Rajkot,તા.18
રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે ધનતેરસ અને શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને ચલણી નોટોનો દિવ્ય અલૌકીક શણગાર કરાયો છે. સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. આજે સાંજે દાદાની રાજોપચાર પૂજનથી થતી સંધ્યા આરતીમાં હજારો ભક્તો જોડાશે અને ધન્યતાની અનુભૂતિ કરશે