તમારા શરીરમાં વિટામિન અને મિનરલ્સ યોગ્ય માત્રામાં હોવા જરુરી છે. જો તમારા શરીરમાં B12ની ઉણપ થાય તો વિવિધ પ્રકારની સમસ્યા થઈ શકે છે. વિટામિન B12થી તમારી ચેતા કાર્ય, રેડ બ્લ્ડ સેલ બનવા અને ડીએનએ સંશ્લેષણ કરવા માટે જરુરી છે. B12ની ઉણપ થાય તો થાક લાગવો, નબળાઈ આવવી અને નસોની સમસ્યા થાય છે.
વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે શાકાહારી લોકો માટે એક એવી દાળ છે, જે વિટામિન B12ની ઉણપ ઓછી કરે છે. અમે જે દાળની વાત કરીએ છીએ કે, એ મગદાળ છે. જે B12ની ઉણપ દૂર કરે છે. આ ઉપરાંત આ દાળમાં વિટામિન B12 સાથે સાથે સાથે પ્રોટીન, એમીનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તેમાં વિટામિન B12 ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે, પરંતુ કેટલાક પ્રકારે તેને વધારી શકાય છે. આવો જાણીએ કે આ કઈ પદ્ધતિ છે.
ફણગાવેલી મગ દાળ
ફણગાવેલી મગ દાળમાં વિટામિન B12માં સારી માત્રામાં જોવા મળે છે. તેને આખી રાત પલાળી રાખો અને 2-3 દિવસ સુધી ફણગાવેલા રહેવા દો. હવે તમે તેને સલાડ, સેન્ડવીચ અથવા સૂપ બનાવીને ખાઈ શકો છો.
મગ દાળ ખીચડી
ફણગાવેલી દાળને ચોખા સાથે રાંધીને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવી શકો છો. આ ખૂબ જ સરળતાથી પચી જાય છે અને B12 પણ પૂરું પાડે છે.
મગ દાળનો સૂપ
તમે મગદાળનો સૂપ બનાવીને પી શકો છો. આ શરીરમાં વિટામિન B12 ની માત્રાને વધારવામાં મદદ કરે છે.