ધિરાણકર્તાઓને APLનું ક્રેડિટ રેટિંગ AA+ સુધી સુધરવાનો વિશ્વાસ
Bangladesh,તા.04
બાંગ્લાદેશ દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો સકારાત્મક ઉકેલ આવ્યો છે. બાંગ્લાદેશે જૂન મહિનામાં USD 437 મિલિયનની તેની સૌથી મોટી ચુકવણી કરી વીજ ખરીદી કરારની બાકી બાકી રકમ ચૂકવવામાં આવી છે. સૂત્રો પ્રમાણે બાંગ્લાદેશે અદાણી પાવરને વહન ખર્ચ સહિતની બાકી રકમ ચૂકવી દીધી છે. ચુકવણી સંબંધિત બાબતોને ઉકેલાઈ ગઈ હોવાથી બાંગ્લાદેશે અદાણી પાવરને BPDB (બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ) શેડ્યૂલ મુજબ વીજળી સપ્લાય કરવા કહ્યું છે.
બાંગ્લાદેશના અધિકારીઓ દ્વારા પીપીએમાં તપાસ સંબંધિત ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પ્રતિકૂળ પાસાં મળ્યા નથી. ભારતીય સમૂહની સંપત્તિને દેશની વધતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા તે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક વીજ સ્ત્રોત તરીકે પુષ્ટિ આપે છે. ધિરાણકર્તાઓને APLનું ક્રેડિટ રેટિંગ વર્તમાન AA થી AA+ સુધી સુધરવાનો વિશ્વાસ છે.
જાણકારોના મતે બાંગ્લાદેશ હવે ચુકવણીમાં નિયમિત થઈ રહ્યું છે. છેલ્લા ૩-૪ મહિનામાં બાંગ્લાદેશે દર મહિને ૯૦-૧૦ કરોડ ડોલર ચૂકવ્યા છે. જૂનમાં તેણે ૪૩૭ મિલિયન ડોલર ચૂકવ્યા હતા. વધારાની સુરક્ષા સ્થાપિત થતાં તમામ બાકી રકમ માટે લગભગ બે મહિનાના બિલિંગ અને સોવરિન ગેરંટીનું એલસી (લેટર ઓફ ક્રેડિટ) સ્થાપિત કરવામાં આવ્યું છે.અદાણી પાવર ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં સ્થિત ૧૬૦૦ મેગાવોટના સમર્પિત પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડે છે. અગાઉ ૨૦૧૭ના કરાર હેઠળ તેની ચુકવણી જવાબદારીઓ પૂર્ણ કરવામાં બાંગ્લાદેશ સંઘર્ષ કરી રહ્યું હતું. ચૂકવણી સમયસર ન થતા અદાણીએ ગત વર્ષે તેનો વીજ પુરવઠો અડધો કરી દીધો હતો, અને માર્ચ 2025માં દેશની માસિક ચૂકવણીઓ દ્વારા કેટલાક લેણાં આવરી લેવાનું શરૂ થતા વીજ પુરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો.
ગોડ્ડા એસેટ હવે બાંગ્લાદેશ પાવર સિસ્ટમમાં સફળતાપૂર્વક સંકલિત થઈ ગઈ છે. કરાર મુજબ અદાણી પાવરના ગોડ્ડા પાવર પ્લાન્ટે ૨૫ વર્ષ માટે ૧૦૦ ટકા વીજળી બાંગ્લાદેશને પૂરી પાડવાની હતી. જો કે ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ નવેમ્બર ૨૦૨૪માં તે પુરવઠો અડધો કરી દીધો હતો. અદાણી પાવર ઉપરાંત NTPC લિમિટેડ અને PTC ઇન્ડિયા લિમિટેડ જેવી ભારતીય સરકારી કંપનીઓ પણ બાંગ્લાદેશને વીજળી વેચાણ કરે છે.