New Delhi, તા.7
ઓનલાઈન સેવાઓનો ચાર્જ વધારીને બેન્ક ગ્રાહકોને ઝટકો આપી રહી છે, બેન્કો દ્વારા ધીરે ધીરે સેવાઓ પર ચાર્જ વધારવામાં આવી રહ્યો છે. દેશની સરકારી અને ખાનગી બેન્કોએ અનેક નવા ચાર્જની જાહેરાત કરી છે જે આગામી દિવસોમાં લાગુ થશે.
ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ ક્રેડીટ કાર્ડ ઉપયોગ કરનારાઓ માટે નવી ચાર્જ શરતોની જાહેરાત કરી છે, જે નવેમ્બરથી લાગુ થશે. આ ફેરફારોની અસર વિદેશી મુદ્રા લેવડ-દેવડ યુટીલિટી બીલ પેમેન્ટ અને શિક્ષણ સાથે સંકળાયેલ ટ્રાન્જેકશન પર પડશે.
એસબીઆઈ તરફથી જાહેર સૂચનાના હિસાબે હવે વિદેશમાં ખર્ચ કે વિદેશી મુદ્રાઓમાં ઓનલાઈન પેમેન્ટ કરવા પર 3.5 ટકા ચાર્જ લાગશે. ઓરમ, એલીટ, પ્રાઈ એનઆરઆઈ સુરક્ષિત કાર્ડને બાદ કરતા બાકી બધા પર આ ચાર્જ લાગુ થશે.
જયારે કેટલીક અન્ય શ્રેણીના કાર્ડ પર આ ચાર્જ 1.99 ટકાથી માંડીને ત્રણ ટકા પણ રાખવામાં આવ્યા છે. રિવોર્ડ પોઈન્ટથી ખરીદવામાં આવેલ ઉત્પાદન કે વાઉચર પર હવે 99 ટકા ચાર્જ આપવો પડશે. જો કે ઓરમ કાર્ડ પર ચાર્જ નહીં લાગે.
એચડીએફસી બેન્ક રાત્રે રકમ જમા કરાવવા પર ચાર્જ વસુલશેઃ એચડીએફસી બેન્ક રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા દરમિયાન કેશ રિલાઈકલર મશીનો (સીઆરએમ)માં જમા કરાયેલ રોકડ પર બધા ખાતા માટે દર લેવડ-દેવડે 50 રૂપિયાનો વધારાનો ચાર્જ વસુલશે. આ દરો 1 નવેમ્બરથી લાગુ થશે.
આમ વધી રહ્યા છે ચાર્જઃ આ વર્ષે 1 મે એ બેન્કોએ ફ્રી લિમિટ બાદ દર વધારાના ટ્રાન્જેકશન પર 23 રૂપિયા ચાર્જ લગાડયો. પહેલા તે 21 રૂપિયા હતો. બેન્કે આઈએનપીએસથી લેવડ-દેવડ પર લાગનારા ચાર્જમાં પણ જુલાઈમાં વધારો કર્યો.
ઓછા બેલેન્સ પર ચાર્જઃ સરકારી બેન્કોએ છેલ્લા પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સના નિયમથી 8932.38 કરોડ રૂપિયા વસુલ્યા.
ઓગષ્ટમાં આઈસીઆઈસીઆઈ બેન્કે નવા બચત ખાતા પર ન્યુનતમ બેલેન્સની સીમા વધારીને 50 હજાર રૂપિયા કરી નાખી હતી પરંતુ વિરોધ થવા પર તેને 15 હજાર રૂપિયા કરી હતી.
એસબીઆઈના ચાર્જ
વીજળી, ફોન, ગેસ વગેરેના 50 હજારથી વધુ ચાર્જ પર એક ટકો ચાર્જ લાગશે.
કોલેજ, સ્કુલ ફીનું પેમેન્ટ કોઈ થર્ડ પાર્ટી એપ કે વેબસાઈટથી કરવા પર એક ટકો ચાર્જ લાગશે.
સીધા સ્કુલ કે કોલેજને કરવામાં આવેલ પેમેન્ટ પર આ ચાર્જ નહીં લાગે.
ક્રેડીટ કાર્ડથી કોઈ ડિજીટલ વોલેટમાં એક હજારથી વધુની રકમ જોડવાથી એક ટકો ચાર્જ લાગશે.
ભાડાના પેમેન્ટ કરવા પર દરેક ટ્રાન્જેકશન પર રૂા.199 પ્રોસેસીંગ ચાર્જ ચૂકવવો પડશે.