Kerala,તા.18
દક્ષિણ ભારત સિવાયના બહુ ઓછા લોકો અયપ્પા ભગવાન વિષે જાણતા હશે, કેમ કે, અયપ્પા ભગવાન એ દક્ષિણ ભારતમાં અત્યંત પુજનીય અને લોકોની અયપ્પા ભગવાન તરફેની શ્રધ્ધા જોવા જેવી છે, કયારેય દક્ષિણ ભારતમાં જાવ તો, અયપ્પા ભગવાનના સબરીમાલા મંદિરમાં જઈને કરી શકો છો. આજે આપણે
આવા અલૌકિક દેવ ’અયપ્પા ભગવાન‘‘ નુ મંદિર આપણા રાજકોટમાં પરસાણાનગર-૧૫, સાંઢીયા પૂલ પાસે આવેલ છે, જયાં અયપ્પા ભગવાનના મંદિર સિવાય ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણપતિ, ભગવાન કાર્તિકેય, માં દુર્ગા, નવ ગ્રહ મંદિર, નાગદેવતા મંદિર આવેલા છે, જયાં અયપ્પા ભગવાનના દર્શન થતા જ તમોને અલૌકીક અહેસાસ થાય છે.સબરીમાલા મંદિર, કેરેલામાં જે પુજાઓ ધાર્મિક વિધિઓ થતી હોય છે, તે જ રીતે તેવી તમામ પુજાઓ, ધાર્મિક વિધિઓ અયપ્પા મંદિર, રાજકોટમાં કરવામાં આવી રહેલ છે.આ અયપ્પા ભગવાનના મંદિરના તારીખ ૧૭ ૧૨ ૨૦૨૪ મંગળવારના રોજ વાર્ષિક મહોત્સવ નો ભવ્ય પ્રારંભ થઈ ગયો. બરોબર ૬ વાગે થી રાત્રીના ૧૦.૩૦સુધી પુજારી મંદિરમાં શુદ્ધિકરણ ૮૦૦ દીવડાથી ફૂલોથી ભવ્ય રીતે શણગાર કરવામાં આવેલ અને જ્યારે મહેમાનો આવ્યા ત્યારે કેરળની વેશભૂષા સજ્જ બહેનો દીવડા સાથે મહેમાનોનું રાજકોટના ધર્મપ્રેમી જનતાનુંભવ્ય સ્વાગત કરેલ હતું આ કાર્યક્રમ ઉદૃઘાટન રાજકોટના મેયર શ્રી નયનાબેન પેઠડીયા, હસ્તે કરવામાં આવેલ હતું સહકાર ભારતીના જયેશભાઈ સંઘાણી અને સ્વદેશી જાગરણ મંચના વિનોદભાઈ પેઢીયા ઉપસ્થિત રહ્યા હતા