Author: Vikram Raval

Mumbai, તા,22 વિક્કી કૌશલ અને તૃપિતી ડીમરીની ફિલ્મ બેડ ન્યુઝ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેકશન કરી રહી છે. આ ફિલ્મમાં દર્શાવામાં આવેલ પ્રણય ત્રિકોણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. ફિલ્મમાં વિક્કી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક લીડ રોલમાં કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના પોર્ટલના એક રિપોર્ટના અનુસાર, વિક્કી કૌશલની બેડ ન્યુઝ ફિલ્મે પહેલા દિવસે જ ૮.૫૦ કરોડ રૂપિયાથી વધુ કલેકશન કર્યું હોવાનો અંદાજ છે. વિક્કી કૌશલની  સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે.  જ્યારે અક્ષય કુમારની સરફિરાએ  પ્રથમ દિવસે ફક્ત ૨. ૫ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. વિક્કી કૌશલની ફિલ્મના બોક્સઓફિસ કલેકશનના આંકડા હજી વધવાની શક્યતા છે.…

Read More

Mumbai, તા,22 શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ ‘દેવા’ની રીલિઝ પાછળ ઠેલાઈ ગઈ છે. મૂળ આ દશેરાએ રીલિઝ થનારી ફિલ્મ હવે આવતાં વર્ષે વેલેન્ટાઈન ડેના રોજ રજૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દશેરાએ આલિયા ભટ્ટની ખુદની પ્રોડક્શન કંપનીની ફિલ્મ ‘જિગરા’ તથા રાજ કુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પણ રીલિઝ થવાની છે. હવે ‘દેવા’ આ સ્પર્ધામાંથી ખસી જતાં આ બે ફિલ્મોને તેટલો ફાયદો થશે તેમ મનાય છે. આવતાં  વર્ષે વેલેન્ટાઈન ડે એ જ નિર્માતા આનંદ એલ રાયની ‘નખરેવાલી’ પણ રીલિઝ થવાની છે. જોકે, ‘નખરેવાલી’ સંપૂર્ણપણે રોમાન્ટિક ફિલ્મ છે જ્યારે ‘દેવા’ એક એક્શન ફિલ્મ  છે.…

Read More

Mumbai, તા,22 વેબ સીરિઝ ‘ડયૂનઃ પ્રોફેસી’માં તબૂનો લૂક પ્રગટ કરાયો છે. આ સીરિઝનું બીજું ટીઝર રીલિઝ કરાયું હતું. તેમાં છેલ્લે તબુ જોવા મળે છે. ભારતીય ચાહકો તબુના એકદમ રાજસી અને સત્તાવાહી લૂક પર આફરીન પોકારી ગયા છે.  આ સીરિઝ આગામી નવેમ્બરમાં રજૂ થવાની છે. તેમાં તબુ સિસ્ટર  ફ્રેન્સેસ્કાનું પાત્ર ભજવી રહી છે.  તબુ અગાઉ ‘લાઈફ ઓફ પાઈ’, ‘નેમસેક’ અને ‘ધી સ્યુટેબલ બોયઝ’ સહિતના હોલીવૂડ પ્રોજેક્ટસમાં કામ કરી ચૂકી છે. ‘ડયૂનઃપ્રોફેસી ‘ સીરિઝમાં તેનું પાત્ર એક મહત્વાકાંક્ષી અને શક્તિશાળી મહિલાનું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એક સમયે રાજાની નિકટવર્તી સિસ્ટર ફ્રેન્સેસ્કા રાજવી પરિસરમાં પરત ફરે છે અને કેવી રીતે સત્તાનું સંતુલન સાધે…

Read More

Mumbai, તા,22 ટી સીરિઝના માલિક ભૂષણ કુમારની કઝિન તથા એક્ટર-પ્રોડયૂસર ક્રિશન કુમારની દીકરી ટિશાનું ૨૧ વર્ષની વયે નિધન થતાં બોલીવૂડ વર્તુળોમાં શોકની લાગણી છવાઈ છે. ટી સીરિઝના વર્તુળોના જણાવ્યા અનુસાર ટિશાને કેન્સરનું નિદાન થયું હતું. પરિવારજનો તેને સારવાર માટે જર્મની લઈ ગયા હતા. જોકે, ત્યાં  તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બોલીવૂડના ટોચના ફિલ્મ નિર્માણ અને મ્યુઝિક પ્રોડક્શન હાઉસના  પરિવારમાંથી હોવા છતાં પણ ટિશા હમેશા લો પ્રોફાઈલ રહી હતી. તે ટી સીરિઝ ના પ્રોડક્શન હેઠળની ફિલ્મોના સ્ક્રિનિંગ વખતે દેખાતી હતી. ટિશાના પિતા ક્રિશ્ન કુમારે દાયકાઓ પહેલાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ  કર્યું છે.

