Author: Vikram Raval

Dwarka, તા,22 રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ, રાજ્યમાં બપોરના 12  વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ કયા વિસ્તારોમાં કેવો છે વરસાદી માહોલ. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો…

Read More

Surat, તા,22 સુરત પાલિકાના વરાછા ઝોનમાં સરથાણા વિસ્તારમાં ખાડી કિનારાનો કોર્નરનો રોડ અચાનક બેસી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. એક તરફ ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણીનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે ખાડી કિનારાનો રોડ અચાનક બેસી પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. પાલિકાએ બેરિકેડિંગ કરીને કામગીરી તો શરુ કરી છે પરંતુ આ રોડમાં મોટો ખાડો પડી ગયો છે તેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સુરતમાં 21 જુલાઈની રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સાથે રોડનું ધોવણ પણ ભારે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. હાલમાં મ્યુનિસિપલ  કમિશ્નરે સૂચના…

Read More

Surat, તા,22 સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત સુરતમાંથી પસાર થતી રેલવે લાઈન નીચે વાહન વ્યવહાર માટે જે ગરનાળા બનાવવામા આવ્યા છે તે ગરનાળામાં પણ પાણીનો ભરાવો થતાં તમામ ગરનાળા વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પાણી હોવા છતાં કેટલાક વાહન ચાલકોએ વાહન પસાર કરવા માટે ગયા હતા પરંતુ તેમના વાહનો બંધ થતાં ભેરવાયા હતા. સુરત શહેર અને વરાછા વિસ્તારને જોડતું સુર્યપુર ગરનાળું આજે ભારે વરસાદના કારણે ભરાઈ ગયું હતું. સુરતીઓ અને વરાછાવાસીઓ માટે શહેરમાં પ્રવેશ માટે કે વરાછા જવા માટે આ ગરનાળું મુખ્ય રસ્તો છે પરંતુ આજે…

Read More

Surat, તા,22  સુરતમાં રવિવારે મોડી સાંજથી વરસાદની ધુંઆધાર બેટિંગ બાદ રાત્રિના સમયે થોડો પોરો ખાધો હતો પરંતુ વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ પાલિકાના લિંબાયત ઝોનમા ડુંભાલમાં આવેલા ઓમનગરમાં વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. સુરતમાં ગઈકાલે સાંજથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે ગઈકાલે લિંબાયત ઝોનના જવાહર નગર તથા સૂર્યનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ખાડી કિનારે આવેલા આ વસાહતમાં પાણીનો ભરાવો થતાં 12 લોકોને પાલિકાની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા…

Read More

Surat, તા,22 સુરતમાં સતત બીજા દિવસે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે વરસાદ સુરતીઓને ધમરોળી રહ્યો છે તેમાં પણ સુરત પાલિકાના વીઆઈપી અને મોડેલ ઝોન ગણાતા અઠવા ઝોનની હાલત પણ ભારે વરસાદના કારણે કફોડી બની ગઈ છે. અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ અનેક રોડ જાણે નહેર કે નદી હોય તેવી રીતે પાણીમાં ડુબી ગયાં છે. સુરત પાલિકાનો અઠવા ઝોન પાલિકાના તમામ નવ ઝોનમાં મોડેલ ઝોન કહેવાય છે. આ ઝોનમાં પણ આ વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી સામે ભારે અસંતોષ દાખવવામાં આવ્યો હતો. પહેલા થોડા વરસાદમાં કેટલાક સ્થળોએ પાણીનો ભરાવો થયો હતો. પરંતુ ગઈકાલે રાત્રે અને આજે સવારથી…

Read More

Mumbai, તા,22 પ્રભાસની આગામી ફિલ્મમાં પાકિસ્તાનની સજલ અલી હિરોઈન બનશે તેવી ચર્ચા છે. સજલ અલી અગાઉ શ્રીદેવીની ‘મોમ’ ફિલ્મમા તેની દીકરીની ભૂમિકામાં જોવા મળી હતી. સાઉથના ડાયરેક્ટર હનુ રાઘવપુડી એક પિરિયડ રોમાન્ટિક ડ્રામા પ્લાન કરી રહ્યા છે. તેના મુખ્ય હિરો તરીકે પ્રભાસ નક્કી છે. તેની હિરોઈન તરીકે સજલ અલીને ફાઈનલ કરી  લેવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, આ વિશે કોઈ અધિકૃત ઘોષણા થઈ નથી. ઉરી એટેક બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર  પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ, થોડા મહિનાઓ પહેલાં બોમ્બે હાઈકોર્ટે આવા કોઈ પણ પ્રકારના પ્રતિબંધને ફગાવી દીધો હતો. તે પછી પાકિસ્તાની કલાકારોનો ભારતીય પ્રોજેક્ટસમાં કામ કરવાનો માર્ગ મોકળો થયો છે.…

