વારા સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી ફૅન્સ ઘણા ઉત્સુક છે. તેમની જાહેરાતમાં તેમણે ઉત્સાહપૂર્વક રામ ચરણને આવકારીને તેને ‘ગ્લોબલ સ્ટાર’…

Read More

ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે Mumbai,તા.૨૨ ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે. ઘણા લોકોને એવી આશા કે એવો વિશ્વાસ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખશે અને ‘પુષ્પા’થી પણ વધુ સારી બનશે. તેથી ફિલ્મ તેની જાહેર થયેલી તારીખે રિલીઝ થશે કે પછી તેની રિલીઝ પાછી ઠેલાશે તે બાબતે અલ્લુ અર્જુનના ફૅન્સ થોડા ચિંતામાં હતા. એવી પણ ચર્ચાઓ ચાલી રહી  છે કે અલ્લુ અર્જુન અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર વચ્ચે મતભેદ થવાથી ફિલ્મનું…

Read More

ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ ફિલ્મમાં દેવ અને કલકી નામના એવા ભાઈ-બહેનની વાત છે Mumbai, તા.૨૨ દિવ્યેન્દુને દર્શકો ‘મિર્ઝાપુર’ના મુન્ના ભૈયા અને ‘રેલવે મેન’નાં ચોર જેવી ગંભીર ભૂમિકાથી માંડીને ‘મડગાંવ એક્સ્પ્રેસ’માં કોમેડી રોલ સહિત દરેક પાત્રમાં પસંદ કર્યો છે. હવે તેની વધુ એક કોમેડી ફિલ્મ આવી રહી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા ‘લાઇફ હિલ ગઈ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં તેની બહેનમાં રોલમાં કુશા કપિલા જોવા મળશે. ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ ફિલ્મમાં દેવ અને કલકી નામના એવા ભાઈ-બહેનની વાત છે, જેઓ શહેરના એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, પરંતુ પોતાની સંપત્તિ અને પરિવારની મિલકત…

Read More

ઇન્સ્ટાગ્રામ પર તેણે ફિલ્મનાં સ્ક્રિનિંગ વખતની તેમજ સેટ પર તેણે કરેલાં કામ વખતની તસવીરો શેર કરી હતી Mumbai, તા.૨૨ વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ‘બૅડ ન્યૂઝ’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાથે સુષ્મિતા સેનની દિકરી રિની સેન પણ જોડાયેલી છે, તેમાં તેણે ઇન્ટર્ન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે આ ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ તેમજ આભાર પ્રકટ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે ફિલ્મનાં સ્ક્રિનિંગ વખતની તેમજ સેટ પર તેણે કરેલાં કામ વખતની તસવીરો શેર કરી હતી. તેણે ફિલ્મના ડિરેક્ટર આનંદ તિવારી સાથે પણ એક તસવીર શેર કરી હતી, જેમાં…

Read More