Amreli,તા.06
બાબરાના અમરાપરાના મફત પ્લોટ વિસ્તારમાં રહેતા એક શખ્સે સાત વર્ષ પહેલાં એક ૧૭ વર્ષની તરૃણીને લલચાવી ફોસલાવી ભગાડીને લઇ જઇ શરીર સંબંધ બાંધી તેમજ તરૃણીનો જન્મ તારીખનો બનાવટી ખોટો દાખલો બનાવરાવી લગ્ન નોંધણી કરાવી ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલા હતો. આ અંગેનો કેસ અમરેલી સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ તથા રૃપિયા ૩૨ હજારના દંડની સજાનો હુકમ કરેલ હતો. જ્યારે ભોગબનાર તરૃણીને રૃપિયા ૪ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
આ બનાવમાં બાબરા તાલુકાના અમરાપરા ગામે આવેલ મફત પ્લોટ વિસ્તારમાં રહેતા મનોજ મનસુખભાઇ ડાભીએ ગત તા.૨૨/૯/૨૦૧૭ના રાત્રીના સાડા અગીયારથી રાત્રીના અઢી વાગ્યા દરમ્યાન એક ૧૭ વર્ષની તરૃણીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે પોતાની મોટર સાયકલમાં અપહરણ કરી લઇ ગયેલ હતો. અને આ બનાવમાં આરોપી મનોજના પિતા મનસુખભાઇ ડાભીએ તરૃણીને ભગાડવામાં મદદ કરેલ હતી.
આ બનાવમાં ભોગબનનાર તરૃણીની જન્મતારીખ એપ્રિલ- ૨૦૦૦ની હોય અને આ તરૃણીની ૧૮ વર્ષની પુખ્ત ઉમર થતી ન હોવાથી આરોપી મનોજ મનસુખભાઇ ડાભીએ રાજકોટના એક મહિલા વકિલને મળી અને આ મહિલા વકિલે આરોપી પાસેથી ૨૯ હજાર રૃપીયા લઇ અને ભોગબનાર તરૃણીની ઉંમર પુખ્ત બતાવવા સારૃ જન્મ તારીખનો બીજો ડુપ્લીકેટ અને બનાવટી ખોટો જન્મ તારીખે દાખલો બનાવી અને આ બનાવટી દાખલામાં ભોગબનનાર તરૃણીની જન્મ તારીખ એપ્રિલ- ૧૯૯૮ની લખી મહિલા વકિલે અમરાપરા તલાટીમંત્રીના ખોટા સહી સિક્કા કરેલ હતા અને તે દાખલાની નકલ તથા લગ્ન નોંધણી અંગેના જરૃરી ફોર્મ ભરી નોટરી વકીલ પાસે સોગદનામું કરી આ ભોગબનનાર તરૃણીના ખોટા બનાવટી દાખલાનો સાચા દાખલા તરીકે ઉપયોગ કરી આરોપીએ જુનાગઢ જીલ્લાના પાદરીયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી પાસે લગ્ન નોંધણી કરી લગ્ન સર્ટી મેળવેલ હતું. આ બનાવમાં આરોપી મનોજ મનસુખભાઈ ડાભીએ તરૃણીની ઇચ્છાથી અવાર નવાર શરીર સંબંધ બાધેલ હતો.
આ અંગેનો કેસ અમરેલીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારધાર દલીલોને માન્ય રાખી સ્પે.જજ ડી.એસ.શ્રીવાસ્તવ દ્વારા આરોપી મનોજ મનસુખભાઇ ડાભીને ૧૦ વર્ષની સખત કેદ તથા રૃપિયા ૩૨ હજારનો દંડ ની સજાનો હુકમ કરેલ હતો. જ્યારે ભોગબનાર તરૃણીને રૃપિયા ૪ લાખને વળતર ચુકવવા આદેશ કર્યો હતો.