Surat,તા.18
બિગ ક્રિકેટ લીગ 2024માં યુપી બ્રિજ સ્ટાર્સ અને એમપી ટાઈગર્સ વચ્ચેની મેચ યાદગાર હતી. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત આ રમતમાં એક વિચિત્ર ક્ષણ દર્શાવવામાં આવી હતી જ્યારે યુપી બ્રિજ સ્ટાર્સના ચિરાગ ગાંધી 98 રન પર બેટિંગ કરતા લગભગ આઉટ થઈ ગયા હતા. આ 18.2 ઓવર ની ઘટના બની હતી.
એમપી ટાઈગર્સના બોલર પવન નેગીએ બોલ ફેંક્યા બાદ બોલ બેટ્સમેનના બેટ પર વાગી સ્ટમ્પ પર જોરદાર અથડાયો, પરંતુ સ્ટમ્પ પર બેલ્સ થોડી હલ્યા બાદ તેના સ્થાને જ રહી.
આ અસામાન્ય ઘટના બાદ અમ્પાયર દ્વારા નિરીક્ષણ કરાયું અને છેવટે બેટ્સમેન ચિરાગને બેટિંગ ચાલુ રાખવાની મંજૂરી આપી અને આખરે તેણે શાનદાર સદી પૂરી કરી.
ક્રિકેટમાં નિયમ અનુસાર ફકત સ્ટમ્પ્સ નહિ પરંતુ બેલ પણ સાથોસાથ પડવી જોઈએ તો જ આઉટ મનાય છે. આ મેચમાં વિચિત્ર ઘટના બની જેનાથી સૌ કોઈ અચંબિત રહ્યા હતા.