Read More

Mumbai, તા,22 વર્ષ 1975માં બનાવાયેલી દેશની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જય સંતોષી માં’ના નિર્માતા સતરામ રોહરાનું નિધન થયું છે. 85 વર્ષીય રોહરાએ વિશ્વને અલવિદા કહી દીધું છે, જોકે તેમની આ ફિલ્મ હંમેશા તેમની યાદ અપાવશે. આ ફિલ્મે એવા રેકોર્ડો તોડ્યા છે, જેને આજસુધી કોઈપણ ફિલ્મ તોડી શકી નથી. ‘જય સંતોષી માં’ ફિલ્મે ‘શોલે’ને આપી હતી જોરદાર ટક્કર સતરામ રોહરાની સૌથી મોટી ફિલ્મ ‘જય સંતોષી માં’ હતી, જેણે બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. એટલું જ નહીં. તેમની ફિલ્મ રિલિઝ થઈ ત્યારે ભારતીય સિનેમા જગતની સૌથી મોટી ફિલ્મ ‘શોલે’ પણ ક્લેશ થઈ હતી, જોકે મુશ્કેલ સ્પર્ધા વચ્ચે પણ ‘જય સંતોષી…

Read More

Mumbai, તા,22 આયુષ્માન ખુરાના અને દિગ્દર્શક રાજ શાંડિલ્યએ ૨૦૧૯માં ડ્રીમ ગર્લમાં સાથે કામ કર્યું હતું હતું. જે તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ પછી ૨૦૨૩માં આ ફિલ્મની સિકવલ પણ હિટ રહી હતી. ડ્રીમ ગર્લ અને ડ્રીમ ગર્લ ટુ પછી હવે ફરી આયુષ્માન ખુરાના અને રાજ શાંડિલ્ય સાથે કામ કરવાના છે. એક રિપોર્ટના અનુસાર રાજ શાંડિલ્યએ એક કોટુંબિક કોમેડી ફિલ્મ લખી છે. જેમાં આયુષ્માનને રસ પડયો છે. જોકે અભિનેતા અને દિગ્દર્શકે સત્તાવાર સમર્થન આપ્યું નથી. જો બધુ સમૂસુથરું પાર પડશે તો આ ફિલ્મનું જલદી જ શૂટિંગ શરૂ થાય તેવી પૂરી શક્યતા છે. આ ફિલ્મ એક સ્ટેન્ડ અલોન …

Read More

Mumbai, તા,22 વિરાટ કોહલી સહિત વર્તમાન ક્રિકેટ જગતના 4 ખેલાડીઓને ‘ફેબ ફોર’ ના નામે ઓળખવામાં આવે છે. આ ચાર દેશના 4 ખેલાડીઓએ અવારનવાર પોતાના દેશની  ટીમ માટે અનેક મેચો જીતી છે અને સતત સારું પ્રદર્શન કર્યું છે. કોહલી છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્ટ ક્રિકેટ ઓછું રમ્યો છે અને કોવિડ પહેલા જેવો દેખાવ કરી શક્યો નથી જેના કારણે તે હવે ફેબ 4ના ખેલાડીથી પાછળ રહી ગયો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન સામે મોટી સરસાઈ મેળવી લીધી છે.…

Read More

America,તા.22 અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન વચ્ચે ટક્કર થવાની હતી, પણ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે બાઇડને સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. 81 વર્ષના બાઇડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો નિર્ણય જણાવ્યો હતો, એમના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહેલા કમલા હેરિસનો આભાર વ્યક્ત કર્યો હતો અને એમની ઉમેદવારી બાબતે એમને સમર્થન આપ્યું હતું. પરિણામે હવે ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના કમલા હેરિસનું નામ સૌથી આગળ મૂકાઈ રહ્યું છે. કમલા હેરિસને ઉમેદવાર ઠરાવતી ઓફિશિયલ જાહેરાત એમની પાર્ટી દ્વારા નથી કરવામાં આવી, પણ એમના પ્રમુખપદ બાબતે એક રસપ્રદ વાત…

Read More

America,તા.22 અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. જેમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડેને આગામી પ્રમુખપદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેમાં તેમણે પત્ર લખીને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નહીં લડવા અંગેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એવી અનેક ઘટનાઓ બની હતી જેને લઈને બાઈડેનની હેલ્થ પર સવાલ ઊઠ્યા હતા. જેમાં એકવાર તો ટ્રમ્પ સાથેની ડિબેટમાં તેઓ ઊંઘી જ ગયા હતા અને તેના કારણે જ ડિબેટમાં ટ્રમ્પ મજબૂત દાવેદાર બનીને ઉભરી આવ્યા હતા. ત્યારબાદ તાજેતરની એક ઘટના અનુસાર મંચ પર હાજર કોઈ અન્ય મહિલાને બાઈડેન તેમની પત્ની ઝીલ સમજી બેઠા અને તેને…

Read More

Uttar Pradesh,તા.22 ઉતર પ્રદેશના મેરઠમાં 4 વર્ષની એક બાળકીએ 74 વર્ષીય પિતાને મુખાગ્નિ આપી હતી. નાની બાળકી પૂછી રહી હતી કે, પપ્પાને શું થયું છે, તે કઈ જતા રહ્યા છે. આ સવાલનો જવાબ આપવાની કોઈનામાં હિમ્મત ન હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હક્કિતમાં બાળકીનો જન્મ ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ દ્વારા થયો છે. આ સમગ્ર ઘટના મેરઠના શાસ્ત્રી નગરની છે, ત્યાંના રહેવાસી 74 વર્ષીય દેવેન્દ્ર ત્યાગી કે જેઓ સેલ્સ ટેક્સ વિભાગમાંથી નિવૃત થયેલા હતા. થોડા વર્ષ પહેલાં તેમના જીવનમાં એવી ઘટના ઘટી કે, એક જ ઝટકામાં બધું જ બરબાદ થઈ ગયું. ઓછા સમયમાં તેમનો…

Read More