અજમેર ગામે પોલીસે દરોડો પાડી તુવેરના વાવેતરમાંથી ૫૫. ૫૮૦ કિલો ગ્રામ ગાંજો કબજે
Rajkot,તા.28
વિછીયાના અજમેર ગામમાંથી તુવેરના વાવેતર વચ્ચે વાવેલ ગાંજાના ૫૫. ૫૮૦ કિલો ગ્રામ જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને હાઇકોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુકબ રાજકોટ વિછીયા પોલીસ દ્વારા વિછીયા તાલુકાના ગામ અજમેર ગામની અડસિકી સીમમા વનરાજભાઈ ભુપતભાઈ ગંજેળીયાએ પોતાના કબ્જા વાળી જગ્યામા ગેરકાયદેસર રીતે તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમીમાં આધારે પોલીસે દરોડો પાડી આરોપી વનરાજભાઈ ભુપતભાઈ ગંજેળીયાની અટક કરી રૂા.૫,૫૫,૮૦૦ ની કિંમતના ગાંજાના ૫૫.૫૮૦ કિલો ગ્રામ છોડ કબ્જે કર્યા હતા. વિછીયા પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. એકટની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીને જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી દ્વારા પોતાના એડવોકેટ મારફત સેશન્સ કોટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીને જામીન પર મુકત કરવા હુકમ ફરમાવ્યો હતો.આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, મદદનીશમા અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા અને ગુજરાત હાઈકોર્ટમાં મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા.