Amreli, તા.2
બાબરા તાલુકાના કરિયાણા મુકામે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિષયક નિષ્ણાંતો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિના મહત્વના ઘટકરૂપ જીવામૃત, ઘન જીવામૃત, અચ્છાદાન, મિશ્ર પાક પદ્ધતિ ઉપરાંત પ્રાકૃતિક કૃષિના ફાયદા સહિત વગેરે ઉપરાંત રોગ નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આગ્નિસ્ત્રની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.