નિવૃત્ત શિક્ષકને મળવાપાત્ર રૂપિયા12.25 લાખના બિલમાં ટ્રસ્ટીએ સહી માટે રકમ માંગી હતી
Rajkot,તા.15
શહેરની ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ સ્કૂલના નિવૃત્ત શિક્ષકને મળવાપાત્ર રકમમાંથી ₹2 લાખની લાંચ લેતા ઝડપાયેલા ટ્રસ્ટી અને તેના ભત્રીજાની ચાર્જસીટ બાદની જામીન અરજી ખાસ અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરની ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભગવાનજીભાઈ કમાણી નોકરીમાંથી સેવા નિવૃત્ત બાદ સરકારમાંથી પેન્શન મોંઘવારી ભથ્થાના રૂપિયા12.25 લાખ મળવાપાત્ર હતા નિયમ મુજબ રકમના બિલમાં ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા ની સહી થયા બાદ સરકારી ફંડમાંથી રકમ મળી શકતી હતી.ગુણવંતરાય આ બિલમાં સહી કરવા માટે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી તે અર્થે તેઓએ પોતાના ભત્રીજા ધર્મેન્દ્ર ખીરા સંપર્ક કરવા જણાવેલ હતું બાદ નિવૃત્ત શિક્ષક ભગવાનજીભાઈ કમાણીએ ધર્મેન્દ્ર ખીરા સંપર્ક કરી રકમ ઓછી કરવા જણાવતા અંતે લાંચ ની રકમ રૂપિયા બે લાખ નક્કી થયેલી બાદ નિવૃત્ત શિક્ષક ભગવાનજીભાઈ કમાણીએ ધર્મેન્દ્ર ખીરાને બે લાખ રૂપિયા આપેલ તેમના ઘરે મળી આવતા અને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થતા કાકા ભત્રીજાને કરવામાં આવ્યા હતા. હાલ છેલ વાલે રહેલા બંને શક્ષુએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી.સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, કોઈ વ્યકિત કે સંસ્થા સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી હોય ત્યારે આવી વ્યકિત કે સંસ્થાનુ સંચાલન કરનાર
કર્મચારીને જાહેર નોકર તરીકે ગણવાના રહે છે. આ મુજબ બંને ખીરા આરોપીઓ સરકારી નોકર કહેવાય. આરોપીના જણાવ્યા પ્રમાણે ફરીયાદી સાથે પારીવારીક સબંધો હતા. ફરીયાદી સાથે જો પારીવારીક સંબધો હોય તો આરોપી ખીરા બંધુઓને ખોટી રીતે ફસાવવા માટે શું કારણ હતું બંને શખ્સ પોતાનો બચાવ ઉભો કરવા માટે ફરીયાદી ઉપર ખોટો આક્ષેપ કરેલ છે. આરોપીઓને ખોટી રીતે ફસાવી દીધેલ હોવાનો આક્ષેપ નાસાબિત થાય છે. વધુમાં રૂા.૩-લાખ ની રકમની લાંચની માંગણી પોતે જ સાબિત કરે છે કે આરોપી ગુણવંત ખીરા દશકાઓથી લાંચના વ્યવહારો કરે છે. આ કારણોસર બંને ખીરા આરોપીઓને જામીન મુકત કરવા ન્યાયોચિત નથી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે ખાસ અદાલતના જજ વી.એ. રાણા ગુણવંત ખીરા અને ધર્મેન્દ્ર ખીરાની ચાર્જશીટ બાદની જામીન અરજીઓ રદ કરેલ છે.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.