દવા પીધા બાદ તબિયત બગડતા બે દિવસે પરિવારજનોને ખબર પડી
Babra,તા.30
બાબરાના મોટા દેવળીયા ગામની યુવતીએ ખડ મારવાની દવા પી લીધા બાદ તબિયત બગડતા બેભાન હાલતમાં દવાખાને ખસેડતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવતી નું મોત નીપજ્યું હતું
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બાબરાના મોટા દેવડીયા ગામે રહેતા શ્રદ્ધાબેન ભરતભાઈ સોલંકી ૨૨ એ ગત ૨૬, ૭ ના રોજ બપોરના સમયે ખડ બાળવાની દવા પી લીધી હતી, દવા પીધાની કોઈ પરિવારજનોને ખબર પડવા દીધી ન હતી, બે દિવસ પછી દવાની અસર ધીરે ધીરે થતાં તબિયત બગડતા પરિવારજનોએ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરતા શ્રદ્ધાબેને ખડ મારવાની દવા પી લીધી હોવાનું બહાર આવ્યું હતું. તાત્કાલિક શ્રદ્ધાબેનને પ્રથમ શ્રીજી હોસ્પિટલ ગોંડલ અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવતા ઈમરજન્સીમાં દાખલ કર્યા હતા જ્યાં જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
શ્રદ્ધાબેન ના પિતા ભરતભાઈ સોલંકી ખેતી કામ કરે છે તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રીમાં શ્રદ્ધાબેન નો બીજો નંબર હોય છે આ અંગે બાબરા પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે