પૂજા કર્યા પછી, બાબા રામદેવે ડૂબકી લગાવી અને પછી ગંગામાં કૂદી પડ્યા : જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થયો
Haridwar, તા.૨૧
યોગ ગુરુ બાબા રામદેવના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે, થોડા દિવસો પહેલા તેમણે ઘોડા સાથે રેસ લગાવી હતી, જે વીડિયોને લોકોએ ખૂબ વાયરલ કર્યો હતો. હવે હરિદ્વારથી બાબા રામદેવનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાબા હર કી પૌડીમાં પૂજા કરતા જોવા મળે છે, એટલું જ નહીં, પૂજા કર્યા પછી, બાબા રામદેવે ડૂબકી લગાવી અને પછી ગંગામાં કૂદી પડ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે.
બાબા રામદેવ સૌપ્રથમ હર કી પૌડીમાં પ્રાર્થના કરતા જોવા મળે છે, ત્યારબાદ તેઓ આગળ વધે છે અને ગંગામાં ઘણી વખત ડૂબકી લગાવે છે. જોકે, તેએ આટલેથી ન અટક્યા અને તેમણે ગંગામાં છલાંગ લગાવી દીધી. તેણે નજીકમાં ઉભેલા એક ગાર્ડને કહ્યું કે તે તરીને ગંગા પાર કરશે. આ પછી, બાબા રામદેવ સીધા ગંગામાં કૂદી પડ્યા અને એક ખૂણાથી બીજા ખૂણા સુધી તરીને ગયા.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાબા રામદેવ સાથે એક સુરક્ષા ગાર્ડ પણ તરતો હોય છે. નજીકમાં ઉભેલા લોકોનો અવાજ સંભળાય છે. બાબા રામદેવના આ રૂપને જોઈને લોકો ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા રામદેવના હર કી પૌડીમાં આગમન વિશે કોઈને અગાઉથી માહિતી નહોતી, તેઓ અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા અને ગંગામાં ડૂબકી લગાવી.
બાબા રામદેવે ઘણીવાર પોતાની ફિટનેસના આવા ઘણા ઉદાહરણો બતાવ્યા છે, આ ઉંમરે પણ તેઓ એકદમ ફિટ અને સ્વસ્થ છે. બાબા રામદેવ કહે છે કે આ યોગ અને તેમની ખાવાની આદતોને કારણે છે. હવે, તેમના આ નવા વીડિયો સાથે, લોકો તેમની ફિટનેસ માટે તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો યોગમાં તેમના યોગદાનને પણ યાદ કરી રહ્યા છે.