Mithapur તા.18
દેવભૂમિ દ્વારકાના રહેવાસી કુમુદબેન અમૃતલાલ માવાણીના નામે દ્વારકા તાલુકાના મકનપુર ગામ ખેતીની જમીન આશરે પાંચ એકરની લેતી-દેતીના વેચાણ અંગે જુલાઈ 2025 માસમાં ભીમશી બેલા નામના આસામી સાથે સોદો કરવામાં આવ્યો હતો. જેમાં એક એકરના રૂ. 2.25 કરોડ લેખે કુલ 5 એકર ના 11 કરોડ 25 લાખની વેચાણથી લેવા વાત નકકી થઈ હતી.
આ જમીનનું કોઇ ટોકન કે વેચાણ કરાર કે સોદાખત કરવાની જરૂર નથી અને પોતાને સીધો જ રજીસ્ટ્રેશન વેચાણ દસ્તાવેજ કરવાનો છે તેવો વિશ્વાસ અને ખાતરી આપીને ભરોષો અપાવીને જંત્રી મુજબના પૈસા ભરી, બાકીના પૈસા આંગડિયા પેઢી મારફતે ચુકવી આપવાનું કહેવામાં આવ્યું હતું.
આ રીતે વિશ્વાસમાં લઈને તા. 21-07-2025 ના રોજ આરોપીએ પોતાના બેન્ક ખાતામાંથી ઉપરોક્ત મહિલાના બેન્ક એકાઉન્ટ ખાતામાં રૂ. 9.30 લાખનું ટ્રાન્ઝેકશન કરી, આ જ દિવસે સ્ટેમ્પ પેપર વાળો દસ્તાવેજ વકીલ પાસે તૈયાર કરાવીને આરંભડા ગમે ફરિયાદી એવા મહિલાના પુત્રના ઘરે આવી, દસ્તાવેજમાં તેમના માતાની સહી કરવાનું કહીને બાકીના રૂપિયા આંગડિયા મારફતે અપાવી દેવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. આ રીતે જમીન માલિક એવા મહિલાની દસ્તાવેજમાં સહી મેળવી લીધા બાદ આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આ રીતે વેચાણ દસ્તાવેજમાં સહી કરાવીને અવેજીના રૂપીયા નહીં ચુકવી, તેમની સાથે વિશ્વાસઘાત કરવા અંગેની ફરિયાદ તા. 19 સપ્ટેમ્બર 2025 ના રોજ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસે આરોપી ભીમશી બેલા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણને અનુલક્ષીને આરોપી દ્વારા આગોતરા જમીન માટે દ્વારકાની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવતા આ જામીન અરજી સંદર્ભે અહીંના જાણીતા એડવોકેટ આર.આર. રાવલ એસોસિએટ, દેવાણંદ જે. ભારવાડિયા અને જયેશ આર. કરમુર દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને રાખીને નામદાર અદાલત દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.