Read More

Mumbai, તા,22 બોલીવૂડ એકટ્રેસ અનન્યા પાંડે અને ક્રિકેટર હાર્દિક પંડયા વચ્ચે નિકટતા વધી હોવાના સંકેત છે. બંને એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગ્યાં છે. તાજેતરમાં એક ફંકશનમાં પણ આદિત્ય અને હાર્દિક બહુ આત્મિયતા પૂર્વક એકબીજા સાથે હળી મળી  રહ્યાં હોવાનું  કેટલાક વાયરલ વીડિયો પરથી જણાયું હતું. તે પછી હાર્દિક અને અનન્યા એકમેકને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગતાં એ પણ નક્કી થઈ ગયું છે કે બંને વચ્ચેની એ નિકટતા એકાદ પ્રસંગ પૂરતી મર્યાદિત ન હતી. અનન્યા પાંડેનું અફેર લાંબા સમય સુધી આદિત્ય રોય કપૂર સાથે ચાલતું હતું. જોકે, થોડા સમય પહેલાં જ બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. બીજી તરફ…

Read More

Mumbai, Date, 22 જાહ્વવી કપૂરને ફૂડ પોઈઝનિંગના કારણે એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હવે ખુદ બોની કપૂરે કન્ફર્મ કર્યા પ્રમાણે તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. જાહ્વવીને ગઈ તા. ૧૮મીએ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. તેની હાલત કથળતાં તાબડતોબ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બોની કપૂરે કન્ફર્મ કર્યા અનુસાર જાહ્વવીને શનિવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. જોકે, જાહ્વવીને હજુ પણ ભારે નબળાઈ લાગી ર હી છે. આથી તે થોડા દિવસો ઘરે બેડરેસ્ટ જ કરે તેવી સંભાવના છે. હોસ્પિટલમાં અને હાલ ઘરે આરામ દરમિયાન પણ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સતત જાહ્વવીની પડખે ને પડખે જ રહ્યો છે અને તેની સારસંભાળ લઈ…

Read More

Mumbai, તા,22 અભિનેત્રી રિયા ચક્રવર્તીએ કબૂલ્યું છે કે તેની પાસે હાલ કોઈ ફિલ્મો નથી. આવકનો એક સ્ત્રોત બંધ થતાં તે હાલ મોટિવેશનલ વીડિયો બનાવીને કમાણી કરી રહી છે. રિયાએ પોતાનું એક પોડકાસ્ટ શરુ કર્યું છે. તેમાં તેણે સુસ્મિતા સેન સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાના વિશે પણ કેટલીક માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે પોતે હાલ એક્ટિંગ કરતી નથી. પોતાની પાસે કોઈ ફિલ્મ હાથ પર જ નથી. આ સંજોગોમાં લોકોને સ્વાભાવિક રીતે જ એવો સવાલ થાય તે હું કમાણી માટે શું કરું છું. તેનો જવાબ આ પોડકાસ્ટ છે. હું મોટિવેશનલ વીડિયો બનાવું છું અને તે દ્વારા આવક…

Read More

Mumbai, તા,22 અભિનેતા સૂર્યાની આગામી ફિલ્મ કંગુવા ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. તેવામાં  આ ફિલ્મમાં તેના ત્રણ અલગ-અલગ અવતાર જોવા મળવાના હોવાની વાત છે. નિર્માણ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મ કંગુવામાં સૂર્યા ૩ અવતારમાં જોવા મળવાનો છે. અત્યાર સુધી ન જોવા મળેલા તેના આ લુક માટે તેણે ઘણું ટાન્સફોર્મેશન કર્યું છે. તેનું દરેક પાત્રનો અલગ લુક હશે જે અત્યાર સુધીમાં જોવા મળ્યો નથી. તેના લુક ફિલ્મની વાર્તા સાથે સંકળાયેલા હશે. સૂર્યાની કંગુવા ફિલ્મ આ વરસની સૌથી વધુ બજેટ ધરાવતી ફિલ્મ હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મ બનાવામાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુ નાણાં રોકવામાં આવ્યા છે.…

Read More