Ahmedabad,તા.૧૪
ડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવી ગયા છે. સનાથલના ધ્રુવરાજસિંહને માર મારવાની ઘટના બાદ દેવાયત ખવડ ગાયબ છે. ત્યારે હવે આ કેસમાં મેઘરાજસિંહ ગોહિલ નામના શખ્સની એન્ટ્રી થઈ છે, જેણે દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને મારી નાંખવા સુધીની ધમકી આપી છે.
મેઘરાજસિંહ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દેવાયત શબ્દોને આકરા શબ્દોમાં પડકાર આપી રહ્યો છે કે, આજે જુનાગઢમાં દેવાયત ખવડે છોકરાઓ જોડે બાજયો છે એના વિશે હું તમને કહેવા માંગુ, જે દેવાયતની સનાથલમાં પત્તર ઠોકી હતી એ હું પોતે… બીજી વાત અત્યારે એને ઓલા છોકરાને ધ્રુવને, ૨૦ વર્ષનો છોકરો એને કઈ ખબર પડે નહિ એની ઉપર હાથ ચાલાકી કરીને દેવાયત એમ કે, હું મરદ છું. અલ્યા ફા…. તારા જેવો કોઈ ફા….તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો ? મરદ માણસ હોય તો રામભાઈ પાસે આય. મારી સામે આય. તો મેઘરાજ સિંહે બીજો પણ વીડિયો શેર કર્યો છે. તેમાં તે કહી રહ્યો છે કે, હમણાં વીડિયો મૂક્યો અને આ બીજો વીડિયો જોઈ લેજો. એમ કઇં ફાંકા ફોજદારી નહીં.૧૨-૧૫ લોકોને લઈ છોકરાને મારવા નીકળ્યા છો. સમજો છો શું તમારા મનમાં ? સામી છાતીએ આવી જાવ, લોકેશન આપું, ફોન કરી બોલાવો. ખબર પડે કે કોણ કોને મારે છે ૨૦-૨૦ વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખવડ ફા… સમજે છે શું તું તારા મનમાં ૧૫-૧૫ લોકો ૩-૩ ગાડીઓ લઈ છોકરાને મારો છો. હું એકલો જ ફરું છું બાજી લેજો.. જ્યાં આવવાનું હોય ત્યાં.. હા, એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ, જો તારા ઘરે આવી ને તને ના મારી નાખું તો કેજે.
અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ નુકશાન કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે ૮ લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. આ બાદ બે દિવસ પહેલા દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી માર મારવામાં આવ્યો હતો. તેમજ તેને સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ રહી હોવાની માહિતી મળી હતી અને તેજ પ્રમાણે દેવાયત ખવડ અને અન્ય શખ્સો ધ્રુવરાજસિંહ બુકાની બાંધી કાર અથડાવી હુમલો કરવામાં આવ્યો. જોકે અચાનક દેવાયત ખવડની બુકાની ખુલી જતા યુવરાસિંહ ઓળખી ગયાનું પોલીસે જણાવ્યું.
પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય ૧૫ લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ છે. તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિત ૧૬ જેટલા ઈસમો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ની કલમ ૧૦૯, ૩૧૧, ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૬૧, ૩૫૨, ૩૫૧(૩) તથા આર્મસ એક્ટની કલમ ૨૫(૧)(બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ સહિતની કલમો હેઠળ તાલાળા પોલીસ મથકે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.